________________
૨૧૪)
॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥
હવે પરભાવક્રીતનું વિવરણ કરતા સતા કહે છે :
मू.० - वइयाइ मंखमाई, परभावकयं तु संजमट्ठाए ॥
उपायणा निमंतण, कीडगडं अभिहडे ठविए ॥ ३०९ ॥
મૂલાર્થ : નાના ગાયના વાડા વગેરેમાં મંખાદિક સાધુને માટે ઉત્પાદન કરી નિયંત્રણ કરે તે પરભાવક્રીત કહેવાય છે. તેમાં ક્રીતકૃત, અભિદ્દત અને સ્થાપિત એ ત્રણ દોષ લાગે છે ।।૩૦૯
ટીકાર્થ : ‘વપ્રિા’ નાનું ગોકુળ (ગાયનો વાડો) આ ઉપલક્ષણ છે, તેથી ‘પત્તન’ નગર વગેરે ગ્રહણ કરવા તે વ્રજિકાદિકને વિષે ‘મંવાતિ' મંખ એટલે કૈદા૨ક કે - જે લોકોને પટ (ચિત્ર અને ફોટોગ્રાફનું વસ્ત્ર) દેખાડીને લોકોને આવર્તે છે. આદિ શબ્દ લખ્યો છે તેથી તેવા પ્રકારના બીજા પણ ગ્રહણ કરવા. તે મંખાદિક ભક્તિના વશ થકી સાધુને માટે જે મૃત, દુગ્ધ વગેરેનું ઉત્પાદન કરે અને કરીને તેનું નિયંત્રણ કરે તે પરભાવક્રીત કહેવાય છે. એટલે કે ‘રેળ’ મંખાદિકે સાધુને માટે ‘ભાવેન’ પોતાના પટાદિકને દેખાડવા રૂપ ભાવ વડે જે ક્રીત (ખરીદ) કર્યું તે પરભાવક્રીત છે. આવા પરભાવક્રીતને વિષે ત્રણ દોષ છે. તેમાં એક તો ક્રીતદોષ, બીજો અન્યાન્યઘરથી આપ્યું તેથી અભ્યાહૃતદોષ અને ત્રીજો લાવી લાવીને સાધુને નિમિત્તે એક ઠેકાણે સ્થાપન કરાય તેથી સ્થાપિત દોષ લાગે છે. તેથી કરીને તેવા પ્રકારનું ભક્ત-પાન પણ સાધુઓને કલ્પે નહિ ॥૩૦૯૫
આજ વાતને બે ગાથા વડે સ્પષ્ટ કરતા સતા કહે છે :
मू.० - सागारि मंख छंदण, पडिसेहो पुच्छ बहु गए वासे ॥ कयरिं दिसिं गमिस्सह ? अमुई तर्हि संथवं कुणइ ॥३१०॥ दिज्जंते पडिसेहो कज्जे घेत्थं निमंतणं जईणं ॥ पुव्वगय आगएसुं, संछुहई एगगेहम्मि ॥ ३९९ ॥
મૂલાર્થ : સાગારી મંખે સાધુને નિયંત્રણ કર્યું. તેણે નિષેધ કર્યો. પછી વર્ષાકાળ ઘણો ગયો ત્યારે પૂછ્યું કે – “તમે અહીંથી કઈ દિશા તરફ જશો ?'’ તેણે કહ્યું કે - “અમુક દિશા તરફ જઈશું” ત્યારે તે મંખે તે દિશામાં સંસ્તવ (પરિચય) કર્યો (૩૧૦) ત્યાંના લોકો તેને આપવા લાગ્યા ત્યારે તેણે પ્રતિષેધ કર્યો અને કહ્યું કે - કામ પડશે ત્યારે ગ્રહણ કરીશ. પછી સાધુ આવ્યા ત્યારે તે મંખે પૂર્વનું પોતાનું ભક્તાદિક લઈને એક ઘરમાં રાખી મૂક્યું પછી સાધુઓને નિમંત્રણ કર્યું. ૫૩૧૧॥
Jain Education International
ટીકાર્થ : શાલિગ્રામ નામનું ગામ છે ત્યાં દેવશર્મા નામનો મંખ છે. તેના ઘરમાં એક ભાગમાં કોઈક વખત કોઈક સાધુઓ વર્ષાકાળ રહ્યા, ત્યારે તે મંખ તે સાધુઓની ક્રિયાને તથા રાગ-દ્વેષ રહિતપણાને જોઈને તેમની ભક્તિમાં અત્યંત તત્પર થયો. તેથી તે હમેશાં તેમને ભક્તાદિક વડે
For Private & Personal Use Only
www.jainelibrary.org