________________
૧૮૨)
|શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ . પૂછ્યું કે - “આ અશુચિગંધ ક્યાંથી આવે છે?” તેણે કહ્યું કે “હું કાંઈ જાણતો નથી” ત્યારે તેઓએ સારી રીતે વિચાર કરતાં લીધેલાંની અંદર વાલ વગેરેના કણીયા જોયા, અને મદિરાનો ગંધ જાણ્યો. તેથી તેઓએ જાણ્યું કે - લીંપણ મધ્યે વિષ્ઠા રહેલી છે. ત્યાર પછી સર્વ ભોજન અશુચિ થયું એમ જાણીને તેનો ત્યાગ કર્યો અને લીંપણને મૂળમાંથી ઉખેડી નાંખીને બીજા છાણ વડે સભાને લીંપી. પછી બીજું ભોજનાદિક પકાવીને જમ્યા. આ સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે – “ધમ એટલે ધાર્મિકા ' એટલે માંડા અને “સંજ્ઞા' એટલે પુરીષ (વિઠા). અહીં જે લીપન અને તેની ઉપર મૂકેલ જે ભોજનાદિક તે સર્વ દ્રવ્યપૂર્તિ છે !!૨૪૫-૨૪૬ દ્રવ્યપૂર્તિ કહી હવે ભાવપૂતિને કહે છે : मू.०- उग्गमकोडिअवयव-मित्तेण विमीसियं सुसुद्धं पि ॥
- सुद्धं पि कुणइ चरणं, पूई तं भावओ पूई ॥२४७॥ મૂલાર્થઃ ઉદ્દગમકોટિના અવયવમાત્ર કરીને પણ મિશ્ર થયેલ અશનાદિક શુદ્ધ છતાં પણ શુદ્ધ ચારિત્રને પણ પૂતિ (મલિન) કરે છે, તે આ ભાવથી પૂતિ-ભાવપૂતિ કહેવાય છે. ૨૪૭ના
ટીકાર્થ: ‘મચ' ઉદ્ગમદોષના સમૂહની જે “ટય:' અસ્ત્રિઓ એટલે વિભાગો અર્થાત્ આધાકર્માદિક ભેદો છે, તે કોટિઓ બે પ્રકારની છે. વિશોધિકોટિઓ અને અવિશોધિકોટિઓ તેમાં અહીં અવિશોધિકોટિ ગ્રહણ કરવાની છે. તે અવિશોધિરૂપ ઉદ્ગમકોટિઓના માત્ર એક અવયવનડે પણ મિશ્રિત થયેલ અશનાદિક, સ્વરૂપથી “સુશુદ્ધS' ઉદ્ગમાદિ દોષ રહિત હોય છતાં પણ જે ખવાતું સતું ‘ મfપ' શુદ્ધ એટલે અતિચાર રહિત એવા પણ ચારિત્રને પૂતિ (મલિન) કરે છે. આવું અશનાદિ ભાવપૂતિ કહેવાય છે. ૨૪૭થી
મોડિ' એમ ઉપરની ગાથામાં કહ્યું છે. તેથી તે ઉદ્દગમકોટિઓને જ કહેવાને ઇચ્છતા સતા કહે છે :
मू.०- आहाकम्मुद्देसिय, मीसं तह बायरा य पाहुडिया ॥
पूई अज्झोयरओ, उग्गमकोडी भवे एसा ॥२४८॥ મૂલાર્થ: આધાકર્મ, ઔદેશિક, મિશ્ર તતા બાદર પ્રાભૂતિકા, ભાવપૂતિ અને અધ્યવપૂરક, આ ઉદ્ગમકોટિ કહેવાય છે ૨૪૮
ટીકાર્થ સમગ્ર આધાકર્મ તથા ઔદેશિક એટલે યાવર્થિકને મૂકીને બાકીનું કર્મ દેશિક મિશ્ર એટલે પાખંડી એ સાધુનું મિશ્ર તરીકે ઉત્પન્ન થયેલ અને બાદર પ્રાભૃતિકા, પૂતિ એટલે ભાવપૂતિ અને બે ઉત્તરભેદવાળો અધ્યવપૂરક, આ અવિશોધિકોટિરૂપ ઉદ્ગમકોટિ કહેવાય છે. ર૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org