________________
૨૦૨)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. ટીકાર્થ: પ્રાકૃતિકા બે પ્રકારની છે, તે આ પ્રમાણે : બાદર અને સૂક્ષ્મ તે એક એક પણ બે પ્રકારની છે. તે આ પ્રમામે - અવધ્વષ્કણ અને ઉતથ્વષ્કણે કરીને (બે પ્રકારની છે) અહીં સૂત્રમાં આર્ષપ્રયોગને લીધે વિભક્તિનો લોપ છે. તેમાં *વષ્ય' (અપસર્પણ) પોતાના કાર્યમાં પ્રાપ્ત થતા અમુક કાળની અવધિની પહેલાં (કાય) કરવું તે, તથા “સ્થા ' (ઉત્સર્પણ) કાર્યની નિયતવેળા પછી કાર્ય કરવું છે. તેમાં (પ્રથમ) બાદર પ્રાકૃતિકાના વિષયને કહે છે: ‘બ્લટ્ઝ સમોસરણે' અહીં સિદ્ધાંતની પરિભાષાએ કરીને ‘વવું' એટલે નાની દીકરી કહેવાય છે, તે પુત્રી સંબંધી આ ઉપલક્ષણ છે. તેથી પુત્રાદિ સંબંધી વિવાહનું અવqષ્કણ (વહેલાપણું) કે ઉર્ધ્વષ્કણ (મોડાપણું) સમવસરળ' સાધુ સમુદાયના વિષયમાં કરવું તે. આનો ભાવાર્થ આ પ્રમાણે – યોગ્ય વિહારના ક્રમે આવેલા સાધુસમુદાયને જોઈને કોઈક શ્રાવક વિચાર કરે કે “જોશીએ કહેલા વિવાહના દિવસે જો વિવાહ કરાય, તો સાધુસમુદાય વિહારના ક્રમ વડે તે દિવસની પહેલાં જ વિહાર કરી જશે (અને) તેથી વિવાહ સંબંધી મારા મોદકાદિક કે ચોખાના ધોણનું પાણી વગેરે કોઈપણ ઉપકારી (સફળ) થશે નહિ.” આ પ્રમાણે વિચારીને તે શ્રાવક વિવાહનો ઉત્વસ વહેલો (આપેલા મુહૂર્તની પહેલાં) કરે, અથવા તો “મોટો સાધુસમુદાય યોગ્ય વિહારના ક્રમે આવતો સંભળાય છે, અને મારે ઘેર વિવાહ તો તેમના આવ્યા પહેલાં થઈ જશે. તેથી તેઓને મારું (મોદકાદિક ભોજન) કાંઈ પણ ઉપકારક થશે નહિ એમ વિચારીને પછી (મોડો) વિવાહ કરે. વિવાહનું આ અવષ્પષ્કરણ કે ઉસ્વસ્કરણ કરીને જે ભક્તાદિ રંધાય છે, તે બાદર પ્રાકૃતિકા કહેવાય છે. //ર૮પમાં હવે અપસર્પણરૂપ સૂક્ષ્મ પ્રાકૃતિકાને ભાષ્યકાર બે ગાથાવડે કહે છે :
कंतामि ताव पेखें, तो ते देहामि पुत्त ! मा रोव ॥ तं जइ सणेइ साहू, न गच्छए तत्थ आरंभो ॥३५॥ अन्नट्ठ उठ्ठिया वा, तुब्भ वि देमि त्ति किंपि परिहरति ।
વિશદ રા િન િિહતિ ? સાસુમાવે નઈમામો રૂદ્દા (મ.) મૂલાર્થઃ હું રૂની પૂણી કાંડું છું, તેથી તેને પછી આપીશ. માટે હે પુત્ર ! તું રડ નહિ. આવા વચનને જો સાધુ સાંભળે તો ત્યાં આરંભ હોવાથી ન જાય. ૩પ અથવા તો “અન્ય કાર્યને માટે ઉઠેલી હું તને પણ કાંઈક આપીશ.” (એવું વચન સાંભળીને પણ સાધુ તેનો) ત્યાગ કરે. અથવા તો (પુત્ર બોલે કે –) કેમ હવે તું નહિ ઊઠે ? સાધુના પ્રભાવથી અમે પણ પામશું. ૩૬ll (ભાષ્ય)
ટીકાર્થઃ કાંતવાનું કામ કરતી કોઈ સ્ત્રી ભોજનને માગતા પોતાના પુત્રને કહે કે – પ્રથમ તો
*લગ્નાદિ કાર્યમાં મુહૂર્ત નક્કી કર્યું હોય તેને વહેલું કરવું તે અવધ્વષ્ક અને મોડું કરવું તે ઉતધ્વષ્કણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org