________________
૧૯૦)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે મૂલાર્થ: આધાકર્મ ગ્રહણ કર્યું તે તે પાત્ર ધોયા છતાં પણ અવયવ રહિત થતું નથી. કેમકેદ્રવ્ય વિના ગુણ હોઈ શકે નહિ. તેથી કહેવાય છે કે – એ પ્રમાણે પણ શુદ્ધિ ક્યાંથી હોય? ન જ હોય ર૬૪ો.
ટીકાર્થઃ કદાચ ‘ર્મપ્રહ' આધાકર્મ ગ્રહણ કર્યો સતે તે આધાકર્મનો ત્યાગ કર્યા પછી ધૌતમ' પ્રક્ષાલન કરેલું પાત્ર પણ સર્વથા અવયવ રહિત થતું નથી. કેમકે – ધોયા પછી પણ (તે આધાકર્મ દ્રવ્યના) ગંધની પ્રાપ્તિ થાય છે. તું જો એમ કહે કે - “એકલો ગંધ જ પ્રાપ્ત થાય છે, પણ તેનો અવયવ પ્રાપ્ત થતો નથી,” તો કહું છું કે - “ગદ્રવ્યઃ' દ્રવ્ય રહિત (વિના) “ગુપ:' ગંધાદિક ગુણો સંભવતા નથી. તેથી ગંધની પ્રાપ્તિને લીધે તે પાત્ર ધોયા છતાં પણ અવશ્ય તેમાં કેટલાક સૂક્ષ્મ અવયવો જાણવા. તેથી કરીને કહેવાય છે કે “વમપિ' અહીં સામર્થ્ય થકી ‘વિ' શબ્દનો અધ્યાહાર છે તેથી એ પ્રમાણે પણ અર્થાત્ તારી કલ્પના પ્રમાણે પણ સૂક્ષ્મપૂતિની ‘શુદ્ધિ' પરિહાર ક્યાંથી થાય? કોઈપણ રીતે ન જ થાય, એ ભાવાર્થ છે. તેથી કરીને પૂર્વે જે કહેલ છે તે જ સૂક્ષ્મપૂતિ છે, અને તે માત્ર પ્રરૂપણા કરવા પૂરતી જ છે, પરંતુ તેનો ત્યાગ શક્ય નથી, એમ સિદ્ધ થયું. /ર૬૪ll
અહીં શિષ્ય શંકા કરે છે કે - “જો તે પરમાર્થથી સૂક્ષ્મપૂતિ છે તો તેનો ત્યાગ ન કરવાથી અવશ્ય અશુદ્ધિ પ્રાપ્ત થાય છે, અને વળી તે સૂક્ષ્મપૂતિ પણ સમગ્ર લોકવ્યાપી ઇચ્છીએ-માનીએ છીએ. કેમકે ગંધાદિક પુદગલોનું અનુક્રમે સમગ્ર લોકમાં વ્યાપી જવું સંભવિત છે. તેથી કરીને જ્યારે ત્યારે (કોઈપણ વખતે) કોઈપણ ઠેકાણે આધાકર્મનો સંભવ સતે સર્વ સાધુઓને અશુદ્ધિ (પરિહર) પ્રાપ્ત થશે.” ઉત્તર : આ કાંઈ દોષ નથી. કેમકે-ગંધાદિક પુદ્ગલો ચારિત્રનો નાશ કરવા સમર્થ નથી. વળી આ અઘટિત પણ નથી. કેમકે – લોકમાં પણ તે પ્રકારે જોવામાં આવે છે. તે આ પ્રમાણે : ___मू.०- लोए वि असुगंधा, विपरिणया दूरओ न दूसंति ॥
न य मारंति परिणया, दूरगयाओ विसावयवा ॥२६५॥ મૂલાર્થઃ લોકને વિષે પણ દૂરથી આવેલા અપવિત્ર ગંધો પરિણામ પામ્યા સતા દોષ પામતા નથી. તેમજ દૂર રહેલા વિષના અવયવો પણ પરિણામ પામ્યા સતા મારતા નથી. ર૬પા
ટીકાર્થ: લોકને વિષે પણ ‘મવિશ્વા:' અશુચિ સંબંધવાળા ગંધના પુદ્ગલો દૂરથી આવેલા હોય અને પરિણામ પામ્યા હોય તે સ્પર્શ કર્યા સતા પણ ‘ન તૂષયંતિ' લોકમાં પ્રસિદ્ધ અશુચિના સ્પર્શરૂપ સ્પર્શદોષને ઉત્પન્ન કરતા નથી. તેમજ દૂર રહેલા વિષના અવયવો પણ ‘રિતા:' બીજા પર્યાયને પામ્યા સતા મારતા નથી. તે જ પ્રમાણે અહીં પણ આધાકર્મ સંબંધી ગંધ વગેરેના પુદ્ગલો દૂરથી આવેલા હોય અને વિપરિતા:' પરિણામને પામેલા હોય તે ચારિત્રરૂપી પ્રાણનો નાશ કરવા સમર્થ નથી, તથા આધાકર્મના સ્પર્શરૂપ દોષને પણ ઉત્પન્ન કરતા નથી. ર૬પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org