________________
(૨૧૯
લૌકિક પ્રામિત્ય વિષે સંમતાચાર્યની ભગિનીનું દષ્ટાંત / अपरिमिय नेहवुड्ढी, दासत्तं सो य आगओ पुच्छा ॥ दासत्तकहण मा रुय, अचिरा मोएमि एताहे ॥३१८॥ भिक्खदगसमारम्भे, कहणाउट्टो कहिति वसहि त्ति ॥
संवेया आहरणं, विसज्जु कहणा कइवया उ ॥३१९॥ મૂલાર્થઃ શ્રુતજ્ઞાન વડે જેણે ક્રિયાનો વિધિ જામ્યો છે, એવા એક સાધુએ પોતાના ગામમાં આવી કોઈને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે - “એક તમારી બહેન જીવે છે.” પછી તેણે ઘરમાં પ્રવેશ કર્યો. તેની ભગિનીએ પાક શરૂ કર્યો. તેણે નિષેધ કર્યો. ત્યારે તેણીએ ઉછીનું તેલ લઈને યતિને દાન કર્યું. (૩૧૭). તેલની વૃદ્ધિ અપરિમિત થઈ. છેવટ દાસીપણું અંગીકાર કર્યું. ફરીથી તે સાધુ આવ્યા, અને પૂછ્યું. ત્યારે તેણીએ પોતાનું દાસપણું કહ્યું. તેણે કહ્યું કે - “તું રુદન ન કર, હું તને જલદી છોડાવીશ,' તેવામાં (૩૧૮). ભિક્ષા આપવા માટે શ્રાવિકાએ જળનો આરંભ કર્યો. સાધુએ તેના દોષ કહ્યા. શ્રાવકે આદરવાળા થઈ ‘તમારી વસતિ ક્યાં છે?' એમ પૂછ્યું. તેણે “નથી' એમ કહ્યું. ત્યારે પોતાને ઘેર જ તેને રાખ્યા. તેણે સંવેગના ઉદાહરણ કહ્યા. ત્યારે શ્રાવકે તે બન્નેને રજા આપી. શંકા ઉપર જવાબ આપ્યો કે -- એવા તો કોઈક જ હોય છે. ૩૧લા
ટીકાર્થ કોશલા નામના દેશના કોઈક ગામ છે. તેમાં દેવરાજ નામનો કુટુંબી વસે છે. તેને સારિકા નામની ભાર્યા છે. તેણીને સમ્મત વગેરે ઘણા પુત્રો છે, અને સમ્મતિ વગેરે ઘણી પુત્રીઓ છે. તે આખુંયે કુટુંબ પરમશ્રાવક છે. તથા તે જ ગામમાં શિવદેવ નામે શ્રેષ્ઠી છે, તેને શિવા નામની ભાર્યા છે. એક દિવસે તે ગામમાં સમુદ્રઘોષ નામના આચાર્ય પધાર્યા. તેમની પાસે જિનપ્રરૂપિત ધર્મ સાંભળી સંવેગ થવાથી સંમત નામના પુત્ર દીક્ષા ગ્રહણ કરી. કાળના ક્રમે કરીને તે સંમતસાધુ, ગુરુચરણના પ્રસાદથી મહાનું સમર્થ ગીતાર્થ થયા. તેણે કોઇક દિવસ વિચાર કર્યો કે - “જો મારો કોઈ પણ કુટુંબી દીક્ષા ગ્રહણ કરે તો સારું થાય. કેમકે – તાત્ત્વિક ઉપકાર તો એ જ છે કે – સંસારસમુદ્રથી ઉતારવા.” આ પ્રમાણે વિચારીને ગુરુની રજા લઈને તેઓ પોતાના બંધુના ગામે આવ્યા. ત્યાં બહારના પ્રદેશમાં કોઈ પરિણત (પ્રૌઢ) ઉમરવાળા પુરુષને તેણે પૂછ્યું કે – “અહીં દેવરાજ નામના કુટુંબના સંબંધી કોઈ પણ છે?” ત્યારે તેણે કહ્યું કે - “તેનું સર્વ કુટુંબ મરી ગયું છે, ફક્ત એક સંમતિ નામની વિધવા પુત્રી જીવતી છે.” તે સાંભળીને તે સાધુ તેણીને ઘેર ગયા. તેણીએ ભાઈને આવતો જોઈ મનમાં બહુમાનને ધારણ કરવાપૂર્વક વંદના કરી તથા કેટલીક વખત પર્યાપાસના (સેવા) કરી. તેને નિમિત્તે આહાર પકાવવાનું શરૂ કર્યું. ત્યારે સાધુએ તેને નિવારી કે – “અમારા નિમિત્તે કાંઈ પણ કર્યું હોય તે અમારે કહ્યું નહિ.” તેથી ભિક્ષાસમયે તે (સંમતિ) ગરીબ હોવાથી બીજે કોઈ પણ ઠેકાણેથી તેલ માત્ર પણ નહિ મળવાથી મહાકષ્ટ કરીને શિવદેવ નામના વણિકની દુકાનેથી બે પળી તેલ (ઉધારે) લીધું. તે પણ હંમેશાં બમણી વૃદ્ધિરૂપ કાલાંતર (વ્યાજ) વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org