________________
ને આઠ પ્રભાવકોનું પ્રતિપાદન છે.
અથવા
मू.०- किं वा कहिज्ज छारा, दगसोयरिआ व अहवऽगारत्था ॥
किं छगलगगलवलया, मुंडकुटुंबी व किं कहए ? ॥३१४॥ મૂલાર્થ અથવા તો તે ક્ષાર શરીરવાળા (ધર્મકથા) શું કહે? અથવા જળના સૌકારિક શું કહે ? અથવા ગૃહસ્થો શું કહે ? અથવા બકરાના ગળાને મોટન કરનારા શું કહે ? અથવા મુંડિત કુટુંબી શું કહે ? (અર્થાત્ ધર્મકથા સાધુ સિવાય) કોઈ પણ કહી શકે નહિ. ૩૧૪મી
ટીકાર્થ: “જગતમાં જે નિપુણ ધર્મકથા કહેનાર સંભળાય છે તે શું તમે જ છો ?” એમ (શ્રાવકોએ) પૂછે સતે (વિવક્ષિત સાધુ) આ પ્રમાણે ઉત્તર આપે છે કે શું? “ક્ષાર:' ખારથી ખરડાયેલા શરીરવાળા ધર્મકથા કહી શકે?તેઓ કહી શકે જ નહિ. અથવા તો શું – “રશરિવ:' દક એટલે જળ, તેનો નિરંતર નાશ કરવા વડે શૌકરિક જેવા એટલે કસાઈ જેવા લેખાય અથવા તો શિકારી જેવા ગણાય તે દકશૌકરિક કહેતાં સાંખ્યમતવાળા ધર્મકથા કહી શકે ? અથવા શું ‘રસ્થા:' શાસ્ત્રના પઠનપાઠનથી રહિત એવા ગૃહસ્થો ધર્મકથા કહી શકે? અથવા તો શું - છગલકપશુ (બકરા)ની ‘ઉત્ત' ગ્રીવાને-ડોકને જેઓ ‘વતિ ' મરડી નાખે છે. તે છગલ,ગલવલકો ધર્મકથા કહી શકે? અથવા તો શું – જેઓ મુંડ થયા સતા કુટુંબીઓ ધરાવે તે શૌદ્ધોદનીયો (બોદ્ધો) ધર્મકથા કહી શકે ? તેઓ કાંઈ પણ (ધર્મકથા) કહી શકે જ નહિ, પરંતુ પતિઓ જ (ધર્મકથા) કહી શકે. આ પ્રમાણે તેના કહેવાથી શ્રાવકો વિચારે કે - ખરેખર તે જ આ ધર્મકથાના કહેનાર છે ઇત્યાદિ. શેષ સર્વ તે જ પ્રમાણે (ગાથા ૩૧૩ની વ્યાખ્યા પ્રમાણે) જાણવું. ૩૧૪ની આ પ્રમાણે ધર્મકથાદ્વારને કહીને શેષદ્વારોને માટે ભલામણ કરે છે : मू.०- एमेव वाइ खमए, निमित्तमायावगम्मि य विभासा ॥
सुयठाणं गणिमाई, अहवा वाणायरियमाई ॥३१५॥ મૂલાર્થ એ જ પ્રમાણે વાદી, ક્ષેપક નિમિત્તજ્ઞ અને આતાપકને વિષે ભાવના કરવી. શ્રુતસ્થાન એટલે ગણિ વગેરે. અથવા વાચનાચાર્યાદિક. ૩૧પ
ટીકાર્થ જેમ ધર્મકથા કહેનારને વિષે વિભાષા' – ભાવના કરી “વમેવ' – એ જ પ્રકારે વાદી, ક્ષપક, નિમિત્તજ્ઞ અને આતાપકને વિષે ભાવના કરવી. જેમકે (સાધુ) વાદ વડે આક્ષેપ (વશ) કરેલા શ્રાવકોની પાસે યાચના કરે (તેથી તે તરત જ આપે.) અથવા તો “જે વાદી સંભળાય છે, તે શું તમે જ છો?” એમ પ્રશ્ન કરે સતે “પ્રાય: કરીને યતિઓ જ વાદી હોય છે.” એમ બોલે, અથવા મૌન રહે, અથવા આ પ્રમાણે બોલે કે - “ભસ્મ વડે ખરડાયેલા શરીરવાળા, દકશૌકરિક, ધિગુજાતીય કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org