________________
૧૯૬)
॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ
જુદા પુરુષો પાસે ગયેલું પણ તે સાધુને કલ્પે નહિ !૨૭૫ા
ટીકાર્થ : ‘ä’ સહસ્રવેધક વિષની જેમ યાવદર્થિક, પાખંડી અને સાધુના વિષયવાળું મિશ્રજાત પણ એક જણે બીજાને આપ્યું, તેણે પણ બીજાને આપ્યું એ પ્રમાણે હજારો પુરુષોના અંતરે ગયું હોય તો પણ તે સાધુના અતિવિશુદ્ધ ચારિત્રરૂપી આત્માને હણે છે, તેથી સહસ્રાંતરે ગયેલું પણ તે મિશ્ર સાધુને કલ્પે નહિ ॥૨૭૫મા
હવે સાધુને આશ્રયીને તેનો વિધિ કહે છે :
मू.० - निच्छोडिए करीसेण, वावि उव्वट्टिए तओ कप्पा ॥
સુધાવિત્તા ગિદ્દરૂ, અન્ને પત્ને અમુઘ્ન વિ ર૭૬॥
મૂલાર્થ : પાત્રને અંગુલિ વડે સાફ કરીને અથવા છાણના સૂકા અડાયા વડે સાફ કરીને પછી ત્રણ કલ્પ દેવા, પછી તડકામાં સુકવીને તેમાં શુદ્ધાન્ન ગ્રહણ કરવું. બીજા આચાર્ય કહે છે કે - ચોથો કલ્પ દીધે સતે સૂકવ્યા વિના પણ ગ્રહણ કરવું ૨૭૬॥
ટીકાર્થ : કોઈપણ પ્રકારે મિશ્ર ગ્રહણ કરાયું હોય, પછી તેનો ત્યાગ કર્યો સતે તે ભાજન ‘નિોટિà' અંગુલિ વગેરે વડે અવયવરહિત કર્યે સતે અથવા ‘પિરષેળ’ સૂકા છાણવડે (છાણાના અડાયા વડે) ઉટકી (સાફ કરી) નાખ્યે સતે પછીથી ત્રણ કલ્પ દેવા, અને ત્યારપછી તે ભાજનને તડકામાં સૂકવીને પછી તે પાત્રમાં અટન કરાય એટલે કે - શુદ્ધ અન્નને ગ્રહણ કરે. અન્યથા ગ્રહણ ન કરે. કેમકે - પૂતિદોષનો સંભવ થાય. બીજા આચાર્યો તો કહે છે કે - ચોથો કલ્પ દીધે સતે સૂકવ્યા વિના પણ ગ્રહણ કરે, તેમાં કોઈ દોષ નથી. આ (પાત્ર) પ્રક્ષાલનનો વિધિ સર્વત્ર અશુદ્ધ કોટિને
ગ્રહણ કરવામાં જાણવો. ૨૭૬॥
મિશ્રદ્વાર કહ્યું હવે સ્થાપનાદ્વાર કહે છે :
मू.०- सद्वाण परद्वाणे, दुविहं ठवियं तु होइ नायव्वं ॥
खीराइ परंपरए, हत्थगय घरंतरं जाव ॥ २७७॥
મૂલાર્થ : સ્વાસ્થાને અને પરસ્થાને એમ બે પ્રકારે સ્થાપના હોય છે, એમ જાણવું. તેમાં ક્ષીર (દૂધ) વગેરે ૫રં૫રાસ્થાપિત છે. તથા હાથમાં રહેલી ભિક્ષા એક પંક્તિના ત્રણ ઘર સુધી જ નિર્દોષ છે, સ્થાપના દોષના અભાવવાળી છે. ૨૭ના
ટીકાર્થ : સાધુને નિમિત્તે ઘી, ભોજન વગેરે સ્થાપન કર્યું હોય (રાખી મૂક્યું હોય) તે સ્થાપના બે પ્રકારે છે. તે આ પ્રમાણે : સ્વસ્થાનને વિષે અને પરસ્થાનને વિષે. તેમાં સ્વસ્થાન એટલે ફૂલો, ઓલો વગેરે અને પરસ્થાન એટલે ‘છવ્વાતિ' વાંસની છાબડી, સૂંડલો વગેરે તે દરેક પણ બબ્બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org