________________
॥ સ્વસ્થાન અને પરસ્થાન સ્થાપના ॥
(૧૯૭
પ્રકારે છે. અનંતર અને પરંપર. તેમાં સાધુને નિમિત્તે જેનું સ્થાપન કર્યા સતા જુદા વિકારને પામશે નહિ. જેવા કે – ઘી વગેરે. તે અનંતરસ્થાપિત કહેવાય છે. અને ક્ષીરાદિક તો ‘પરંપર પરંપરાસ્થાપિત કહેવાય છે. તે આ પ્રમાણે ક્ષીર (દૂધ)ને સ્થાપન કર્યું સતું દહીં થાય છે, તે દહીં થઈને પછી માખણ થાય છે, તે માખણ થઈને પછી ઘી થાય છે. તેથી જ્યારે સાધુને નિમિત્તે ક્ષીર ધારણ કરીને છેવટ તેનું ઘી કરીને આપે છે, ત્યારે તે ક્ષીર પરંપરાસ્થાપિત થાય છે. એ જ પ્રમાણે બીજા ઇસુરસાદિક પણ જાણવા. તથા એક પંક્તિમાં સાથે રહેલા ત્રણ ઘરમાં (તે ત્રણેય ધરે) ગૃહસ્થના હાથમાં રહેલી ત્રણેય ભિક્ષાને વિષે ઉપયોગના અવકાશનો સંભવ હોવાથી એક સાધુ એક ભિક્ષાને સમ્યક્ ઉપયોગવડે ભાવતો (જોતો) સતો ગ્રહણ કરે છે, અને બીજો સાધુ તો બે ઘરને વિષે (બે ગૃહસ્થના) હાથમાં રહેલી બે ભિક્ષાને પિરભાવે છે - જોયા કરે છે. તેથી ત્રણ ઘરથી આગળ જ્યાં સુધી (તે ભીક્ષા) ગૃહાંતર (ચોથે ઘે૨) ન હોય ત્યાં સુધી તેનો સ્થાપના દોષ નથી. પરંતુ તે (એક પંક્તિના પણ) ગૃહાંતરે (ચોથે ઘે૨) તો સાધુને નિમિત્તે હાથમાં રહેલી ભિક્ષા હોય તે સ્થાપના કહેવાય છે. કેમકે તેમાં ઉપયોગનો અસંભવ છે. I૨૭૭ા
તેમાં આ જ ગાથાની વ્યાખ્યા કરવાને ઇચ્છતા ભાષ્યકાર પ્રથમ સ્વસ્થાનને કહે છે :
चुल्ली अवचुल्लो वा, ठाणसठाणं तु भायणं पिढरे ॥ साणाणम्मिय, भायणठाणे य चउभंगा ॥ ३४ ॥ ( भा. )
મૂલાર્થ : ચૂલો અથવા ઓલો એ સ્થાનરૂપ સ્વસ્થાન છે અને પિઠર (તપેલી) એ ભાજનરૂપ સ્વસ્થાન છે. તેમાં સ્થાનરૂપ સ્વસ્થાનને વિષે અને ભાજનરૂપ સ્વસ્થાનને વિષે ચાર ભાંગા થાય છે. 113011 (14)
ટીકાર્થ : સ્થાન બે પ્રકારે છે. તે આ પ્રમાણે - સ્થાનસ્વસ્થાન અને ભાજનસ્વસ્થાન. તેમાં જે સ્થાનરૂપ સ્વસ્થાન તે ચૂલો અથવા અવચૂલો એટલે ચૂલાનો જે ‘અવ’ પાછલો ભાગ તે અવચૂલઓલો કહેવાય છે. અહીં ‘રાનવંતાવિ’ ગણને લીધે ‘અવ’ શબ્દનો પૂર્વનિપાત અને અકારાંતપણું થયું છે. તેમાં ચલ્લીનો અર્થ (ફૂલો) પ્રસિદ્ધ છે. અને ‘અવચુલ્લ’ એટલે અવલ્ટક (ઓલો) આ બન્ને ઉ૫૨ રહ્યું સસ્તું ભક્ત રંધાય છે, તેથી (ભક્ત માટેનાં) આ બન્ને સ્થાનરૂપ સ્વસ્થાન છે. પરંતુ ભાજનરૂપ જે સ્વસ્થાન તે ‘પિર’ સ્થાલી (પાટીઓ તપેલી) કહેવાય છે. તેમાં સ્થાનસ્વસ્થાન અને ભાજનસ્વસ્થાનને વિષે (તેને આશ્રયીને) ચાર ભાંગા થાય છે, તે આ પ્રમાણે : ચૂલા ઉપર અને પિઠરને વિષે સ્થાપન કરેલું ૧, ચૂલા ઉપર સ્થાપન કરેલું પણ પિઠર ઉપર સ્થાપન કરેલું નહિ. (ચૂલા ઉપરથી જ સીધું) છબ્બકાદિકવાંસની છાબડી, સુંડલે, વગેરેને વિષે સ્થાપન કર્યું હોય ૨, ચૂલા ઉપર સ્થાપન કર્યું ન હોય, આ (ભક્તને કે ભક્તવાળા તે પિઠરને) ચૂલા અને ઓલા સિવાય બીજા પ્રદેશમાં સ્થાપન કરેલ હોય તે જાણવું ૩, ચૂલા ઉપર સ્થાપન કરેલ ન હોય તેમજ પિઠરમાં પણ સ્થાપન કરેલ ન હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org