________________
ઉત્સર્પણરૂપ સૂમપ્રાભૃતિકા /
(૨૦૩ (હમણાં તો) હું આ 7 રૂની પૂણીને કાંતુ છું. અહીં ‘ઋનિ' એ જ ૩પવેદને' (કુ ધાતુ ઉપવેન અર્થમાં છે) એ ધાદિગણના ધાતુનો પ્રયોગ કર્યો છે. તેથી-પછી હું તને આપીશ.માટે તું રડ નહિ. આ અવસરે-એવામાં જો આવી ચઢેલ સાધુ (તે વાતો સાંભળે તો તે ઘેર જાય નહિ, અર્થાત ત્યાં ભિક્ષાને ગ્રહણ કરે નહિ. કેમકે સાધુને નિમિત્તે બાળકને ભોજન આપવું અને ત્યારપછી હાથ ધોવા ઇત્યાદિરૂપ આરંભ ન થાઓ. એટલે કે – સ્ત્રી સાધુને માટે ઊઠી સતી બાળકને પણ ભોજન આપે, અને ત્યાર પછી હાથ ધોવા વગેરે વડે અપકાયાદિકનો નાશ કરે. અહીં રૂની પૂણી કાંતવાનું સમાપ્ત થયા પછી બાળકને ભોજન આપવાનું અંગીકાર કર્યો સતે સાધુને નિમિત્તે પહેલાં ઉઠવા વડે જે પહેલાં જ બાળકને ભોજન આપવું તે અવસર્પણ કહેવાય છે. (૩૫) અથવા તો કાંતવાનું કરતી ગૃહસ્થ સ્ત્રી ભોજનને માગતા પુત્ર પ્રત્યે કહે કે “નાથ” બીજા પ્રયોજન વડે હું ઊઠી સતી તવાપ' તને પણ વિકમપિ' કાંઈક ખાદિમાદિ આપીશ. આવા સમયે આવેલા સાધુ એ પ્રમાણે સાંભળીને તેનો ત્યાગ કરે. અથવા તો ગૃહસ્થ સ્ત્રીના તેવા પ્રકારનાં વચનને સાંભળ્યા વિના પણ સાધુ આવ્યું તે બાળક પોતાની માતાને કહે કે – “હવે તું કેમ ઊભી નહિ થાય? જો, આ સાધુ આવ્યા છે, તેથી તારે જરૂર ઊઠવું પડશે. અને તેમ થવાથી (ઉઠવાથી) સાધુના પ્રભાવથી અમે પણ ભોજન પામશું.” આ પ્રમાણે બાળકનું વચન સાંભળીને “મને અવસર્પણરૂપ સૂક્ષ્મ પ્રાભૃતિકાદોષ ન થાવ' એમ સમજીને તેણીએ અપાતું ભોજન સાધુએ ત્યાગ કરવું ૩el (ભાષ્ય) હવે ઉત્સર્પણરૂપ સૂક્ષ્મ પ્રાકૃતિકાને બે ગાથાવડે કહે છે : मू.०- मा तव झंख पुत्तय ! परिवाडीए इहेहि सो साहू ॥
एयस्स उठ्ठिया ते, दाहं सोउं विवज्जेइ ॥२८६॥ अहवा-अंगुलियाए घेत्तुं, कड्ढइ कप्पट्ठओ घरं जत्तो ॥
किं ति कहिए न गच्छड् पाहुडिया एस सुहुमा उ ।।२८७॥ મૂલાર્થ: હે પુત્ર! તું વારંવાર ન બોલ. અહીં પરિપાટી (ક્રમ) વડે તે સાધુ આવશે. તેથી તેને માટે ઉઠેલી હું તને આપીશ. આવું વચન સાંભળીને સાધુ તેનો ત્યાગ કરે. ૨૮૬lી અથવા-તે બાલક સાધુને આંગળી વડે ગ્રહણ કરીને જ્યાં પોતાનું ઘર છે ત્યાં ખેંચે (ત્યારે સાધુ તેને પૂછે કે – ) આ શું? ત્યારે તેણે યથાર્થ કહ્યું સતે તે સાધુ ત્યાં ન જાય. આ સર્વ સૂક્ષ્મ પ્રાકૃતિકા જાણવી. ૨૮૭થી
ટીકાર્થ અહીં કોઈ ગૃહસ્થસ્રી ભોજન માગતા પુત્રને કહે કે - હે પુત્ર, પ્રથમ (હમણાં) તું ઝંખ નહિ-વારંવાર ન બોલ. કેમકે-અહીં પરિપાટીએ-અનુક્રમે કરીને સાધુ આવશે. તેથી તેને માટે ઊઠી સતી હું ‘તે’ તને ભોજન આપીશ. આ અવસરે આવેલા સાધુ આવું વચન સાંભળી તે (ઘર)નો ત્યાગ કરે. કેમકે ઉત્સર્પણરૂપ સૂક્ષ્મ પ્રાભૃતિકાદોષ ન થાય માટે, અહીં (પુત્રને માટે) પહેલા (વહેલા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org