________________
(૧૭૭
| કૌશિકસંભવના હેતુઓ તથા સ્વરૂપ છે તે સાંભળનાર) સાધુ તે ઘેરથી નીકળ્યો તો અન્ય સાધુઓને તે વાત જણાવે. તે બાબત કહે છે કે “યંત્રિય' ઇત્યાદિ ‘કૃતે બીજા સાધુઓને ન સાંભળ્યું તે (સાંભળનાર સાધુ માટે) “ય' આ પૂર્વના આચાર્યોએ આચરેલી મર્યાદા છે કે “સંતિયા' સંકલનાએ કરીને એક સાધુ-સંઘાટક બીજા સાધુસંઘાટકને કહે, અને તે પણ બીજાને કહે, એવા પ્રકારની સંકલનાએ કરીને ‘સાદ' કથન કરે (કહે) મૂળમાં ‘વા' શબ્દ છે તે – જો સાધુઓ ઘણા હોય તો એક સાધુસંઘાટક) તેજ ઘર પાસે ઊભો રહે – એમ જણાવવા માટે છે. તે સર્વ સાધુઓને નિવેદન કરે, કે – આ ઘરે જશો નહિ, કેમકે અહીં અનેષણા છે. ૨૩૬ll આમ છતાં પણ જે સંઘાટકે કોઈપણ પ્રકારે ન જાણ્યું હોય તો તેમને જાણવાનો ઉપાય કહે છે : मू.0- मा एयं देहि इमं, पुढे सिट्ठम्मि तं परिहरंति ॥
जं दिन्नं तं दिन्नं, मा संपइ देहि गेण्हंति ॥२३७॥ મૂલાર્થ આ ન આપ, આ આપ, એમ કહેલું સાંભળીને સાધુના પૂછવાથી સત્ય કહ્યું સતે તેનો ત્યાગ કરે, તથા જે આપ્યું તે આપ્યું, હવે આપીશ નહિ. એક વચન સાંભળીને ગ્રહણ કરે ૨૩૭
ટીકાર્થ સાધુને આપવા માટે કોઈક સ્થાનકથી ભિક્ષા ગ્રહણ કરતી કોઈક સ્ત્રીને બીજી કોઈક સ્ત્રી નિષેધ કરે કે – “આ તું ન આપતી, પણ અમુક વાસણમાં રહેલું આ આપજે” તે વખતે આ પ્રમાણે કર્યો સતે-નિષેધ કર્યો સતે સાધુ પ્રશ્ન કરે કે – “કેમ આનો નિષેધ કરે છે?” અથવા “આ કેમ આપવાનું કહે છે?” એમ પૂછવાથી તે બોલે કે - “આ (ભક્ત) જ દાનને માટે કલ્પલુ છે, પણ આ કલ્પેલું નથી. આ પ્રમાણે કહ્યું સતે સાધુઓ તેનો ત્યાગ કરે પરંતુ જો જે આપ્યું તે ભલે આપ્યું, હવે બાકીનું આપીશ નહિ – એમ નિષેધ કરીને દેશિક પોતાનું કરેલું થાય તો તે કહ્યું છે, એમ જાણીને સાધુ ગ્રહણ કરે ર૩૭ના
આ પ્રમાણે ઉદિષ્ટ દેશિક કહ્યું. હવે કૃત ઔદેશિકને વિષે સંભવના હેતુઓને તથા સ્વરૂપને કહે છે : मू.०- रसभायणहेउं वा, मा कुच्छिहिई सुहं व दाहामि ॥
दहिमाई आयत्तं, करेइ कूरं कडं एयं ॥२३८॥ मा कार्हिति अवण्णं परिकलियं व दिज्जइ सुहं तु ॥
वियडेण फाणिएण व, निद्रेण समं तु वटंति ॥२३९॥ મૂલાર્થઃ રસના ભાજનને માટે અથવા કોહી ન જાય તે માટે અથવા સુખે દાન આપી શકાય તે માટે ઓદનને દહીં વગેરે વડે મિશ્ર કરે, તે આ કૃત કહેવાય છે. (૨૩૮) તથા મારો અવર્ણવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org