________________
// દ્રવ્યપૂતિ ઉપર ઉદાહરણ છે
(૧૮૧ છતું પણ, અહીં સામર્થ્યથી “વિ' શબ્દનો અધ્યાહાર છે. પછીથી અશુચિ ગંધદ્રવ્યથી યુક્ત થયું છતું પૂતિ (અશુચિ) થયું માટે ત્યાગ કરાય છે. તે દ્રવ્યને દ્રવ્યપૂતિ કહેવાય છે, એમ તું જાણ. /૨૪૪ આ અર્થમાં બે ગાથા વડે ઉદાહરણને કહે છે : मू.०- गोट्ठिनिउत्तो धम्मी, सहाए आसन्नगोट्ठिभत्ताए ॥
समियसुरवल्लमीसं, अजिन्न सन्ना महिसिपोहो ॥२४५॥ संजायलित्तभत्ते, गोट्ठिगगंधो त्ति वल्लवणिआयो ॥
उक्खणिय अन्नछगणेण, लिंपणं दव्वपूई उ ॥२४६॥ મૂલાર્થઃ કોઈ મિત્રમંડળીએ નીમેલા ધાર્મિક (પૂજારીએ) સભામાં નજીક ગોઠનું ભોજન જાણી માંડા, મદિરા અને વાલવડે મિશ્ર એવી અજીર્ણની નિષ્ઠા અને ભેંશનો પોદરો લીધો. ર૪પા પછી તેણે સભા લીંપી. પછી મંડળીના માણસો ભક્ત લાવ્યા અને ત્યાં બેઠા. તેટલામાં તે મંડળીને ગંધ આવી. તપાસ કરતાં (લીંપણમાં) વાલના કણિયા જોયા. પછી તે બધું (લીંપણ) ઉખેડીને બીજા છાણવડે લીંપાવ્યું. આ દ્રવ્યપૂતિ કહેવાય છે li૨૪૬ો.
ટીકાર્થ સમિલ્લ નામનું નગર છે. તે નગરની બહાર ઉદ્યાનમાં સભા સહિત દેવકુલિકાને વિષે માણિભદ્ર નામનો યક્ષ (પ્રતિમારૂપે) હતો. એકદા તે નગરમાં “શીતળા' નામનો વ્યાધિ ઉત્પન્ન થયો. ત્યારે કેટલાક લોકોએ તે યક્ષની માનતા માની કે - “જો આ ઉપદ્રવથી અમે તરી જઈએ, તો એક વર્ષ સુધી આઠમ વગેરે તિથિને વિષે તમારી ઉજમણી (ઉદ્યોપનિકા) કરશું.” પછી કોઈપણ પ્રકારે તે ઉપદ્રવથી તેઓ મુક્ત થયા અને તેઓના મનમાં ચમત્કાર થયો કે – જરૂર આ યક્ષ પ્રતિહાર્ય સહિત છે ત્યાર પછી દેવ શર્મા નામના તેના પૂજારીને ભાડું આપીને કહ્યું કે – “એક વર્ષ સુધી આઠમ વગેરે તિથિએ પ્રાતઃકાળે જ યક્ષની સભાને (સભામંડપને) તું છાણવડે લીંપજે, કે જેથી પવિત્ર થયેલી તે સભામાં આવીને અમે ઉદ્યાપનિકા (ઉજમણી) કરીશું.” તે પૂજારીએ તે પ્રમાણે જ અંગીકાર કર્યું. ત્યાર પછી કોઈક દિવસ “આજે ઉદ્યાપનિકા (ઉજમણી) થશે” એમ જાણીને સભાને લીંપવા માટે સૂર્યોદય થયા પહેલાં જ (તે પૂજારી) કોઈ કણબીના ગાયના વાડામાં છાણ લેવા માટે પેઠો ત્યાં કોઈક નોકરને રાત્રિએ માંડા, વાલ અને મદિરા વગેરે ખાવાથી અજીર્ણ થયું હતું, તેથી પાછલી રાત્રિએ તે જ ગાયના વાડામાં કોઈક ઠેકાણે તેણે દુર્ગધી અજીર્ણની વિષ્ટા કરી, અને તેની ઉપર કોઈપણ પ્રકારે ભેશે આવીને છાણનો પોદરો કર્યો. તેથી તે પોદળા વડે ઢંકાયેલી અજીર્ણ વિષ્ઠા દેવશર્માએ જાણી નહિ. તેથી દેવશર્મા તે સમગ્ર છાણના પોદળા તે જ પ્રમાણે ગ્રહણ કરીને લાવીને તેના વડે (યક્ષની). સભાને લીપી પછી ઉદ્યોપનિકા કરનારા માણસો વિવિધ પ્રકારના ઓદનાદિક ભોજનને લાવીને જેટલામાં ત્યાં જમવા માટે બેસે છે, તેટલામાં તેમને અત્યંત દુર્ગધ આવ્યો. ત્યારે તેમણે દેવશર્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org