________________
| | પાખંડીમિશ્રજાત તથા સાધુમિશ્રભાત |
(૧૫ ‘મપ્રવતિ' (સર્વને પહોંચે તેટલું) પૂરતું નહિ હોવાથી ઘરનો નાયક આ પ્રમાણે કહે કે - આટલું રાંધવાથી સરશે નહિ, તેથી બીજું પણ અધિક નાંખીને તું રાંધ. આ પ્રમાણે સાંભળવાથી યાવદર્થિકમિશ્ર જાણવામાં આવે છે. તે જાણીને તેનો ત્યાગ કરવો. //ર૭રા હવે પાખંડીમિશ્ર અને સાધુમિશ્ર એ બેને કહે છે : म.०- अत्तट्ठा रंधते, पासंडीणं पि बिइयओ भणइ ॥
निग्गंथट्ठा तइओ, अत्तट्ठाए ऽवि रंधते ॥२७३॥ મૂલાર્થ : પોતાને માટે રંધાતે સતે પાખંડીને માટે પણ રાંધ એમ બીજો કહે, વળી પોતાને માટે રંધાતે સતે નિગ્રંથને માટે પણ રાંધ એમ ત્રીજો કહે. ૨૭૩
ટીકાર્થ: ‘માત્મા’ કુટુંબને માટે ઘરની સ્ત્રી ‘રાધ્યમ' રાંધતે સતે પૃદનાય.' યાવદર્ષિકમિશ્રની પ્રેરણા કરનાર ગૃહનાયકની અપેક્ષાએ બીજો ગૃહનાયક કહે કે – પાખંડીને માટે પણ અધિક નાંખ. તથા પોતાને માટે જ રંધાતે સતે ત્રીજો ગૃહનાયક બોલે કે – નિગ્રંથને માટે પણ અધિક નાંખ. આ પ્રમાણે સાંભળ્યું સતે પાખંડી મિશ્ર અને સાધુમિશ્રનું પણ જ્ઞાન થાય છે. ર૭૩ - હવે જે હજાર પુરુષોને આંતરે ગયેલું પણ મિશ્રજાતિ કલ્પ નહિ, એમ કહ્યું તે દષ્ટાંત વડે કહે
मू.०- विसघाइय पिसियासी, मरइ तमन्नो वि खाइउं मरइ ॥
इय पारंपरमरणे, अणुमरइ सहस्ससो जाव ॥२७४॥ મૂલાર્થઃ વિષવડે મરેલાના માંસને ખાનાર મરે છે, તેના માંસને ખાઈને બીજો પણ મરે છે, એ પ્રમાણે પરંપરાવડે મરણ થતાં હજારો મરણ પામે છે. ર૭૪ll
ટીકાર્થ : અહીં કોઈક વીંધી નાખનાર વિષ (કાલકૂટ) વડે મરણ પામ્યો હોય, તેના માંસને જે ખાય છે તે પણ મરે છે, તેના પણ માંસને જે ખાય છે તે પણ મરે છે, એ પ્રમાણે પરંપરાએ મરણ થયે સતે ત્યાં સુધી “મનુ પછીનો પછીનો મૃત્યુ પામે છે કે જયાં સુધી તે મરનારાઓ સંખ્યા વડે હજારો થાય આ પ્રમાણે સહસ્રવેધક વિષનો પ્રભાવ છે કે – જે હજારો સુધી મારે છે. એમ કહેવાનું તાત્પર્ય છે. [૨૭૪
मू.०- एवं मीसज्जायं, चरणप्पं हणइ साहु सुविसुद्धं ॥
तम्हा तं नो कप्पइ, पुरिससहस्संतरगयं पि ॥२७५॥ મૂલાર્થ તે પ્રમાણે મિશ્રજાત પણ સાધુના સુવિશુદ્ધ ચારિત્રાત્માને હણે છે. તેથી હજારો જુદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org