________________
૧૮૮)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / મૂલાર્થઃ ઇંધન અને અગ્નિના અવયવ, ધૂમ, બાષ્ય અને અન્નનો ગંધ, સમસ્તલોકને સ્પર્શ કરે છે, તેથી (તેને તે) સર્વ પૂતિ કહેવું પડશે. ૨૫૯ો.
અહીં શંકા કરનાર (પોતે) પૂર્વે કહેલા વિરોધને દેખાડતો તો પોતાના પક્ષનું મતનું) સમર્થન કરે છે :
मू.०- नणु सुहुमपूइयस्सा, पुव्वद्दिहस्सऽसंभवो एवं ॥
इंधणधूमाईहिं, तम्हा पूइ त्ति सिद्धमिणं ॥२६०॥ મૂલાર્થઃ શંકા: આ પ્રમાણે કહેવાથી પૂર્વે કહેલી સૂક્ષ્મપૂતિનો અસંભવ થશે, તેથી ઇંધન અને ધૂમ વગેરે વડે આ પૂતિ છે એમ સિદ્ધ થાય છે. ૨૬મી
ટીકાર્થ શંકાઃ જો ઇંધન અને અગ્નિના અવયવ વગેરે વડે પૂતિ ન થાય તો એ પ્રમાણે હોય સતે પૂર્વે (ગાથા ૨૪૩ માં) કહેલ ‘પાવંમ ૩ (૧) વીથ સુમ' સૂત્ર મુજબ કહેલી સૂક્ષ્મપૂતિનો અસંભવ થશે. કેમકે એ સિવાય બીજી સૂક્ષ્મપૂતિનો અભાવ છે. તેથી આ સિદ્ધ થયું કે-ઇંધન અને ધૂમાદિક વડે મિશ્ર થયેલ જે પૂતિ તે સૂક્ષ્મ પૂતિ છે. II ૨૬O અહીં ગુરુમહારાજ ઉત્તર આપે છે : मू.०- चोयग ! इंधणमाईहिं, चउहि वि सुहुमपूइयं होइ ॥
पनवणामित्तमियं, परिहरणा नत्थि एयस्स ॥२६१॥ મૂલાર્થ હે પ્રશ્ન પૂછનાર! ઇંધનાદિક ચારેય વડે કરીને સૂક્ષ્મપૂતિ થાય છે એ માત્ર પ્રરૂપણા જ છે, પરંતુ તે (પૂતિ) નો ત્યાગ નથી. ર૬૧
ટીકાર્થઃ હે ચોદક-પ્રેરક! “ધનામિ: ઇંધન અને અગ્નિના અવયવ, ધૂમ, બાષ્પવરાળ અને ગંધ એ ચારે વડે પણ સ્પર્શ કરાયેલ અત્રાદિક સૂક્ષ્મપૂતિ થાય છે, તેમાં કોઈપણ વિવાદ નથી. આ જ સૂક્ષ્મપૂતિને આશ્રયીને પૂર્વે (ગાથા ૨૪૩માં) “માવંમ ૩ () વીયર સુદુ' એ પ્રમાણે કહ્યું છે. આ જે કેવળ સૂક્ષ્મપૂતિપણે કહેવું થયું છે તે માત્ર પ્રરૂપણારૂપે જ છે, પરંતુ તે સૂક્ષ્મપૂતિનો પરિહાર (ત્યાગ) કરવાનો નથી. કેમકે – તેનો ત્યાગ અશક્ય છે. ૨૬ આ વાતને જ શાસ્ત્રકાર વિસ્તારથી કહે છે : मू.०- सज्झमसज्मं कज्जं, सज्झं साहिज्जए न उ असझं ॥
जो उ असझं साहइ, किलिस्सइ न तं च सोहेई ॥२६२॥ મૂલાર્થ સાધ્ય અને અસાધ્ય એમ બે પ્રકારનું કાર્ય હોય છે. તેમાં સાધ્ય કાર્ય સાધી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org