________________
૧૮૪)
II શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ II मू.०- सिझंतस्सुवयारं, दिज्जंतस्स व करेइ जं दव्वं ॥
तं उवकरणं चुल्ली, उक्खा दव्वी य डोयाई ॥२५१॥ મૂલાર્થ જે ચૂલો અને તપેલી રાંધવાની વસ્તુઓનો ઉપકાર કરે છે, અને જે કડછી તથા કડછો આપવામાં આવતી વસ્તુઓ ઉપકાર કરે છે, તેથી તે દ્રવ્ય ઉપકરણ કહેવાય છે ૨૫થી
ટીકાર્થ જે ચૂલો વગેરે (દ્રવ્ય) રંધાતા અન્નનો અથવા જે કડછી વગેરે (દ્રવ્ય) આપવામાં આવતા ભક્તનો ઉપકાર કરે છે, તે ચૂલો વગેરે અને કડછી વગેરે ઉપકરણ કહેવાય છે. કેમકે-જેના વડે ઉપકાર કરાય તે ઉપકરણ કહેવાય, એવી તેની વ્યુત્પત્તિ થાય છે. ૨૫૧ી.
તેઓ ચૂલો અને તપેલીને વિષે રહેલા અશનાદિકને આશ્રયીને કથ્ય અને અકથ્યના વિધિને કહે છે :
मू.०- चल्लुक्खा कम्माई, आइमभंगेसु तीस वि अकप्पं ॥
पडिकुटुं तत्थत्थं, अन्नत्थगयं अणुन्नायं ॥२५२॥ મૂલાર્થઃ ચૂલો અને તપેલી એ બન્ને આધાકર્મિક હોય તો તે પહેલાં ત્રણે ભાંગાને વિષે અકલ્પ છે, ત્યાં રહેલું નિષેધ કર્યું છે અને બીજે ઠેકાણે રહેલની અનુજ્ઞા – આજ્ઞા કરી છે રપરા
ટીકાર્થઃ અહીં ચૂલો અને તપેલી એ બન્ને કદાચ આધાર્મિક હોય, અથવા આધાર્મિકના પંકથી મિશ્રિત હોય, અથવા કદાચિત બેમાંથી કોઈ એક તેવું) હોય, તેમાં ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે ચૂલો અને તપેલી બન્ને આધાર્મિક હોય ૧, ચૂલો આધાર્મિક હોય અને તપેલી આધાર્મિક ન હોય , તપેલી આધાર્મિક હોય અને ચૂલો ન હોય ૩, તથા તપેલી આધાર્મિક ન હોય અને ચૂલો પણ આધાર્મિક ન હોય ૪, તેમાં પહેલાં ત્રણ ભાંગાને વિષે રાંધવા વડે અથવા તેની ઉપર રાખવા માત્ર વડે રહેલું અશન પૂતિદોષ હોવાથી અકથ્ય છે.
અકથ્ય એવા પણ તે (અશનાદિ)નું વિષયના વિભાગ વડે કધ્યપણું અને અકથ્યપણું કહે છે. “તત્ર' ચૂલા વગેરેને વિષે રાંધવા વડે અથવા અન્ય સ્થળેથી લાવીને સ્થાપન કરવા પડે જે રહેલું હોય તે પ્રતિશુઈ' નિષેધ કર્યું છે, અને તે જ ભક્ત જો. અન્યત્ર રહેલું હોય તો તીર્થંકરાદિકે તેની અનુમતિ આપી છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : - જો ત્યાં રાંધ્યું હોય અથવા અન્ય સ્થળેથી લાવીને મૂક્યું હોય, તે પછી તે જ (ભક્ત) અન્ય ઠેકાણે જો પોતાને માટે લઈ જવાયું હોય, પણ સાધુને માટે લઈ જવાયું ન હોય તો તે કહ્યું છે રપરા
આ પ્રમાણે ચૂલા અને તપેલીમાં રહેલા અશનાદિકના કથ્વ-અકથ્યવિધિને કહીને હવે ચૂલા વગેરે ઉપકરણના પૂતિભાવને દેખાડવાની ઇચ્છાવાળા સૂત્રકાર ‘વષ્ણુવરનિયા ડો' એ પૂર્વે કહેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org