________________
છે વિકારી અને અધિકારી દ્રવ્યકથન છે.
(૧૯૯ ટીકાર્થ સાધુને નિમિત્તે સ્થાપન કરેલ તે એકેક એટલે સ્વસ્થાનગત અને પરસ્થાનગત (દ્રવ્યભોજન) બે પ્રકારનું જાણવું. તે આ પ્રમાણે ‘નંતરે' આંતરાના અભાવે એટલે વિકારરૂપ વ્યવધાનતેને વિકાર કરનાર જુદા દ્રવ્યના અભાવને વિષે અને ‘પરંપર વિકારની પરંપરાને વિષે. તેમાં કર્તાએ પોતાને માટે જે અવિકારી દ્રવ્ય એટલે ફરીથી જેનો વિકાર સંભવતો નથી, એવા દહીં, ગોળ વગેરે કર્યા હોય છે. કેમકે તેનો ફરીથી જેનો વિકાર સંભવતો નથી. તેવું દ્રવ્ય સાધુને નિમિત્તે સ્થાપન કર્યા હોય તે અનંતર એટલે અનંતરસ્થાપિત કહેવાય છે. આ ઉપલક્ષણ છે, તેથી કરીને ક્ષીરાદિક પણ જે દિને સાધુને નિમિત્તે સ્થાપન કર્યું હોય, તે જો તે જ દિવસે આપે તો તે દહીં વગેરે થઈ જવારૂપ) અન્ય વિકારને નહિ પામ્યું સસ્તું અનંતર સ્થાપિત જાણવું. પરંતુ તે જ ક્ષીર (દૂધ) સાધુને માટે રાખ્યું સતું દહીં વગેરે રૂપે પરિણામ પામતું સતું પરંપરાસ્થાપિત કહેવાય છે. એ જ પ્રમાણે ઇલુરસ વગેરે પણ તે જ દિવસે સ્થાપન કરેલું જો આપવામાં આવે તો તે અનંતર સ્થાપિત કહેવાય છે, અને કક્કબ-ઉકાળીને ગોળ બનાવવાની તૈયારીમાં હોવા જેવા ઘટ વગેરે રૂપાણાએ કરીને પરિણામ પામતું સતું પરંપરાસ્થાપિત કહેવાય છે. ર૭૯lી હવે વિકારી અને અધિકારી દ્રવ્યોને કહે છે : मू.०- उच्छुक्खीराईयं, विगारि अविगारि घयगुलाईयं ॥
__ परियावज्जणदोसा, ओयणदहिमाइयं वावि ॥२८०॥ મૂલાર્થઃ ઇક્ષુ, ક્ષીર વગેરે વિકારી દ્રવ્ય છે, અને ઘી, ગોળ વગેરે અવિકારી દ્રવ્ય છે, તથા પર્યાપાદન - રસ ગંધાદિ પલટાઈ જવાના દોષ થકી ભાત અને દહીં પણ વિકારી છે. ૨૮ના
ટીકાર્થઃ ઇશુ, ક્ષીર વગેરે વિકારી દ્રવ્ય છે. કેમકે – તેનો કક્કબાદિક અને દધ્યાદિક વિકારનો સંભવ છે, અને ઘી, ગોળ વગેરે તો અવિકારી છે. કેમકે – તેનો ફરીથી વિકાર થવાનો અસંભવ છે. તથા “મનદ્રધ્યાતિમપિ' ભક્ત અને દહીં વગેરે કરંબાદિરૂપ દ્રવ્ય પણ વિકારી છે. શી રીતે ? તે કહે છે : પર્યાપાદનના દોષથકી વિકારી છે. કેમકે – કરંબાદિક દ્રવ્ય રાખી મૂક્યું સતે અવશ્ય પર્યાપાદન થાય છે. એટલે કે - કોહી જાય છે. ઉતરી જાય છે, તેથી તે પણ વિકારી દ્રવ્ય છે. ૨૮ના
આ પ્રમાણે વિકારી અને અવિકારી દ્રવ્યો કહ્યાં. હવે પરંપરા સ્થાપિત ક્ષીરાદિકની ભાવના કરે
मू.०- उन्भट्ट परिन्नायं, अन्नं लद्धं पओयणे घेत्थी ॥
रिणभीया व अगारी, दहि त्ति दाहं सुए ठवणा ॥२८१॥ नवणीय मंथुतकं व, जाव अत्तट्ठिया व गिण्हंति ॥ देसूणा जाव घयं, कुसणियं पि जत्तियं कालं ॥२८२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org