________________
|| સુક્ષ્મપૂતિનું સ્વરૂપ છે
(૧૮૯ પણ અસાધ્ય સાધી શકાતું નથી. વળી જે મનુષ્ય અસાધ્યને સાધ્યા કરે છે, તે માત્ર ક્લેશને જ પામે છે, તેને કાંઈ સાધી શકતો નથી. ર૬રી.
ટીકાર્થઃ અહીં કાર્ય બે પ્રકારનું છેસાધ્ય અને અસાધ્ય. એટલે સાધી શકાય તેવું અને સાધી ન શકાય તેવું. તેમાં જે સાધ્ય છે તે સાધી શકાય છે, પણ અસાધ્ય હોય તે સાધી શકાતું નથી. પરંતુ તમારી જેવા જે અસાધ્યને સાધ્યા કરે છે, તે અવશ્ય ક્લેશને પામે છે, અને તે કાર્યને સાધી શકતા નથી. કેમકે - તેનો ઉપાય જ વિદ્યમાન નથી. તે જ પ્રમાણે આ હમણાં કહેલ સૂમપૂતિ પણ અશક્યપરિહારવાળી છે. એટલે કે – તેનો ત્યાગ થઈ શકતો નથી ર૬રી
હવે શંકા કરનાર (ગાથા ૨૪૩ પાનાં) ‘વાયર સુહમ' એ બે પદનું સમર્થન કરતો તો બીજી સૂક્ષ્મપૂતિને તથા તેનો પરિહાર શક્ય છે એમ પ્રતિપાદન કરે છે :
मू.०- आहाकम्मियभायण - पप्फोडण काउ अकयए कप्पे ॥
गहियं तु सुहुमपूई, धोवणमाईहि परिहरणा ॥२६३॥ મૂલાર્થ: આધાકર્મના ભાજનનું પ્રસ્ફોટન કરીને ત્રણ કલ્પ નહિ કરે સતે (તે ભાજનમાં) જે (અન્નાદિક) ગ્રહણ કર્યું હોય તે સૂક્ષ્મપૂતિ થઈ શકે છે અને ધોવા વગેરે વડે તેનો પરિહાર થઈ શકે છે ll૨૬૩
ટીકાર્થઃ (વાદી કહે છે કે - તમારા જ મત પ્રમાણે) જે ભાજનમાં આધાકર્મ ગ્રહણ કર્યું હોય, તે ભાનમાં આધાકર્મનો ત્યાગ કર્યા પછી “પ્રશ્નટનં સૃત્વા' હાથે લુંછવા વગેરે વડે સર્વ આધાકર્મના અવયવોને દૂર કરી ‘ત્વે ત્રણ કલ્પ કર્યા ન હોય ત્યાં સુધી જે ગ્રહણ કરવામાં આવે, તે સૂક્ષ્મપૂતિ થાય છે. કેમકે તેમાં કેટલાક ઉધરેલા સૂક્ષ્મ આધાકર્મના અવયવોના મિશ્રણનો સંભવ છે અને તે સૂક્ષ્મપૂતિનો પરિહાર ધોવા વગેરે વડે થઈ શકે છે. આનો ભાવાર્થ એ છે કે આધાકર્મનો ત્યાગ કર્યા પછી પાત્રને ત્રણ કલ્પ વડે પ્રક્ષાલન કરાય, તો તે સૂક્ષ્મપૂતિ થાય નહિ તેથી આ પ્રમાણે સૂક્ષ્મપૂતિનો પરિહાર પણ ઘટે છે. તેથી (તમે સૂક્ષ્મપૂતિનું સ્વરૂપ જે અપરિહાર્ય તરીકે જણાવ્યું તે અસદુ માનીને) આને જ સૂક્ષ્મપૂતિનું સ્વરૂપ કહો, એમ (મારો-વાદીનો કહેવાનો) ભાવાર્થ છે ૨૬૩
(તેને શાસ્ત્રકાર કહે છે કે –) આ તારું કહેવું અયુક્ત છે. કેમકે – એ તો બાદરપૂતિ જ છે. તે આ પ્રમાણે તે આધાકર્મ સંબંધી સ્થૂલ કણીયા આદિ અવયવો વડે તે ગ્રહણ કરાયેલ છે, તેથી તેના વડે મિશ્ર થયેલ તે સૂક્ષ્મપૂતિ કેમ કહેવાય? વળી બીજું પણ કહું છું :
मू.०- धोयं पि निरावयवं, न होई आहाच्च कम्मगहणम्मि ॥
न य अहव्वा उ गुणा, भन्नई सुद्धी कओ एवं ? ॥२६४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org