________________
॥ ઉદ્દિષ્ટાશ્રયી કલ્યાકથ્યવિધિ ॥
(૧૭૫
મૂલાર્થ : આ આપ બાકીનું આપીશ નહિ તે પણ ઘરની અંદરનું અથવા બહાર રહેલું એ બેમાંથી એક, તે પણ અમુક સમયથી આરંભીને અમુક સમય સુધી આપ. ॥૨૩॥
ટીકાર્થ : આ ઉધરેલા-વધેલા શાલિના ભાત વગેરે આપ, ‘મા શેષ’ કોદરાના કુરીયાં વગેરે
:
ન આપ, આ કહેવાવડે દ્રવ્ય છિન્ન કહ્યું, તે શાલિ ઓદનાદિક પણ ઘરની અંદર અથવા બહાર રહેલ છે તેમાંથી આપ એટલે કે - બેમાંથી એક આપ, બાકીનું ન આપ, આ કહેવાથી ક્ષેત્રછિન્ન કહ્યું. તથા અમુક વખતથી આરંભીને અમુક વખત સુધી, જેમકે - એક પ્રહરથી આરંભીને બે પ્રહર સુધી આપ,
=
આ કહેવાથી કાળછિન્ન કહ્યું. ભાવછિન્ન તો પોતે જ જાણવું. તે આ પ્રમાણે :- જ્યાં સુધી તને રુચે ત્યાં સુધી આપ. પોતાની રુચિને ઓળંગીને પણ આપ, એમ નહિ ॥૨૩॥
હવે ઉદ્દિષ્ટને આશ્રયીને કલ્પ્ય અને અકલ્પ્યનો વિધિ કહે છે :
मू.० - दव्वाईच्छिन्नं पि हु, जइ भणई आरओ वि मा देह ॥ નો ( તો) પ્પફ છિન્ન પિ હૈં, અચ્છિન્નૐ પરિહાંતિ ારરૂ૪॥
મૂલાર્થ : દ્રવ્યાદિકવડે છિન્ન એવું પણ જો પહેલેથી જ કહે કે - હવે ન આપ, તો તે છિન્ન પણ કલ્પે છે, પણ જો અચ્છિક્ષકૃત હોય તે ન કલ્પે II૨૩૪॥
ટીકાર્થ : અહીં દ્રવ્ય ક્ષેત્રાદિકવડે જે નક્કી કરી રાખ્યું હોય તેને મૂકીને બાકીનું સમગ્ર ભક્ત કલ્પે છે. કેમકે તેનો દાનને માટે સંકલ્પ કર્યો નથી. કેવળ દ્રવ્યાદિવડે છિન્ન એવું પણ એટલે દ્રવ્યક્ષેત્રાદિકવડે નક્કી કરેલું હોય તે પણ ‘દુ’ નિશ્ચયે જો ઘરનો સ્વામી ‘આરત વ’ દેવા લાયક વસ્તુના નિયમિત કરેલા અવધિની પહેલાં પણ કહે કે “હવે પછી કોઈને આપીશ નહિ” જેમકે - પહેલાં બે પહોર સુધી કાંઈક દેવાને સ્થાપન કર્યું હતું. ભાર્યાને જણાવ્યું હતું, અને ત્યારપછી દાનના પરિણામ નહિ થવાથી (તે બે પ્રહર પૂરા થયા) પહેલાં જ નિષેધ કરે કે - હવે પછી નહિ આપીશ - આમ કહે તો તે છિન્ન (દેવાના સંકલ્પ વડે કરીને નિયમિત કાળવાળું હતું તે) પણ કલ્પે છે. કેમકે - તે ભક્તને અત્યારે (દેવાના સંકલ્પથી ઉઠાવીને) પોતાની સત્તાનું કર્યું છે, પરંતુ જે ‘ગન્નિવૃત્ત' અચ્છિન્ન એટલે નિર્ધાર નહિ કરેલું (અનિયમિત કાળવાળું) કૃત હોય તેનો ત્યાગ કરવો. કેમકે તે અકલ્પ્ય છે. આવી જ ભગવાનની આજ્ઞા વિકસ્વર છે માટે, પરંતુ જો અચ્છિન્ન પણ પછીથી દાનના પરિણામના અભાવને લીધે તે પહેલાં જ (ગૃહસ્થીએ) પોતાને સ્વાધીન કરેલું હોય તો તે કલ્પે છે ।।૨૩૪
હવે સંપ્રદાન વિભાગને આશ્રયીને કલ્પ્ય અકથ્યવિધિને કહે છે :
मू.० - अमुगाणं ति व दिज्जउ, अमुकाणं मित्ति एत्थ उ विभासा ॥ जत्थ जई विसिट्ठो निद्देसो तं परिहरति ॥ २३५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org