________________
॥ ચુલ્લીપ્રકાર અને તદાશ્રયી દોષો ।।
(૨૦૯
તો તે પણ કલ્પે છે. પરંતુ જ્યોતિઃ અને પ્રદીપનો ત્યાગ કરવો. એટલે કે - (અંધકારમાં રહેલા તે દ્રવ્યને) એ બેના પ્રકાશ વડે પ્રકટ કરેલું હોય અને (તેને) ગૃહસ્થે પોતાના તરીકે કલ્પી લીધું હોય તો પણ તે ન કલ્પે. કેમકે- તેમાં તેજસ્કાયદીપ્તિનો સ્પર્શ છે. હવે સાધુના પાત્રને આશ્રયીને વિધિ કહે છે : અહીં સહસાત્કારાદિથી પ્રાદુષ્કરણદોષથી વ્યાપ્ત એવું ભક્ત અથવા પાનક કોઈપણ પ્રકારે ગ્રહણ થઈ જવા પામ્યું હોય તો તેનો પરિભોગ કર્યા (વાપર્યા) પહેલાં તથા આ ઉપલક્ષણ હોવાથી અર્ધું વાપર્યું હોય તો પણ (બાકીનું) પરઠવીને (પરઠવ્યા બાદ પણ પાત્રને) ઉધરેલા-પાત્રમાં રહી જવા પામેલા કણિયાના લેપાદિક વડે ખરડાયેલાં પણ તે પાત્રમાં ‘i' જળથી ધોવા રૂપ કલ્પને કર્યા વિના પણ બીજું શુદ્ધ દ્રવ્ય લેવું કલ્પે છે ।।૨૯૮-૨૯૯
આ જ બે ગાથાનું વિવરણ કરવાને ઇચ્છતા ગ્રંથકાર પ્રથમ ચૂલ્લી સંક્રમણને આશ્રયીને પ્રકટીકરણને સ્પષ્ટ કરે છે.
मू.० - संचारिमा य चुल्ली, बांहि व चुल्ली पुरा कया तेसिं ॥ तहि रंधति कयाई, उवहीपूई य पाओ य ॥ ३००॥
મૂલાર્થ : સંચારિમા (અન્યત્ર લઈ જઈ શકાય તેવી) ચુલ્લી, તથા સાધુને ઉદ્દેશીને પહેલેથી જ બહાર કરેલી ચુલ્લી તથા તે વખતે કરેલી ચુલ્લી એમ ત્રણ પ્રકારની ચુલ્લી છે. તેમાં કદાચ ગૃહસ્થો રાંધે તો ઉપધિપૂતિ અને પ્રાદુષ્કરણ એ બે દોષ લાગે ।।૩૦/
ટીકાર્થ : અહીં ચુલ્લી ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે : એક તો સંચારિમા એટલે કે – જે ઘરની અંદર હોય તો પણ બહાર લાવી શકાય. અહીં ‘વ' શબ્દ છે તેથી તે પણ આધાકર્મિકી જાણવી. તે સાધુઓને નિમિત્તે પહેલેથી જ બહાર જ કરી રાખી હોય તે બીજી ચુલ્લી. અથવા ‘વ’ શબ્દ થકી તે વખતે સાધુને નિમિત્તે જે બહાર કરી હોય તે બીજી ચલ્લી જાણવી. તેમાં જો કદાચ તે ત્રણ ચુલ્લીમાંથી કોઈ પણ ચુલ્લી ઉપર ગૃહસ્થો રાંધે તો બે દોષ લાગે છે. તે આ પ્રમાણે - ઉપકરણપૂતિ અને પ્રાદુષ્કરણ : વળી જ્યારે તે દેવાલાયક વસ્તુને જ્યારે ચુલ્લી થકી જુદી કરી હોય - ચુલ્લી ઉપરથી ઉતારી મૂકી હોય ત્યારે માત્ર પ્રાદુષ્કરણરૂપ એક જ દોષ લાગે છે. પણ પૂતિદોષ તો દૂર થયો. જ્યારે ચુલ્લીઓ પણ શુદ્ધ હોય ત્યારે પણ પ્રાદુષ્કરણરૂપ એક જ દોષ રહે છે ।।૩૦૦
ગૃહસ્થ સ્ત્રીએ જે (સાધુ)ને માટે પ્રાદુષ્કરણ કર્યું છે, તે સાધુને ભિક્ષાને માટે પોતાના ઘર તરફ આવતા જોઈને તે સ્રી ઋજુપણાને લીધે જે બોલે છે તે કહે છે :
मू. ० - नेच्छह तमिसम्मि तओ, बाहिरचुल्लीए साहु सिद्धणे ॥ इय सोउं परिहर पुट्ठे सिद्धम्मि वि तहेव ॥ ३०९ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org