________________
॥ ઉદ્દેશ-સમુદ્રેશ-આદેશ-સમાદેશ વ્યાખ્યા ॥
(૧૭૩
ઔદ્દેશિક પ્રથમ ઉદ્દિષ્ટ સંભવે છે. હવે તે જ વિભાગ ઔદેશિકને વિભાગ થકી એટલે ભેદ વડે કરીને શિષ્યસમૂહના હિતને માટે ગ્રંથકાર કહે છે ।।૩૨।। (ભાષ્ય)
मू.०- उद्देसियं समुद्दे - सियं च आएसियं समाएसं ॥
एवं कडे य कम्मे, एक्केक्कि चक्कओ भेओ ॥२२९॥
મૂલાર્થ : ઔદ્દેશિક, સમુદ્દેશિક, આદેશ અને સમાદેશ ( એ ચાર ભેદ) એ જ પ્રમાણે કૃત અને કર્મ એ દરેકના ચાર ચાર ભેદ જાણવા. ૨૨૯લા
ટીકાર્થ : ‘ષ્ટિ’વિભાગ ઔદ્દેશિક ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે : ઔદ્દેશિક, સમુદ્દેશિક, આદેશ અને સમાદેશ. એ જ પ્રમાણે ધૃત અને કર્મ એ એક એકને વિષે ‘તુ' ચાર સંખ્યાવાળો ભેદ જોયા છે. એમ સર્વ સંખ્યાએ કરીને (કુલ) બાર પ્રકારે વિભાગ ઔદેશિક છે. ૨૨૯॥ હવે ઔદેશિક વગેરેની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે :
मू.०- जावंतियमुद्देसं, पासंडीणं भवे समुद्दे ॥
समणाणं आएसं, निग्गंथाणं समाएसं ॥ २३०॥
:
મૂલાર્થ : સર્વને આશ્રયીને કર્યું હોય તે ઔદેશિક, પાખંડીને આશ્રયીને કર્યું હોય તે સમુદ્દેશ, શ્રમણને આશ્રયીને કર્યું હોય તે આદેશ અને નિગ્રંથને આશ્રયીને કર્યું હોય તે સમાદેશ કહેવાય છે
1123011
ટીકાર્થ : અહીં જે ઉદ્દિષ્ટ, કૃત કે કર્મ જે કોઈ ભિક્ષાચરો, પાખંડી કે ગૃહસ્થો આવશે તે સર્વને મારે દાન આપવું છે, એ પ્રમાણે સંકલ્પવાળું હોય તો તે ઔદ્દેશિક કહેવાય છે. પાખંડીઓને આપવાના સંકલ્પવાળું હોય તો તે સમુદ્દેશ કહેવાય છે, શ્રમણોને આપવાના સંકલ્પવાળું હોય તો તે આદેશ કહેવાય છે અને નિગ્રંથોને આપવાના સંકલ્પવાળું હોય તો તે સમાદેશ કહેવાય છે
૨૩ા
હવે આ બાર ભેદોના જ અવાંતર ભેદોને કહે છે :
मू.० - छिन्नमछिन्नं दुविहं, दव्वे खेत्ते य काल भावे य ॥
निप्फाइयनिप्फन्नं, नायव्वं जं जहिं कमइ ॥२३१॥
Jain Education International
મૂલાર્થ : (તે ઉદ્દિષ્ટ ઔદ્દેશિકાદિક) બે પ્રકારે છે : છિન્ન અને અછિન્ન. તે દરેક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર પ્રકારે છે. એ જ પ્રમાણે નિષ્પાદિત નિષ્પન્ન પણ જ્યાં ઘટે ત્યાં તે જાણવું.
||૨૩૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org