________________
|| ત્યાજ્યદ્રવ્યપૂતિનું પ્રતિપાદન
(૧૯૧ આ પ્રમાણે ઇંધનાદિકના અવયવની અપેક્ષાએ જે સૂક્ષ્મપૂતિ છે, તે ત્યાગ કરવા લાયક નથી. એમ પ્રતિપાદન કરીને હવે બાકીની ત્યાગ કરવા લાયક દ્રવ્યપૂતિનું પ્રતિપાદન કરે છે : પૂ. - સેસેદિક સલ્વેર્દિ, નવફર્થ છુસ તત્તયં પૂરું !
लेवेहिं तिहि उ पूई, कप्पइ कप्पे कए तिगुणे ॥२६६॥ મૂલાર્થ શેષ દ્રવ્યો વડે જેટલું સ્પર્શ કરાયું હોય તેટલું પૂતિ કહેવાય છે. તેથી ત્રણ લેપ વડે પૂતિ થાય છે, અને ત્રિગુણ (ત્રણ) કલ્પ કર્યો સતે તે કહ્યું છે. ૨૬૬ો
ટીકાર્થ : “શે: ઇંધનાદિકના અવયવ વિનાના શાક, લવણ વગેરે (દ્રવ્યો) વડે જેટલું એટલે સ્થાલી-તપેલી વગેરેના પ્રમાણવાળું દ્રવ્ય સ્પર્શ કરાયેલું હોય, તેટલા પ્રમાણવાળું તે પૂતિ કહેવાય છે. તથા ત્રણ લેપ વડે પૂતિ થાય છે. આનો ભાવાર્થ એ છે કે – (પ્રથમ) તપેલીમાં આધાકર્મ રાંધ્યું હોય, પછી તે તેમાંથી દૂર કર્યું કાઢી નાખ્યું) હોય અને તે દૂર કર્યું તે જે પાછળ ખરતા રહ્યા હોય, તે એક લેપ કહેવાય છે. ત્યાર પછી ત્રણ કલ્પ કર્યા વિનાની તે જ તપેલીમાં જે શુદ્ધ રાંધ્યું હોય તે પૂતિ છે, એ જ પ્રમાણે બીજી બે વાર (શુદ્ધ) રાંધેલું પણ પૂતિ છે. પરંતુ ચોથી વાર રાંધ્યું હોય તો તે પૂતિ નથી.
પ્રશ્નઃ જો પોતાને માટે ગૃહસ્થો તે તપેલીને (આધાકર્મના) સમગ્ર અવયવ દૂર કરવા માટે ત્રણ કલ્પ આપે તો શું સમજવું? તે પ્રશ્ન ઉપર ઉત્તર આપે છે કે તે તપેલીમાં શુદ્ધ રાંધેલું અનાદિક કહ્યું છે, પણ જો ‘ત્યે' પ્રક્ષાલન (ધોવાનું) “ત્રિાને ત્રણ સંખ્યાવાળું કર્યું સતે રાંધ્યું હોય તો (ત્રણ વાર તપેલીને ધોઈને તેમાં રાંધ્યું હોય તો તે કલ્પ છે) શેષ કાળે (ત્રણ વખત ન ધોયેલ કાળે) કલ્પ નહિ //ર૬૬ll આ વાતનું જ સમર્થન કરે છે : मू.०- इंधणमाई मोत्तुं, चउरो सेसाणि होति दव्वाई ॥
तेसिं पुण परिमाणं, तयप्पमाणाउ आरब्भ ॥२६७॥ મૂલાર્થ ઇંધનાદિક ચારને છોડીને શેષ દ્રવ્યો પૂતિ હોય છે, અને તેનું પરિમાણ ત્વપ્રમાણથી (ફોતરાથી) આરંભીને જાણવું. //ર૬૭ી.
ટીકાર્થઃ પૂર્વે કહેલા ઇંધનના અવયવ વગેરે ચારને મૂકીને બાકીના વ્યાધિ' અશન વગેરે દ્રવ્યો પૂતિ કરવામાં તત્પર જાણવા. અને શુદ્ધ અનાદિકને પૂતિ કરવાના વિષયમાં તેમનું પરિમાણ ત્વફ (ઉપરનું પડ - ફોતરૂ) પ્રમાણથી આરંભીને જાણવું, આનો ભાવાર્થ એ છે કે – આધાકર્મી તંડુલાદિકના ગંધ વગેરે ચારને મૂકીને બાકીના ફોતરાં રૂપ અવયવ માત્રને પણ આગળ કરીને જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org