________________
૧૭૮)
॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ।।
ન બોલે, અથવા મિશ્ર કરેલું હોય તો સુખેથી આપી શકું, એમ ધારીને મદ્યની સાથે અથવા ઉકાળીને ઘટ્ટ બનેલ ઇક્ષુરસ વગેરેની સાથે કે ધૃતાદિકની સાથે મિશ્ર કરે, તે આ કૃત કહેવાય છે. ૨૩૯।
ટીકાર્થ : આ ભાજન ‘સેન’ દહીં વગેરે વડે રોકાયું છે, તેથી આ દહીં વગેરે વડે જે ઉધરેલુંવધેલું ઓદનાદિક છે, તેને કરંબારૂપ કરીને આ ભાજનને હું ખાલી કરૂં. કે જેથી આ ભાજનને બીજાં કાર્યમાં લઈ શકાય. એમ રસ (દધિ)ના ભાજનને માટે, અથવા આ ઓદનાદિક દહીં વગેરે વડે મિશ્ર નહિ ક૨વાથી કોહી જશે, અને તે કોહેલું પાખંડી વગેરેને આપી શકાશે નહિ, અથવા તો દહીં વગેરે વડે મિશ્ર કરેલું હોય તો તે એક જ પ્રયાસથી સુખે આપી શકાય છે, ઇત્યાદિ કારણો વડે કરીને ‘R’ ઓદનને ‘વધ્યાદ્યાયતં’ દહીં વગેરે વડે મિશ્ર કરે છે, આ કૃત જાણવું (૨૩૮) તથા જો હું મોદક અને અશોકવર્તી વગેરેના ચૂર્ણને જુદા જુદા આપીશ, તો પાખંડી વગેરે યાચકો ‘અવળ’ મારી આશ્લાઘા (નિંદા) કરશે, અથવા તો ‘પરિવૃત્તિતં’ પિંડરૂપે એકઠું કરેલું સુખે આપી શકાય, અન્યથા અનુક્રમે મોદક, અશોકવર્તી વગેરેનું ચૂર્ણ પોતપોતાના સ્થાનથી લાવી લાવીને આપવામાં જવા આવવાનો મોટો પ્રયાસ થાય, અથવા માર્ગમાં તે ચૂર્ણ હાથમાંથી વેરાઈને પડી જાય, તેથી કરીને ‘વિક્ટેન' મદિરા વડે, અહીંઆ મદિરા શબ્દ દેશવિશેષની અપેક્ષાએ લખ્યો છે. અથવા ‘ણિતેન’ ઉકાળીને ઘટ બનેલ ઇક્ષુરસ વગેરે વડે અથવા ‘સિન્ધન’ ધૃતાદિક વડે તે મોદકાદિકના ચૂર્ણ વગેરેને બરાબર ‘વર્તયંતિ’ પિંડરૂપે બાંધે છે. અહીં બન્ને ગાથાના પૂર્વાર્ધ વડે કૃતની ઉત્પત્તિના કારણો કહ્યા, અને ઉત્તરાર્ધ વડે સ્વરૂપ કહ્યું છે. ૨૩૯
હવે કર્મ ઔદેશિકની ઉત્પત્તિનાં કારણો અને સ્વરૂપને ભળામણ વડે કહે છે :
मू. ०- एमेव य कम्मम्मि वि, उण्हवणे नवरि तत्थ नाणत्तं ॥
–
तावियविलीणएणं, मोयगचुन्नीपुणक्करणं ॥ २४० ॥
મૂલાર્થ : એ જ પ્રમાણે કર્મને વિષે પણ જાણવું, વિશેષ એ કે તે કર્મને વિષે ઉભું કરવામાં વિશેષ છે તે આ પ્રમાણે-તપાસવા વડે અને ગોળ વગેરેના ઓગળવા વડે મોદકના ચૂર્ણને ફરીથી મોદક રૂપે કરી શકાય છે. ૨૪ના
ટીકાર્થ : જેમ કૃતનો સંભવ (ઉત્પત્તિ) અને સ્વરૂપ કહ્યાં, તેમ કર્મને વિષે પણ જાણવા. વિશેષ એ કે ‘તંત્ર’ તે કર્મને વિષે ‘૩ાપને' ઉનું કરવામાં ‘નાનાત્વ’ વિવિધતા છે. તે આ પ્રમાણે ‘તાપિતવિત્નીનેન' તપાવવા વડે અને ગોળ વગેરેના ઓગાળવા વડે મોદકના ચૂર્ણને ફરીથી મોદકપણે કરી શકાય છે, અન્યથા કરી શકાતા નથી. તથા તુવેર વગેરે ભક્ત પણ રાત્રિનું વાશી રહેલું બીજે દિવસે ફરીથી સંસ્કા૨ ક૨વાવડે કર્મરૂપે નીપજાવાતું સસ્તું અગ્નિ વિના નીપજાવાતું નથી. તેથી અવશ્ય ઉના કરવારૂપ કર્મને વિષે વિવિધપણું છે. ૨૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org