________________
| પ્રાદુષ્કરણકાર અને તેનો સંભવ છે
(૨૦૭ સાધુ નીચા દ્વારવાળા ઘરમાં ભિક્ષાને ઇચ્છતા નથી. જો તું મને પૂછે કે – તમે કેમ ગ્રહણ કરી? તો કહું છું કે - હું તો લિંગોપજીવી છું (૨૯૬) સાધુના ગુણ અને એષણા કહેવાવડે ખુશી થયેલી તેણીએ તેને ભક્તપાન આપ્યું. તેના ગયા પછી ત્રીજો સાધુ આવ્યો, તે પૂછવાથી બોલ્યો કે – એઓ તો માયાવડે ચાલે છે. અમે તો વ્રતનું જ આચરણ કરીએ છીએ. //ર૯શા
ટીકાર્થ : કોઈક શ્રાવિકા “મનાર' સાધુ એકલવિહારી “નોવિજ્ઞોત્તમાં' અહીં ઉત્તમાંગ (મસ્તક) શબ્દ કરીને મસ્તક પર રહેલા કેશ કહેવાય છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે કરવાનો લોચ કરવાવડે જેના મસ્તકના કેશ વિરલ છે એવા, તપથી કૃશ થયેલા (કૃશ શરીરવાળા), મળવડે કલુષિત (મલીન) શરીરવાળા, યુગ (ધોંસરા) પ્રમાણ દૂર રાખી છે દૃષ્ટિ જેણે એવા અત્વરિત અચપળ અને પોતાના ઘેર આવતા સાધુને જોઈને સંવેગ પામી. તેથી તે સ્ત્રી ઘરની મધ્યે ઘણું ભક્તમાન ગ્રહણ કરીને ઘરમાંથી બહાર નીકળી. તે સાધુ પણ નીચા દ્વારવાળા આ ઘરમાં મારે એષણાની શુદ્ધિ નથી. એમ જાણીને તે સ્થાનથી નીકળી ગયા. તે નીકળી ગયે સતે ગ્રહણ કરેલા ભક્તપાનવડે પોતાને અપ્રિય થયું. હોય તેમ તે સ્ત્રી ઉભી રહી. આ અવસરે ચરણકરણમાં આળસુ બીજા કોઈ સાધુ તે ઘરમાં ભિક્ષા લેવા આવ્યા. ત્યારે તેણીએ તે ભિક્ષા તે સાધુને આપી. તે ભિક્ષા ગ્રહણ કરી ત્યારે તેણીએ તે સાધુને પૂછયું, “હે પૂજ્ય, હમણાં જ આવી કે તેવા સાધુ આવ્યા હતા, પરંતુ તેણે ભિક્ષા ગ્રહણ કરી નહિ, અને તમે ગ્રહણ કરી, તેમાં શું કારણ છે?” ત્યારે તે સાધુ “આ લોક સંબંધી કેવળ ભિક્ષાનો લાભ વગેરે અલ્પગુણવાળો છે અને પરલોક સંબંધી ધર્મ ઘણા ગુણોવાળો છે.” એમ વિચારીને રૂમ તો આ લોકથી પમાતા ભિક્ષા વગેરેનો ત્યાગ કરીને બોલ્યા કે – “નીચા દ્વારવાળા ઘરને વિષે એષણાસમિતિવડે યુક્ત એવા સાધુઓ ભિક્ષાને ઇચ્છતા નથી કેમકે – તેમાં અંધકાર હોવાથી એષણાની શુદ્ધિ હોતી નથી વળી તે પૂજ્ય સાધુ પણ એષણા સમિતિવાળા છે, તેથી તેણે ભિક્ષઆ ગ્રહણ ન કરી. તથા તેં મને પૂછયું કે – તમે ભિક્ષા ગ્રહણ કરી તેનું શું કારણ? તેનો જવાબ એ છે કે – હું તો લિંગ માત્રથી (કેવળ વેષથી) જ આજીવિકા કરનાર છું, પણ સાધુના ગુણે કરીને યુક્ત નથી.” ત્યારપછી તેણે સાધુના ગુણોને અને એષણાને આગમમાં કહ્યા પ્રમાણે કહી બતાવ્યા. તે સાંભળીને તે સ્ત્રી પોતાના ચિત્તમાં વિચારવા લાગી કે – “અહો! આ જગતમાં પોતાના દોષ પ્રકટ કરવા અને બીજાના ગુણ ગાવા એ અતિ દુષ્કર કાર્ય પણ આ સાધુએ કર્યું.” એમ વિચારીને તેણીએ તેની અતિશય ભક્તિ કરી અને ઘણું ભક્તમાન “તિપડું' અર્થાત્ આપ્યું. હવે તે સાધુ પણ ગયા. ત્યારપછી અન્ય (ત્રીજો) કોઈક દીર્ધસંસારના પરિભ્રમણના ભયને નહિ ગણતો અને ધર્મરહિત એવો સાધુ આવ્યો. તેને પણ ભિક્ષા આપીને તેણીએ તે જ પ્રમાણે પૂછ્યું, ત્યારે તે પાપી બોલ્યો કે તેઓ આવા પ્રકારની “સુક્ષુ' માયાવડે વિચરે છે. તેથી તારા ચિત્તને વશ કરવા માટે તેણે માયાકપટથી ભિક્ષા ગ્રહણ કરી નહિ. યાવતું તેમાં તે ભિક્ષા ગ્રહણ કરવામાં) દોષ નથી. આવા ઘણાં માયા કપટવાળાં વ્રતો અમે પણ પહેલાં આચર્યા હતા પણ હવે અમે વિચાર્યું કે - “માયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org