________________
૧૮૦)
છે શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , નિર્ધાર કહ્યા વિના જ ફરીથી પણ પકાવીને હું આપીશ એમ સામાન્યથી સંકલ્પેલું હોય તે અંદર અથવા બહાર, કાલ અથવા પરમદિને આપે તો તે ન કલ્પ તથા કર્મ ઔદેશિક (પ્રકારનો છે)
તપાવ પાક કરેલ હોય (ત) પોતાને માટે કરેલું હોય તો પણ યાવદર્થિકને (સર્વ અર્થીઓ માટેના પાકને) મૂકીને શેષ (બાકીનું) “નિષ્ઠ' તીર્થકર અને ગણધરોએ અનુજ્ઞા આપેલું નથી (ન કલ્પ). જે કર્મ ઔદેશિક કૃતપાક યાવર્થિક (હોય અને તેને) પોતાને માટે કલ્પી લીધું હોય તો તે કહ્યું છે. શંકાઃ આધાર્મિક અને કર્મ દેશિકમાં પરસ્પર વિશેષ શો છે? ઉત્તર ઃ જે પ્રથમથી જ સાધુને માટે બનાવેલું હોય તે આધાર્મિક કહેવાય છે અને જે પહેલાં રાંધ્યું સતું ફરીથી પાક કરવાવડે સંસ્કાર કરાય છે તે કર્મ દેશિક કહેવાય છે ૨૪રો
દેશિકાર કહ્યું, હવે પૂતિદ્વાર કહેવાનું છે, તે પૂતિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે નામપૂતિ, સ્થાપનાપૂતિ, દ્રવ્યપૂતિ અને ભાવપૂતિ. તેમાં નામ અને સ્થાપના સુજ્ઞાત હોવાથી તેને છોડીને દ્રવ્યપૂતિ અને ભાવપૂતિને કહે છે :
म.०- पूईकम्मं दुविहं, दव्वे भावे य होइ नायव्वं ॥
दव्वम्मि छगणधम्मिय, भावम्मि य बायरं सुहमं ॥२४३॥ મૂલાર્થ : પૂતિકર્મ દ્રવ્ય અને ભાવને વિષે એમ બે પ્રકારે હોય છે એમ જાણવું. તેમાં દ્રવ્યને વિષે જાણવડે કહેવાતો ધાર્મિક દૃષ્ટાંત છે, તથા ભાવને વિષે બાદર અને સૂક્ષ્મ એ બે ભેદ છે ll૨૪૩
ટીકાર્થ “તિ અશુચિ કરવું તે બે પ્રકારનું છે, તે આ પ્રમાણે : “દ્રવ્ય દ્રવ્યના વિષયવાળુ અને “ભાવે' ભાવના વિષયવાળું તેમાં દ્રવ્યને વિષે “છાબ ' છાણથી ઓળખાતું ધાર્મિક (ધર્માનું-પૂજારીનું) દૃષ્ટાંત જાણવું તથા ભાવના વિષયવાળું પૂતિકર્મ બે પ્રકારનું છે : બાદર અને સૂક્ષ્મ : અહીં દ્રવ્યનું જે પૂતિકરણ તે દ્રવ્યપૂતિ કહેવાય છે. તથા જે દ્રવ્યવડે ભાવનું પૂતિકરણ થાય છે તે દ્રવ્ય છતાં પણ ઉપચારથી ભાવપૂતિ કહેવાય છે, તેથી આગળ કહેવાતા ઉપકરણ વગેરે ભાવપૂતિપણે કહેવાતા છતાં વિરુદ્ધ નથી. ૨૪all તેમાં પ્રથમ દ્રવ્યપૂતિનું લક્ષણ કહે છે : मू.०- गंधाइगुणसमिद्धं, जं दव्वं असुइगंधदव्वजुयं ॥
पूइ त्ति परिहरिज्जइ, तं जाणसु दव्वपूइ त्ति ॥२४४॥ મૂલાર્થઃ જે દ્રવ્ય, ગંધાદિકગુણે કરીને સહિત છતું પણ પાછળથી અશુચિ ગંધદ્રવ્યથી સહિત થવાથી પૂતિ છે તેથી તેનો ત્યાગ કરાય છે, તે દ્રવ્યપૂતિ છે એમ તું જાણ ||૨૪૪
ટીકાર્થઃ અહીં જે દ્રવ્ય પ્રથમ સ્વરૂપથી ‘ગંધા વિશિષ્ટ સુગંધી ગંધાદિક ગુણે કરીને સહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org