________________
૨૧૦)
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II મૂલાર્થ: હે સાધુ! તમે અંધકારને વિષે ઇચ્છતા નથી, તેથી બહાર ચુલ્લીની ઉપર રાંધ્યું છે. આવું વચન સાંભળીને તેનો ત્યાગ કરે, તેમજ પૂછવાથી તેણીએ કહે તે પણ તે જ પ્રમાણે ત્યાગ કરે. ૩૦૧
ટીકાર્થ હે સાધુ! તમે તમ અંધકારમાં ભિક્ષા લેવા ઇચ્છતા નથી, તેથી બહાર ચુલ્લી ઉપર અમે'મત્ર' અન્નને એટલે ભક્તને “સિદ્ધ રાંધ્યું છે. તિ' એ પ્રમાણે સાંભળીને (સાધુ) તેણીએ દેવાતું દ્રવ્ય ત્યાગ કરે. કેમકે તે પ્રાદુષ્કરણદોષથી દુષ્ટ છે. તથા પ્રાદુષ્કરણની શંકા થયે છતે શા માટે આ આહાર આજે ઘરની બહાર પકાવ્યો છે ? એમ સાધુએ પૂછે સતે તેણીએ સરળપણાને લીધે યથાર્થ કહે સતે તે જ પ્રમાણે ત્યાગ કરે. આટલું કહેવા વડે પૂર્વની (૧૯૮૪મી) ગાથામાં કહેલ “સંમળ’ એ અવયવની વ્યાખ્યા કરી ૩૦૧
શંકાઃ સંક્રામણા વડે કરેલો આ આહાર કોઈપણ પ્રકારે કહ્યું કે ન કહ્યું? ઉત્તરઃ (એ રીતે ગૃહસ્થ) તે આહારનું પ્રાદુષ્કરણ જો પોતાને માટે કરેલ હોય તો તે આહાર
કલ્પ.
શંકા તે પ્રાદુષ્કરણનું પોતાને માટે કરવું કેમ સંભવે? તે ઉપર ઉત્તર આપે છે કે - म.०- मच्छिय धम्मा अंतो, बाहि पवायं पगासमासन्नं ॥
इय अत्तट्ठियगहणं पागडकरणे विभासेयं ॥३०२॥ , મૂલાર્થ ઘરની અંદર માખીઓ અને ઘામ-ઉકળાટ છે, તથા બહાર ઘણો પવન, પ્રકાશ અને સમીપપણું પણ છે, એમ વિચારીને (તે આહારનું પ્રાદુષ્કરણ) પોતાને માટે કર્યું હોય તો તે (આહાર) ગ્રહણ કરવો. આ પ્રાદુષ્કરણ (પ્રકટ કરવા)માં એ વિભાષા (વિકલ્પ) છે. [૩૦રો.
ટીકાર્થ સાધુને માટે પહેલાં પાકસ્થાનથી) બહાર ચૂલો વગેરે કરીને કોઈ શ્રાવિકા એમ ચિંતવે કે - ઘરની અંદર માખીઓ અને ધામ છે. એ ઉપલક્ષણથી “અંધકાર છે અને પાકિસ્થાનથી ભોજનસ્થાન દૂર છે' ઇત્યાદિ પણ લેવું. વળી બહાર સારો પવન હોવાથી માખી વગેરે પણ ન હોય તથા પ્રકાશ છે અને પાકસ્થાનથી ભોજનસ્થાન નજીક છે તેથી અમે પોતાના માટે પણ હંમેશાં અહીં જ રાંધશું. એ પ્રમાણે (તે ચૂલો વગેરે) પોતાના અર્થે કરે સતે (સાધુને) લેવું કહ્યું. એ પ્રમાણે તાત્પર્ય છે. આ પ્રકટીકરણમાં કથ્ય અને અકથ્ય સંબંધી આ વિભાષા-વિકલ્પ છે. //૩૦રા
હવે પ્રકાશકરણને સ્પષ્ટ કરતા સતા કુટRTS' (ગા. ૨૯૮) ઇત્યાદિ પદની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org