________________
૨૦૦)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , મૂલાર્થ: આહાર માગ્યો, પ્રતિજ્ઞા કરી. બીજે ઠેકાણે ક્ષીર પ્રાપ્ત થયું પ્રયોજન છતે ગ્રહણ કરીશ. ઋણથી ભય પામેલી સ્ત્રીએ કાલે દહીં કરીને આપીશ એમ વિચારીને સ્થાપન કર્યું. ૨૮૧ાા અથવા નવનીત, મંથુ અને તક્ર સુધી પોતાને માટે સ્થાપન કરેલાને સાધુ ગ્રહણ કરે. પણ ઘીને દેશોન પૂર્વકોટિ સુધી ગ્રહણ ન કરે તથા કુસુણિતને પણ યાવત્કાલ સુધી સ્થાપના જાણવી. ર૮રો
ટીકાર્થઃ “શ્મ રિ' કોઈક સાધુએ કોઈ ગૃહસ્થ સ્ત્રી પાસે ક્ષીર (દૂધ) માગ્યું. ત્યારે તેણીએ જણાવ્યું કે – ક્ષણવાર પછી આપીશ અને સાધુએ અન્ય ઠેકાણે અન્ય ક્ષીર પ્રાપ્ત કર્યું, ત્યારપછી પ્રથમ યાચના કરાયેલ ગૃહસ્થ સ્ત્રીએ દૂધ પ્રાપ્ત થયે સતે તે સાધુને કહ્યું કે - “હે પૂજય! આ દૂધ આપ ગ્રહણ કરો. ત્યારે સાધુએ કહ્યું કે “મેં બીજે ઠેકાણે દૂધ પ્રાપ્ત કર્યું છે, તેથી જો ફરીથી ભારે પ્રયોજન હશે, તો “સ્થી’ હું ગ્રહણ કરીશ.” એમ કહ્યું સતે તે ગૃહસ્થ સ્ત્રીએ ઋણથી ભય પામી હોય તેમ તે દૂધનો પોતે ઉપભોગ કર્યો નહિ, પરંતુ એમ વિચાર કર્યો કે “શ:' “આવતીકાલે આનું દહી કરીને હું (તે સાપુને) આપીશ.” આ પ્રમાણે વિચારીને તેણીએ તે (દૂધ) સ્થાપન કર્યું. પછી બીજે દિવસે તેનું દહીં થયું તેને પણ સાધુએ ગ્રહણ કર્યું નહિ, ત્યાર પછી તે દહીંનું નવનીત (માખણ) અને તક્ર-છાશ થયું, અને નવનીતનું પણ ઘી કર્યું. અહીં ક્ષીર વગેરે સર્વ પણ સ્થાપના દોષથી દુષ્ટ હોવાની સાધુને કહ્યું નહિ ૨૮૧ અથવા તો ક્ષીરથી આરંભીને નવનીત, મસ્તુ-મઢો અને તક સુદી આ સર્વ પદાર્થો પોતાને માટે કરેલા હોય એટલે કે – સાધુ ભલે ગ્રહણ ન કરો, મારા કુટુંબને આ કામ લાગશે. એ પ્રમાણે પોતાની સત્તાવાળાં ક્ય હોય તો તેને સાધુઓ ગ્રહણ કરે. પરંતુ ઘી તો (ગૃહસ્થીએ) પોતાને માટે કર્યું હોય તે પણ તે તેજસ્કાયના આરંભને લીધે આધાકર્મ છે તેથી (સાધુને) ન કહ્યું. અને ઘી તો સ્થાપન કરેલું સતું ત્યાં સુધી ઘટે (રહે) કે – જ્યાં સુધી દેશોના પૂર્વકોટિ જાય. તે આ પ્રમાણે : પૂર્વકોટિના આયુષ્યવાળા આઠ વર્ષની વયવાળા કોઈ સાધુએ પૂર્વ કોટિના આયુષ્યવાળી કોઈ ગૃહસ્થ સ્ત્રી પાસે ઘી માગ્યું. ત્યારે તેણીએ કહ્યું કે – “ક્ષણવાર પછી આપીશ” અને સાધુએ બીજે ઠેકાણેથી ઘી પ્રાપ્ત કર્યું, ત્યારે ઋણથી ભય પામી હોય તેમ તેણીએ તે ઘી જયા સુધી સાધુનું આયુષ્ય હતું ત્યાં સુધી રાખી મૂક્યું. ત્યાર પછી તે સાધુ મરણ પામે સતે તે ઘીનો અન્યત્ર (બીજા સાધુમાં) ઉપયોગ કર્યો. તેથી તે (બીજા સાધુને) સ્થાપના નથી. અહીં આઠ વર્ષની વય થયા પહેલાં અને પૂર્વકોટિની પછી ચારિત્ર હોતું નથી, અને ચારિત્રીને આશ્રયીને સ્થાપના દોષ છે, તેથી દેશોના પૂર્વકોટિ એમ કહ્યું, એ જ પ્રમાણે ગોળ વગેરે અવિનાશીદ્રવ્યનું પણ જેમ ઘટે તેમ સ્થાપનાકાળનું પરિમાણ જાણવું. ‘સુવે fપ' ત્તિ કુસુણિત પણ એટલે કરંબાદિકપણે કરેલું દ્રવ્ય પણ જેટલા કાળ સુધી અવિનાશી હોય તેટલા કાળ સુધી તેની સ્થાપના જાણવી. ત્યારપછી તે કોહી જવાપણું હોવાથી તેનો ત્યાગ જ થાય છે, એ ભાવાર્થ છે. ૨૮૨
આ પ્રમાણે પરંપરાસ્થાપિત ક્ષીરાદિક કહ્યું. હવે પરંપરાસ્થાપિત ઇશુરસાદિકને પણ કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org