________________
॥ ભાવપૂતિના ભેદો ॥
આ પ્રમાણે ભાવપૂતિને સ્વરૂપથી દેખાડીને હવે તેના ભેદો કહે છે :
मू.० - बायर सुहुमं भावे उ, पूइयं सुहुममुवरि वोच्छामि ॥ उवगरण भत्तपाणे, दुविहं पुण बायरं पूई ॥२४९॥
મૂલાર્થ : બાદર અને સૂક્ષ્મ એમ ભાવપૂતિ બે પ્રકારે છે. તેમાં સૂક્ષ્મને આગળ ઉપર કહીશ. અને બાદર પૂતિ, ઉપકરણને વિષે અને ભક્તપાનને વિષે એમ બે પ્રકારે છે. ૫૨૪૯લા
ટીકાર્થ : ‘માવે’ ભાવના વિષયવાળી પૂતિ બે પ્રકારે છે તે આ પ્રમાણે : બાદર અને સૂક્ષ્મ. અહીં સૂત્રમાં પ્રાકૃતને લઈને નપુંસકલંગે નિર્દેશ કર્યો છે. તેમાં સૂક્ષ્મ ભાવપૂતિને આગળ ઉપર કહીશ તથા બાદરભાવપૂતિ બે પ્રકારે છે. તે આ પ્રમાણે ‘૩પળે’ ઉપકરણના વિષયવાળી અને ‘મôપાને’ ભક્ત અને પાણીના વિષયવાળી ॥૨૪૯ા
તેમાં ભક્તપાનપૂતિનું સામાન્યથી વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે :
मू.० - चल्लुक्खलिया डोए, दव्वीछूढे य मीसगं पूई ॥
sir लोणे हिंगू, संकामण फोडणे घूमे ॥ २५० ॥
(૧૮૩
મૂલાર્થ : ચૂલો, તપેલી, કડછો અને કડછી આનાવડે જે મિશ્ર હોય તે પૂતિ કહેવાય છે, તથા શાક, મીઠું અને હિંગ વડે જે મિશ્ર તે પણ પૂતિ કહેવાય છે, તથા સંક્રામણ સ્ફોટન અને ધૂમ પણ પૂતિ કહેવાય છે ।।૨૫ના
ટીકાર્થ : ‘પુછી’ આનો અર્થ પ્રસિદ્ધ છે, (ફૂલો) ‘વા' તપેલી, ‘હોય’ ડોયો એટલે લાકડાનો મોટો ચાટવો-કડછો, ‘વર્લી’ લાકડાના હાથાવાળી નાની કડછી, આ સર્વે આધાકર્મરૂપ જાણવા. અહીં સર્વત્ર તૃતીયાના અર્થમાં સપ્તમીવિભક્તિ લખી છે, તેથી તેનો અર્થ આ પ્રમાણે - એ વડે મિશ્ર થયેલ શુદ્ધ એવું પણ જે અશનાદિક તે પૂતિ કહેવાય છે. તેમાં ચૂલો અને તપેલી એ બન્નેનો યોગ કરવા પૂર્વક રાંધીને અથવા તેની ઉપર સ્થાપન કરવાવડે કરીને પૂતિ થાય છે, તથા ‘ડાયં' શાક, લવણ અને હિંગુ-હિંગ પ્રસિદ્ધ છે. આધાકર્મવાળા આ દ્રવ્યો વડે જે મિશ્ર હોય તે પૂતિ કહેવાય છે. તથા ‘સંામળોટનધૂમૈ: ' તેમાં સંક્રામણ એટલે આધાકર્મી ભક્તાદિકથી ખરડાયેલ તપેલી વગેરેમાં શુદ્ધ અશનાદિકનું રાંધવું અથવા તેની અંદર મૂકવું-નાખવું, અથવા આધાકર્મવાળા લાકડાના હાથલા વડે બીજી તપેલીમાં નાંખવું તે, સ્ફોટન એટલે આધાકર્મવાળી રાઈ વગેરે વડે સંસ્કાર કરવો. અને ધૂમ એટલે હિંગ વગેરેનો વઘાર, આ પણ પૂતિ કહેવાય છે. ૨૫ના
આ જ ગાથાની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા પ્રથમ ઉપકરણ શબ્દનું વ્યાખ્યાન કરે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org