________________
૧૮૬)
// શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ છે તે (આધાર્મિક) કડછી તપેલીમાંથી બહાર કાઢી હોય તો તે તપેલીમાં રહેલ અશન (પ્રથમથી પોતાને માટે હોવા તરીકે શુદ્ધ હોવાથી સાધુને) કહ્યું છે. અથવા તો તે કડછી આધાર્મિકી ન હો, કેવળ શુદ્ધ એવી પણ કડછી વડે જો પ્રથમ આધાકર્મને ‘પટ્ટાયત્વો' ચલાવીને (ઘૂંટીને-હલાવીને) પછી આધાકર્મના કણીયાવડે ખરડાયેલી હોય તો તે કડછીવડે જે બીજું શુદ્ધ એવું પણ ભક્તાદિ હલાવે અને હલાવીને આપે તો તે પણ આહારપૂતિ કહેવાય છે. આ કડછી તપેલીમાંથી બહાર કાઢી હોય તો પણ બાકીનું તપેલીમાં રહેલું ભક્ત કલ્પ નહિ, કેમકે તે ભક્ત (હલાવવાવડે કરીને) આધાકર્મના અવયવથી મિશ્ર થયેલ છે ૨૫૪ હવે ‘ડાણ' ઇત્યાદિ (ગાથા ૨૫૦ના) ઉત્તરાર્ધની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- अत्तट्ठिय आयाणे, डायं लोणं च कम्म हिंगुं वा ॥
तं भत्तपाणपूई, फोडण अन्नं व जं छुहइ ॥२५५॥ संकामेउं कम्मं, सिद्धं जं किंचि तत्थ छूढं वा ॥
अंगारधूमि थाली, वेसण हेठ्ठा मुणीहि घूमो ॥२५६॥ મૂલાર્થઃ પોતાને માટે આરંભ કર્યો તે જે આધાકર્મિક એવા શાક, લવણ કે હિંગ અથવા તો બીજું કાંઈક સ્ફોટન (રાઈ, જીરું વગેરે) તે વડે જે તક્રાદિક મિશ્ર થયું હોય, તે ભક્તપાનપૂતિ કહેવાય છે. (૨૫૫) તથા આધાકર્મને સંક્રમાવીને – એકમેક કરીને જે રાંધ્યું હોય, અથવા તેમાં કાંઈક મિશ્ર થયું હોય, તે પણ ભક્તપાનપૂતિ કહેવાય છે. તથા અંગારાને વિષે વેસણ નાંખવાથી જે ધૂમાડો નીકળે તે ધૂમ કહેવાય છે, આ ધૂમાડાવડે વ્યાપ્ત જે તપેલી કે તક્રાદિક હોય તે પણ પૂતિ કહેવાય છે. ૨૫૬ll
ટીકાર્થઃ પોતાને માટે ‘આલાને તક્રાદિક પાકનો આરંભ કરવારૂપ આદાન સતે જે આધાકર્મિક રા' શાક, અથવા લવણ, અથવા હીંગ, અથવા તો બીજું કાંઈક “ખેટ' રાઈ, જીરું વગેરે, તે વડે તે તક્રાદિક મિશ્ર થયું હોય તે ભક્તપાનપૂતિ કહેવાય છે, આટલું કહેવા વડે (ગાથઆ ૨૫૦માં ના) ‘પ નોળે” “હિંદુ સેડ એ પદોની વ્યાખ્યા કરી (૨૫૫) તથા જે તપેલીમાં આધાકર્મને રાંધ્યું હોય તે આધાકર્મ બીજા વાસણમાં “સંક્રમ' સંક્રમાવીને એટલે નાંખીને તે જ તપેલીમાં ત્રણ કલ્પ (ત્રણ વાર સાફ) કર્યા વિના જે પોતાને માટે રાંધ્યું હોય, અથવા તે તપેલીમાં બીજું કાંઈક નાંખ્યું હોય, તે પણ ભક્તપાન પૂતિ કહેવાય છે. આટલું કહેવા વડે (ગાથા ૨૫૦ માંના) “સંમળ ત્તિ' પદની વ્યાખ્યા કરી. તથા ‘રેપુ' ધૂમાડા વિનાના અગ્નિરૂપ અંગારાને વિષે ‘વેલ' અહીં વેસન શબ્દનું ગ્રહણ ઉપલક્ષણ છે, તેથી વેસણ, હીંગ, જીરું વગેરે નાંખે સતે તેનો જે ધૂમાડો નીકળે તે વેસનાંગારધૂમ કહેવાય છે, એમ જાણવું. પૂર્વ (૫૦) ગાથામાં ધૂણે એ પદનો આ અર્થ જાણવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org