________________
/“સૂરીપા' (ગા. ર૯૮) ની વ્યાખ્યા |
(૨૧૧ मू.०- कुड्डस्स कुणइ छिदं दारं वड्ढेइ कुणइ अन्नं वा ॥
अवणेइ छायणं वा, ठावइ रयणं व दिप्पंतं ॥३०३॥ जोइ पईवे कुणइ व, तहेव कहणं तु पुट्ठ दुढे वा ॥
अत्तट्ठिए उ गहणं, जोइपईवे उ वज्जित्ता ॥३०४॥ મૂલાર્થઃ ભીંતમાં છિદ્ર કરે, દ્વારને વધારે અથવા બીજું કરે, અથવા છાદન (ઢાંકણ) ને દૂર કરે, અથવા દેદીપ્યમાન રત્નને સ્થાપન કરે (૩૦૩). અથવા જ્યોતિ કે પ્રદીપને કરે અને તે જ પ્રમાણે પ્રાદુષ્કરણ કહે સતે અથવા પૂછવાથી કહે સતે ન કહ્યું. પરંતુ તે સર્વ (ગૃહસ્થ જો) પોતાને માટે કર્યું હોય તો જ્યોતિ અને પ્રદીપ (ના પ્રકાશથી કરેલા પ્રકટપણા)ને વર્જીને (તે આહાર) ગ્રહણ કરે ૩૦૪
ટીકાર્થઃ પ્રકાશ કરવાને માટે ભીંતમાં છિદ્ર કરે, અથવા દ્વાર નાનું હોય તેને “વર્ધતિ' મોટું કરે, અથવા બીજું દ્વાર કરે, અથવા ઘરની ઉપરનું છાદન (છાપરું) દૂર કરે, અથવા દેદીપ્યમાન રત્નને સ્થાપન કરે, અથવા જ્યોતિ (અગ્નિજવાળા) ને કે દીપકને કરે. તથા ‘તર્થવ ઉપર કહ્યા પ્રમાણે ઘરધણી પોતે જ પ્રાદુષ્કરણને કહ્યું સતે અથવા સાધુએ પૂછવાથી કહે સતે જે ભક્ત આદિ પ્રાદુષ્કરદોષથી દુષ્ટ તે સાધુઓને ન કહ્યું. પરંતુ જો પૂર્વે કહેલા પ્રકારે (પ્રાદુષ્કરણ) પોતાને માટે કર્યું હોય તો સાધુને તે આહાર) ગ્રહણ કરવા કહ્યું છે, એ ભાવાર્થ છે. તથા જ્યોતિ અને પ્રદીપ વડે પોતાને માટે પ્રકાશ કર્યો હોય તો પણ (તે આહાર) ન કલ્પે. કેમકે (તેને) તેજસ્કાયનો પર્શ છે. [૩૦૩-૩૦૪ - હવે ‘મfમુd M | બાકળ' (ગાથા ૨૯૯) એની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે
છે :
मू.०- पागडपयासकरणे, कयम्मि सहसा व अहवऽणाभोगा ॥
गहियं विगिंचिऊणं, गेण्हइ अन्नं अकयकप्पे ॥३०५॥ મૂલાર્થ : પ્રકટકરણ કે પ્રકાશકરણ કરે સતે સહસા કે અનાભોગથી ગ્રહણ કરેલું હોય તે પરઠવીને તે પાત્રમાં કલ્પ કર્યા વિના પણ બીજું શુદ્ધ ગ્રહણ કરે. ૩૦પા
ટીકાર્થ પ્રકટકરણ અને પ્રકાશકરણ કરે તે જે (અa) સહસત્કારથી કે અનાભોગથી ગ્રહણ થઈ જવા પામેલ હોય, તે ‘વિવિઝળ' પરઠવીને ત્યાગ કરે સતે તે પાત્ર (તે આહારથી) લેશમાત્ર ખરડાયેલ હોય તો પણ ‘તત્ત્વ' જળથી પ્રક્ષાલન કરવા (ધોવા) રૂપ કલ્પ કર્યા વિના પણ (તે પાત્રમાં) બીજું શુદ્ધ અન્ન ગ્રહણ કરે. કેમ કે તે વિશોધિકોટિ હોવાથી તેમાં કાંઈ દોષ નથી. ૩૦પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org