________________
॥ ઔદેશિક સંબંધી કય્યાકથ્યનો વિધિ ॥
હવે આ સંબંધમાં જ કલ્પ્ય અને અકલ્પ્યના વિધિને કહે છે :
मू. ०- अमुगं ति पुणो रद्धं, गाहमकप्पं तमारओ कप्पं ॥ खेत्ते अंतो बाहिं, काले सुइव्वं परेव्वं वा ॥२४१॥
મૂલાર્થ : “અમુક વસ્તુને ફરીથી રાંધીને હું આપીશ.” એમ દાતા સાધુને કહે તો તે કલ્પે નહિ, પરંતુ તેની પહેલા તો કલ્પે. “ઘરની અંદર અથવા બહાર આવતી કાલે અથવા પરમ દિવસે રાંધીને હું આપીશ.” એમ કહે તો તે કલ્પે નહિ, પણ તેની પહેલાં કલ્પે ॥૨૪૧॥
ટીકાર્થ : ભિક્ષા લેવા માટે પ્રવેશ કરેલા સાધુ પ્રત્યે જો કોઈ ગૃહસ્થ બોલે કે - “બીજા ઘેર વિહરીને પાછા ફરતાં તમારે ફરીથી મારે ઘેર આવવું, કે જેથી હું ‘અમુ ફરીથી રાંધેલ મોદકના ચૂર્ણ વગેરેને ગોળના પાક વગેરે દેવાવડે મોદકાદિક કરીને તમને આપીશ” આ પ્રમાણે કહ્યુ સતે જો તે પ્રમાણે કરીને આપે તો તે ન કલ્પે, કેમકે કે કર્મ ઔદેશિક થયું છે પરંતુ ‘રાત્’ ફરીથી પાકનો આરંભ કર્યા પહેલાં કલ્પ, કેમકે - તે વખતે દોષનો અભાવ છે, તથા ‘ક્ષેત્રે' ઘરની અંદર અથવા બહાર, અથવા ‘ને’ આવતી કાલે અથવા પરમ દિવસે થાય તે અકલ્પ્ય છે, પણ તેની પહેલા કલ્પે છે. આનો ભાવાર્થ એ છે કે – “ઘરની અંદર અથવા બહાર જે મોદકચૂર્ણ વગેરેને મોદકપણાને કરીને પકાવીશ, અને કાળની વિવક્ષામાં આજે, કાલે અથવા પરમ દિવસે હું ફરીથી પકાવીશ, તે હું તમને આપીશ.’ આ પ્રમાણે કહી અને તે જ પ્રમાણે કરીને જો આપે, તો તે ન કલ્પે. કેમકે ફરીથી પણ પાક કર્યો છે માટે, પરંતુ તે પહેલાં તો અસંયુક્ત જીવોત્પત્તિ વગરનું હોય ત્યાં સુધી કલ્પે છે ।।૨૪૧॥ તે બાબત કહે છે કે :
मू. ०- जं जह व कयं दाहं, तं कप्पड़ आरओ तहा अकयं ॥ कयपाकमणिट्ठत्ति, ठियंति जावत्तियं मोत्तुं ॥२४२॥
(૧૭૯
મૂલાર્થ : જે સામાન્ય દ્રવ્ય (વસ્તુ) હોય અથવા યથાપ્રકારે ફરીથી કરેલું હું આપીશ એમ કહીને તે જ પ્રકારે કરીને આપે તો તે ન કલ્પે, પરંતુ તે પ્રકારે કર્યું ન હોય તેની પહેલાં તે કલ્પે છે, જે પોતાને માટે પાક કરીને રાખેલ હોય તે પણ યાવદર્થિકવાળું મૂકીને બાકીનું અનિષ્ટ (અકલ્પ્ય) છે
૫૨૪૨૫
ટીકાર્થ : જે સામાન્યથી દ્રવ્ય હોય, અથવા તો ‘યથા' ક્ષેત્રના નિર્ધારણવડે ફરીથી રહેલું હું આપીશ, એમ કહીને તે જ પ્રમાણે કરેલું જો તે આપે, તો તે ન કલ્પે. તે પ્રમાણે કરેલુ ન હોય તો ફરીથી પણ (જે) પાકનો આરંભ (કરવો હતો, તે) કર્યા પહેલાં તે કલ્પે છે. વળી જે ક્ષેત્ર અને કાળનો નિર્ધાર કર્યા વિના પકાવ્યું હોય તે દેવાને માટે સંકલ્યું નહિ હોવાથી કલ્પે છે. પરંતુ ક્ષેત્ર અને કાળનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org