________________
છે મિશ્રજાતત્કાર કથન ||
(૧૯૩ સંઘભોજન હતું? અથવા તો શ્રાવિકાઓના સંલાપથી જાણવું. ર૭ળા
ટીકાર્થ : અહીં પ્રથમ શ્રાવકને ઘેર આવેલા સાધુએ તથા પ્રકારનું કાંઈક પણ સંખડી વગેરેનું ચિહ્ન જોઈને પૂતિદોષની શંકા થાય તો શ્રાવકની પાસે અને ઉપલક્ષણથી શ્રાવિકાદિકની પાસે નિપુણ પ્રશ્નપૂર્વક પૂછવું કે – તમારે ઘેર “તો વસેપુ' થોડા દિવસને મળે એટલે કે ઘણા દિવસો ગયા હોય તો પૂતિદોષ સંભવતો નથી, તેથી સ્ટોક (થોડા) દિવસનું ગ્રહણ કર્યું છે. અર્થાત્ થોડા દિવસ પહેલાં “સંs:' વિવાહાદિકા પ્રકરણ અથવા સંઘભોજન આપેલું હતું ? અથવા તો સંખડિમાં સાધુને નિમિત્તે કાંઈપણ કર્યું હતું? (એમ પૂછવાથી ખુલાસામાં જો સાધુને નિમિત્તે કર્યું જણાય તો) તે દિવસની પહેલાં ત્રણ દિવસ સુધી પૂતિ હોય છે, એમ જાણીને તેનો ત્યાગ કરવો. અને ત્યાર પછીના ચોથા, પાંચમા વગેરે દિવસમાં તે ગ્રહણ કરવા લાયક છે. અથવા તો કોઈક ઘેર પ્રશ્ન કર્યા વિના પણ સ્ત્રીઓના સંલાપ (વાતચીત)થી પૂતિ કે અપૂતિ જાણી લેવું, કેમકે – સ્ત્રીઓ છે તે પૂછયા વિના જ અન્યજનને ઉદ્દેશીને કહે છે કે – “અમારે ઘેર કાલે અથવા પરમ દિવસે (ક-તે પહેલાં) સંઘભોજન આપ્યું હતું, અથવા તો સંખડિ હતી અને સંખડિમાં સાધુને ઉદ્દેશીને ઘણું અશનાદિક કર્યું હતું.” આ પ્રમાણે તે સ્ત્રીઓના સંલાપને સાંભળીને પૂતિ જણાય તો ત્યાગ કરવો અને અપૂતિ જણાય તો ગ્રહણ કરવું ૨૭ળા આ પ્રમાણે પૂતિદ્વાર કહ્યું હવે મિશ્રજાત બાર કહે છે : मू.०- मीसज्जायं जावंतियं च, पासंडिसाहुमीसं च ॥
सहसंतरं न कप्पइ, कप्पइ कप्पे कए तिगुणे ॥२७१॥ મૂલાર્થ : મિશ્રજાત ત્રણ પ્રકારે છે : યાવદર્થિક, પાખડમિશ્ર અને સાધુમિશ્ર આ હજારના આંતરાવાળું હોય તો પણ ન કહ્યું, પરંતુ ત્રણ કલ્પ કર્યો સતે કહ્યું છે ..ર૭ના
ટીકાર્થ : મિશ્રજાત ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે : યાવદર્થિક, પાખંડીમિશ્ર, અને સાધુ મિશ્ર તેમાં જેટલા કોઈ ગૃહસ્થો અથવા અગૃહસ્થ ભિક્ષાચરો આવશે. તેઓનું પણ થશે (તેમને પણ આપશે) અને કુટુંબમાં પણ થઈ રહેશે. એની બુદ્ધિથી સામાન્ય કરીને ભિક્ષાચારોને યોગ્ય અને કુટુંબને યોગ્ય (ભોજન) એકઠું મેળવીને જે રાંધવામાં આવે તે યાવદર્થિક મિશ્રજાતિ કહેવાય છે, તથા જે કેવળ પાખંડીને યોગ્ય અને પોતાને કુટુંબને) યોગ્ય ભેગું કરીને રાંધવામાં આવે તે પાખંડમિશ્ર કહેવાય છે. વળી જે કેવળ સાધુને યોગ્ય અને પોતાને યોગ્ય એકઠું કરીને રાંધવામાં આવે તે સાધુમિશ્ર કહેવાય છે. અહીં પાખંડીઓને વિષે શ્રમણોનો અંતર્ભાવ (સમાવેશ) થાય છે એવી વિવફા હોવાથી શ્રમણમિશ્ર (એ ચોથો પ્રકાર) જુદો કહ્યો નથી. આ ત્રણેય પ્રકારનું) મિશ્રજાત “સહસ્ત્રાન્તરમપિ' હજારને અંતરે ગયું હોય તો પણ એટલે કે - જેણે (જે ગૃહસ્થે) મિશ્રજાત કરેલું હોય તેણે (તે ભક્ત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org