________________
૧૭૪)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ // ટીકાર્થ ઉદિષ્ટ ઔદેશિકાદિક દરેકના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છિન્ન અને અછિન્ન : છિન્ન એટલે નિયમિત. અને અછિન્ન એટલે અનિયમિત. વળી છિન્ન અને અછિન્ન ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિષે (નિયમિત અને અનિયમિત) એ જ પ્રમાણે જેમ ઉદિષ્ટ ઔદેશિકાદિક દરેકના આઠ પ્રકાર છે, તેમ “નિષ્ણાતિત નિષત્ર' રૂતિ નિષ્પવિતેન' ગૃહસ્થ પોતાને માટે કરેલું તે વડે નિષ્પન્ન' એટલે બનેલું જે કરંબાદિક અથવા મોદકાદિક તે નિષ્પાદિત નિષ્પન્ન કહેવાય છે. તેથી કરીને જે નિષ્પાદિત નિષ્પન્ન જે કૃતને વિષે કે કર્મને વિષે “મતિ’ ઘટે છે, જેમકે – જો કરંબાદિક નિષ્પાદિત-નિષ્પન્ન હોય તો તે કૃતને વિષે અને મોદકાદિક હોય તો તે કર્મને વિષે ઘટે છે. તે દરેક ઔદેશિકાદિક ભેદવાળું તથા છિન્ન અને અછિન્ન ઇત્યાદિક પ્રકારે કરીને આઠ પ્રકારે જાણવું ૨૩૧
હવે આ જ ગાથાના અર્થને વિશેષ કહેવાને ઇચ્છતા ગ્રંથકાર પ્રથમ દ્રવ્યાદિક અચ્છિન્નની વ્યાખ્યા કરે છે : मू.०- भत्तुव्वरियं खलु संखडीए तद्दिवसमन्नदिवसे वा ॥
अंतो बहिं च सव्वं, सव्वदिणं देहि अच्छिन्नं ॥२३२॥ મૂલાર્થ: સંખડીમાંથી જે ભક્ત ઉધર્યું (વધેલું) હોય તે તે જ દિવસે અથવા બીજે દિવસે અંદર અને બહાર રહેલું સર્વ આખો દિવસ આપ એમ જે કહેવું તે અચ્છિન્ન કહેવાય છે ર૩રા
ટીકાર્થ : પ્રાયઃ કરીને સંખડીને વિષે જે ભક્ત ઉધરેલું - વધેલું હોય તે પ્રાપ્ત થાય છે, તેથી સંખડી (શબ્દ)નું ગ્રહણ થયું છે. અન્યથા તો (તે સિવાયના) અન્ય દિવસે પણ જેમ સંભવે તેમ જાણવું. ‘તદ્વયં તિ' અહીં ‘વ્યત્યયોધ્યાસા' વિભક્તિનો ફેરફાર પણ હોય, એ પ્રાકૃત વ્યાકરણના સૂત્રથી સપ્તમીના અર્થમાં દ્વિતીયા કરી છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે કરવો - જે દિવસે સંખડી હોય તે જ દિવસે. અથવા બીજે દિવસે ઘરધણી પોતાની ભાર્યા વગેરેની પાસે અપાવે, કે જે ઘરની અંદર હોય અને બહાર હોય, આ કહેવાવડે ક્ષેત્ર અચ્છિન્ન કહ્યું. તે ‘સર્વ સમગ્ર, આ કહેવાવડે દ્રવ્યઅચ્છિન્ન કહ્યું “સર્વનિ' આખા દિવસ સુધી – આ ઉપલક્ષણ છે તેથી કર્મરૂપ મોદકાદિક ઘણા દિવસ સુધી પણ આપી શકાય છે એમ જાણવું – આ કહેવાથી કાળઅચ્છિન્ન કહ્યું. આ ભક્ત “છિન્ન' નિરંતર આપ. ભાવઅચ્છિન્ન તો પોતે જ તર્કથી જાણી લેવું. તે આ પ્રમાણે (ગૃહધણી ભાર્યાને કહે કે –) જો તને રુચતું હોય અથવા ન રુચતું હોય તો પણ તારે અવશ્ય આપવું ર૩રા હવે દ્રવ્યાદિક છિન્નને કહે છે : म.०- देहि इमं मा सेसं अंतो बाहिरगयं व एगयरं ॥
जाव अमुगत्ति वेला, अमुगं वेलं च आरब्भ ॥२३३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org