________________
૨૧૬)
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. કર્મના ક્ષયને માટે ધર્મકથાદિકને યથાયોગ (અવસર પ્રમાણે) કરે, ત્યારે (તો) તે સાધુ પ્રવચનની પ્રભાવના કરવાથી (કરનાર લેખાય છે અને તેથી) મોટી નિર્જરાને ભજનાર થાય છે. કહ્યું છે કે – "पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य ॥ विज्जा सिद्धो य कई, अट्ठेव पभावगा भणिया 1શા' કાવચનિક (સિદ્ધાંતને જાણનાર) ૧, ધર્મકથા કહેનાર ૨, વાદી - ૩, નિમિત્ત કરનાર-૪, તપસ્વી – ૫, વિદ્યાવાન-૬, સિદ્ધ - ૭, અને કવિ-૮, આ આઠ પ્રભાવક કહ્યા છે. ll૩૧રા હવે ધર્મકથારૂપ પહેલું દ્વાર વિસ્તાર કરવાને માટે કહે છે : मू.०- धम्मकहाअक्खित्ते, धम्मकहाउट्टियाण वा गिण्हे ॥
कड्ढचि साहवो चिय, तुमं व कहि पुच्छिए तुसिणी ॥३१३॥ મૂલાર્થઃ ધર્મકથા વડે વશ થયેલા અથવા ધર્મકથાથી ઉઠેલા ગૃહસ્થો પાસેથી માગીને ગ્રહણ કરે, અથવા તે ધર્મકથી તમે જ છો? એમ ગૃહસ્થ પૂછે તે સાધુ કહે કે – બધા સાધુઓ જ ધર્મને કહે અથવા (એમાંનુ કાંઈ ન કહે અને) મૌન રહે અને આપે તે ગ્રહણ કરે) એ આત્મભાવક્રીત જાણવું. (૩૧૩.
ટીકાર્થ આહારાદિકને માટે ધર્મકથાને કહેતા સાધુ વડે જ્યારે તે શ્રોતાઓ ધર્મકથાએ કરીને સારી રીતે આક્ષિપ્ત (આધીન) થાય છે, ત્યારે તેમની પાસે જે યાચના કરે અને તેઓ જે આપે તે ગ્રહણ કરે તે આત્મભાવકીત કહેવાય છે, કારણ કે - તે શ્રોતાઓ તે વખતે હર્ષ પામ્યા સતા યાચના કરાયે સતે રહેતા નથી. (અર્થાત્ જે કાંઈ વાગ્યું હોય તે તરત જ આપે છે, અથવા તો ધર્મકથાથકી ઉઠેલ (તેઓ ઉભા થયે સતે) તેમની પાસેથી જે ગ્રહણ કરે તે આત્મભાવક્રીત કહેવાય છે. એટલે કે - “ગાત્મના' પોતે જ “મા” ધર્મ વડે કહેવારૂપ ભાવ વડે જે “શ્રીd' ખરીદ કર્યું તે આત્મભાવક્રીત કહેવાય છે. અથવા તો ધર્મકથાને કહેનાર કોઈક પ્રસિદ્ધ હોય, અને વિવક્ષિત (કહેવા ઈચ્છેલા) સાધુ તેની જેવા આકારવાળા હોય-તેથી શ્રાવકો તેને પૂછે કે – જે “થી' ધર્મકથાને કહેનારા (પ્રસિદ્ધ) સંભળાય છે, તે શું તમે જ છો? ત્યારે તે પ્રશ્નમાં સાધુ શબ્દ બોલવો ભૂલાયો તેનો લાભ લઈને) તે સાધુ ભક્તાદિકના (ભાત પાણી આદિના) લોભથી આ પ્રમાણે કહે છે પ્રાયઃ સાધુઓ જ ધર્મકથાને કહે, બીજો કોઈ નહિ” અથવા તો ‘તુwી' મૌન જ રહે. (કશો ઉત્તર જ આપે નહિ) ત્યારે તે શ્રાવકો એમ જાણે કે – તે જ આ છે. માત્ર ગંભીર હોવાથી સાક્ષાત વચન વડે પોતાના આત્માને પ્રકટ કરતા નથી. તેથી (એમ જાણીને) તેઓ તેને અતિ ઘણું ભક્તાદિક આપે, અને તેઓ પાસેથી તે અતિશય પ્રાપ્ત થતું જે ભક્તાદિક તે આત્મભાવક્રત કહેવાય છે. એટલે કે માત્મા' પોતે જ ‘માવે' પોતે તે કથક નહિ હોવા છતાં પણ તે કથક હું છું એમ જણાવવારૂપ ભાવ વડે “કીત' જે ખરીદ કરેલું તે આત્મભાવક્રીત કહેવાય છે. ૩૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org