________________
૨૦૮)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II. કરવાથી શું ફળ છે? એમ ધારીને હવે અમે માયા કરતા નથી.” તે સાંભળીને તેણીએ વિચાર્યું કે - “અહો ! આ સાધુ ધર્મરહિત અને મહાપાપી છે, કે – જે તેવા (ઉત્તમ) સાધુને પણ નિંદે છે.” એમ વિચારીને તેણીએ તેને રજા આપી. વળી આવા પ્રકારની ઘણી ભક્તિવાળી સ્ત્રી સાધુદાન માટે પ્રાદુષ્કરણ - ખુલ્લી રીતે કરવાનું પણ કરે, તેથી પ્રાદુષ્કરણનો પણ સંભવ છે. ર૯રથી ૨૯ હવે તે જ પ્રાદુષ્કરણને બે ગાથાવડે કહે છે : मू.०- पाओकरणं दुविहं, पागडकरणं पगासकरणं च ॥
पागड संकामण कुड्डदारपाए य छिन्ने य ॥२९८॥ रयणपइवे जोई, न कप्पइ पगासणा सुविहियाणं ॥
अत्तट्ठि अपरिभुत्तं, कप्पइ कप्पं अकाऊणं ॥२९९॥ મૂલાર્થઃ પ્રાદુષ્કરણ બે પ્રકારે છે : પ્રકટકરણ અને પ્રકાશકરણ. તેમાં પ્રકટ એટલે સંક્રામણવડે પ્રકટ કરવું તે, અને પ્રકાશકરણ એટલે ભીંતમાં દ્વાર પાડવાવડે, અથવા ભીંતને મૂળથી છેદવાવડે (૨૯૮) અથવા રત્નવડે, પ્રદીપવડે, જ્યોતિવડે, પ્રકાશ કરાવો તે., આ પ્રમાણે પ્રકાશન સાધુને કલ્પ નહિ, પણ ગૃહસ્થ પોતાને માટે કર્યું હોય તો કહ્યું. તથા વળી (દોષવાળો આહાર પાત્રમાં આવ્યો હોય તો) વાપર્યા પહેલાં પરઠવવો, પછી તેમાં ત્રણ કલ્પ કર્યા વિના પણ (લેવો) કલ્પ ૨૯થી
ટીકાર્થ : પ્રાદુષ્કરણ બે પ્રકારે છે, તે આ પ્રમાણે - પ્રકટકરણ અને પ્રકાશકરણ : તેમાં પ્રટRM' અંધકારમાંથી દૂર કરીને બહાર પ્રકાશમાં સ્થાપન કરવું, તથા પ્રાર’ (અંધકારવાળા) સ્થાનમાં જ રહેલા (ઓદનાદિ દ્રવ્યને) ભીંતમાં છિદ્ર (બાકું) કરવા વડે પ્રકટ કરવું. આ અર્થને જ કહે છે. તેમાં પ્રકટકરણ એટલે (ઓદનાદિ દ્રવ્યને) અંધકારમાંથી બીજે ઠેકાણે સંક્રમાવવા વડે (લઈ જવા વડે) પ્રગટ કરવું તે (તથા પ્રકાશકરણ એટલે) ‘સુદામપાપ' ઇત્યાદિ અહીં સર્વત્ર તૃતીયાના અર્થમાં સપ્તમી વિભક્તિ કરી છે. ભીંતમાં દ્વાર પાડવા વડે એટલે છિદ્ર પાડવા વડે અથવા મૂળથી જ ભીંતને છેદવા વડે એટલે કે – જે ભીંતવડે અથવા ભીંતના એક દેશ વડે અંધકાર હતો તેને મૂળથી જ દૂર કરવા વડે (એટલે ભીંત પાડીને પ્રગટ કરવું) અહીં ‘વ’ શબ્દ છે તેથી બીજું દ્વાર કરવા (એટલે નવું બારણું મૂકવા) વડે ઇત્યાદિકનું ગ્રહણ કરવું તથા ‘સેન' પારાગાદિક રત્ન વડે ‘પ્રવીપેનઆનો અર્થ પ્રસિદ્ધ છે. એટલે કે-દીવા વડે ‘ક્યોતિષા' સળગતા અગ્નિ વડે તેમાં આ પ્રમાણે પૂર્વોક્ત કારણો દ્વારા) કરેલી (ઓદનાદિક દ્રવ્યની) પ્રકાશના સાધુને કહ્યું નહિ. આનો ભાવાર્થ એ છે કે – પ્રકાશ કરવા વડે અને પ્રકટ કરવા વડે જે ભક્તાદિક અપાય તે સાધુઓને કહ્યું નહિ. હવે તેમાં જ અપવાદને કહે છે: 'દૃિ ઉત્ત' (તે પ્રકટીકરણ અથવા પ્રકાશકરણ) ગૃહસ્થ પોતાને માટે કર્યું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org