________________
॥ સૂક્ષ્મપૂતિનું સ્વરૂપ ॥
(૧૮૭
એ એનો ભાવાર્થ છે. અહીં ‘વેન’ શબ્દનો વ્યસ્ત (વિપરીત) સંબંધ (અંગારધૂમની સાથે) કર્યો છે તે આર્યપ્રયોગને લઈને કર્યો છે. અહીં અંગારાદિકની મધ્યે એક, બે કે ત્રણ આધાકર્મિક કહ્યા એમ જાણવું, વળી આ ધૂમાડા વડે વ્યાપ્ત થયેલી તપેલી કે તક્રાદિક હોય તે પણ પૂતિ કહેવાય છે ।૨૫૬॥ બાદરપૂતિ કહી હવે સૂક્ષ્મપૂતિ કહે છે :
मू.० - इंधण धूमे गंधे अवयवमाईहिं सुहुमपूई उ ॥ सुंदरमेयं पूई, चोयगभणिए गुरू भइ ॥ २५७॥
મૂલાર્થ : ઇંધણા, ધૂમાડો, ગંધ વગેરે અવયવોવડે સૂક્ષ્મપૂતિ થાય છે અહીં “આ પૂતિ વર્જવી સુંદર છે (યોગ્ય છે) ?” એમ વાદીએ પૂછ્યું સતે ગુરુ કહે છે (જવાબ આપે છે) ૨૫ણા
:
ટીકાર્થ આ ગાથામાં બે એકા૨ છાંદસિક હોવાથી, આધિશબ્દનો વ્યત્યય હોવાથી અને મકારનું અલાક્ષણિકપણું હોવાથી આ પ્રમાણે નિર્દેશ જાણવો) - ‘ધનધૂમાંધાદ્યવયવૈ:' અહીં ઇંધનનું ગ્રહણ ઉપલક્ષણ છે, તેથી અંગારા પણ ગ્રહણ કરાય છે. તથા આદિશબ્દથી બાષ્પ-બાફનું ગ્રહણ કરવું, તેથી તેનો આવો અર્થ જાણવો કે - આધાકર્મ સંબંધી ઇંધન અને અંગારાના અવયવ, ધૂમ, ગંધ અને બાષ્પ-વરાળવડે મિશ્ર થયેલ જે શુદ્ધ અશનાદિક હોય તે સૂક્ષ્મપૂતિ કહેવાય છે. આ સૂક્ષ્મપૂતિનો આગમમાં નિષેધ કર્યો નથી. અહીં વાદી શંકા કરે છે કે ‘સુન્દ્રાં’ આ પૂતિ વર્જવી યોગ્ય છે, તો આ આગમમાં તેનો નિષેધ કેમ નથી કર્યો ? એ પ્રમાણે બીજાએ કહ્યુ સતે ગુરુ કહે છે.
॥૨૫॥
मू.०- इंधण धूमे गंधे - अवयवमाई न पूइयं होई ॥
जेसिं तु एस पूई, सोही न वि विज्जए तेसिं ॥ २५८ ॥
મૂલાર્થ : ઇંધન, ધૂમ અને ગંધ વગેરે અવયવોવડે પૂતિ થતી નથી. પરંતુ જેઓના મતમાં આ પૂતિ હોય છે, તેમના મતે કરીને શુદ્ધિ નથી ૨૫૮
ટીકાર્થ : અહીં પણ પદની યોજના ઉપર પ્રમાણે કરવી. તેથી તેનો ભાવાર્થ આ પ્રમાણે છે : ઇંધન અને અંગારાના અવયવ, ધૂમ, ગંધ અને બાષ્પ (વરાળ) વડે મિશ્ર થયેલ અશનાદિક પૂતિ થતું નથી, પરંતુ જેમના મતવડે પૂતિ થાય છે, તેમના મતે સાધુને સર્વથા પ્રકારે શુદ્ધિ થતી નથી
૨૫૮॥
આની જ ભાવના કરે છે :
मू.० - इंधनअगणीअवयव, धूमो बप्फो य अन्नगंधो य ॥ सव्वं फुसंति लोयं, भन्नइ सव्वं तओ पूई ॥२५९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org