________________
૧૯૨)
II શ્રી પિંડનિતિગ્રંથનો અનુવાદ II અવયવ હોય છે, તેના વડે સ્પર્શ કરાયેલ શુદ્ધ અનાદિક પણ પૂતિ થાય છે ર૬થી
હવે દાતાના ઘરને અને સાધુના પાત્રને આશ્રયીને પૂતિ સંબંધી કષ્ણ અને અકલ્પના વિધિને કહે છે :
मू.०- पढमदिवसम्मि कम्मं, तिन्नि उ दिवसाणि पूइयं होइ ॥
पूईसु तिसु न कप्पइ, कप्पइ तइओ जया कप्पो ॥२६८॥ મૂલાર્થ: પહેલે દિવસે તો આધાકર્મ જ છે, બીજા ત્રણ દિવસ સુધી પૂતિ હોય છે. તે ત્રણ પૂતિને વિષે ન કહ્યું. તથા સાધુનું પાત્ર (તેને) જ્યારે ત્રીજો કલ્પ આપે ત્યારે તેમાં લીધેલ ભક્ત) કલ્પ છે માર૬૮.
ટીકાર્થ અહીં જે દિવસે જે ઘેર આધાકર્મ કર્યું હોય, તે ઘેર તે દિવસે '' આધાકર્મ પ્રકટ જ છે. બાકીના બીજા ત્રણ દિવસ સુધી પૂતિ થાય છે, એટલે કે તે ઘર પૂતિ દોષવાળું થાય છે. અને તેમાં ‘પૂતિપુ' પૂતિ દોષવાળા ત્રણ દિવસોને વિષે અને એક આધાકર્મને દિવસે એમ કુલ ચાર દિવસ સુધી તે ન કહ્યું. તથા સાધુનું પાત્ર પૂતિ થયે સતે તેની અંદર શુદ્ધ અશનાદિક પ્રહણ કરવાનું ત્યારે કહ્યું કે - જ્યારે તે પાત્રને એક, બે અને) ત્રીજો કલ્પ આપ્યો હોય, શેષ કાળે (એટલે કે એક યા બે કલ્પ જ કર્યા હોય અને ત્રીજો ન કર્યો હોય તે કાળે) પૂતિદોષનો સંભવ હોવાથી ન કલ્પે ર૬૮મા હવે આધાકર્મને અને પૂતિને જુદા જુદા પ્રતિપાદન કરીને (તેનો) ઉપસંહાર (સમાપ્તિ) કરે છે : मू.०- समणकडाहाकम्म, समणाणं जं कडेण मीसं तु ॥
"आहार उवहि वसही, सव्वं तं पूइयं होइ ॥२६९॥ મૂલાર્થઃ શ્રમણ (સાધુ)ને માટે કરેલું જે આધાકર્મ હોય છે, અને શ્રમણને માટે કરેલા આધાકર્મ વડે જે મિશ્ર આહાર, ઉપધિ. વસતિ તે સર્વ પૂતિ હોય છે. //ર૬ો.
ટીકાર્થઃ શ્રમણને અર્થે કરેલ જે આહાર, ઉપધિ, વસતિ વગેરે તે સર્વ આધાકર્મ કહેવાય છે. તથા વળી શ્રમણને માટે કરેલા આધાકર્મવડે મિશ્ર જે આહારાદિક હોય તે સર્વ પૂતિ કહેવાય છે. ||૨૬૯લા હવે તેનો જાણવાનો ઉપાય કહે છે : मू.०- सड्ढस्स थेवदिवसेसु, संखडी आसि संघभत्तं वा ॥
पुच्छित्तु निउणपुच्छं, संलावाओ वऽगारीणं ॥२७०॥ મૂલાર્થ ઃ શ્રાવકને નિપુણ પ્રશ્નપૂર્વક પૂછવું કે તમારે ઘેર થોડા દિવસ પહેલાં સંખડી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org