________________
| | આત્મભાવક્રીતનું વર્ણન છે.
(૨૧૫ (માટે) નિમંત્રણ કરવા લાગ્યો, અને સાધુઓ “આ શય્યાતરપિંડ છે એ પ્રમાણે કહીને તેનો નિષેધ કરે છે, ત્યારે તે વિચાર કરવા લાગ્યો કે - આ સાધુઓ મારે ઘેર ભક્તાદિકને ગ્રહણ કરતા નથી તેથી જો કદાચ બીજે ઘેર તેમને અપાવીશ તો પણ તેઓ ગ્રહણ કરશે નહિ તેથી વર્ષાકાળ ગયા પછી જયાં આ સાધુઓ જશે ત્યાં આગળ જઈને કોઈપણ પ્રકારે આ સાધુઓને હું (ભક્તાદિક) આપીશ. ત્યાર પછી વર્ષાકાળ થોડોક બાકી રહ્યો ત્યારે તેણે સાધુઓને પૂછ્યું કે – “હે પૂજય, વર્ષાકાળ પછી તમારે કઇ દિશા તરફ જવાનું છે?' ત્યારે તેઓએ પોતાના ભાવ પ્રમાણે જ જવું હતું તેવું) કહ્યું કે – “અમુક દિશા તરફ જશું ત્યાર પછી તે મંખ તે જ દિશામાં જઈ કોઈક ગોકુળમાં પોતાનો પટ દેખાડી વચનની કુશળતા વડે લોકોને વશ કર્યા ત્યારે તે લોકો તેને ધૃત, દુગ્ધ, વગેરે આપવા લાગ્યા તે વખતે તેણે કહ્યું કે - “જ્યારે હું મારું ત્યારે તમે મને આપજો.” પછી સાધુઓ વર્ષાકાળ ઉતર્યા પછી યોગ્ય વિહારના ક્રમે ત્યાં આવ્યા. ત્યારે તેણે પોતાના આત્માને જણાવ્યા (દેખાડ્યા) વિના એટલે કે પોતાની ઓળખાણ પડવા દીધા વિના પૂર્વે નિષેધ કરેલા વૃત, દુગ્ધ વગેરેને દરેક ઘેરથી માગીને એક ઘરમાં મેળવીને (ભેગા કરીને) રાખ્યા. ત્યાર પછી સાધુઓને નિમંત્રણ કર્યું ત્યારે તે સાધુઓએ પોતાની શક્તિ પ્રમાણે છબી દૃષ્ટિ વડે (ગોચરીના દોષોની) પરિભાવના કરી પરંતુ કાંઈ દોષ જણાયો નહિ. તેથી આ શુદ્ધ છે એમ જાણીને તે આહાર ગ્રહણ કર્યો. આ પ્રમાણે ગ્રહણ કરતા તે સાધુઓને કાંઈ પણ દોષ લાગ્યો નહિ. કેમકે શક્તિ પ્રમાણે પરિભાવના કરવાથી ભગવાનની આજ્ઞાની આરાધના કરી. પરંતુ જો કદાચ આવા પ્રકારનું (અશુદ્ધ) કોઈપણ રીતે જણાયું હોય તો (તે આહારનો) ક્રીત, અવ્યવહત અને સ્થાપના એ નામના ત્રણ દોષોનો સદ્ભાવ હોવાથી અવશ્ય ત્યાગ કરવો જોઈએ. સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે - “મા રિલી' એટલે શયાતર “રંતવ:' એટલે પરિચય “પોતાનો પટ દેખાડવા વડે લોકોને વશ કરવા” એ તાત્પર્ય છે .૩૧૧ આ પ્રમાણે પરભાવક્રત કહ્યું. હવે આત્મભાવક્રતને સ્પષ્ટ કરતા કહે છે : मू.०- धम्मकह वाय खमणं, निमित्त आयावणे सुयट्ठाणे ॥
जाई कुल गण कम्मे, सिप्पम्मि य भावकीयं तु ॥३१२॥ મૂલાર્થ : ધર્મકથા, વાદ, કૃપણ, નિમિત્ત, આતાપના, શ્રુતસ્થાન, જાતિ, કુલ, ગણ, કર્મ અને શિલ્પ, આ સર્વ ભાવકીત છે. ૩૧રી.
ટીકાર્થઃ ધર્મકથાદિકને વિષે ભાવક્રીત થાય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે – બીજાના ચિત્તને વશ કરવા માટે જે ધર્મકથા કહેવી, વાદ કરવો, ‘ક્ષપળ’ છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ કરવો, નિમિત્તશાસ્ત્રા કહેવું, અથવા આતાપના કરે, અથવા “કૃતસ્થાન' હું આચાર્ય શું ઇત્યાદિ કહે, અથવા જાતિ, કુલ, ગણ, શિલ્પ અથવા કર્મ બીજાની પાસે પ્રગટ કરે. આ પ્રમાણે બીજાને વશ કરીને તેની પાસેથી જે ભિક્ષાદિક પ્રહણ કરે, તે આત્મભાવક્રીત કહેવાય છે. પરંતુ જ્યારે (જો) દુઃખના નાશને માટે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org