________________
૧૭૨)
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ॥
‘આગમનં’ ભિક્ષા ગ્રહણ કરીને સાધુની સન્મુખ ચાલવું-આવવું, ‘ક્ષેપ:’ વાસણ વગેરેનું ઉંચું ઉપાડવું, આ (ઉત્સેપ) ઉપલક્ષણ છે તેથી નિક્ષેપ (નાંખવું) એ પણ જાણવું (એ રીતે ‘મનાવિ’ ને પ્રથમાન્ત કર્યા) પછી ગમન વગેરે પદોનો સમાહારદ્વન્દ્વ સમાસ કરવો, ‘તસ્મિન્’ તેને વિષે એટલે ગમનાદિક ત્રણેય પદોને વિષે તથા ‘ભાષિતેષુ’ આ સાધુને ભિક્ષા આપ, ઇત્યાદિ બોલવાને વિષે ક્ષેત્રાદિક ઇંદ્રિયો વડે ઉપયોગી બને, તથા વાછરડાની જેમ ‘તમ્મનાઃ' પોતાને યોગ્ય (લાવેલાં) ભાતપાણી પોતાને કલ્પનીય છે કે નહિ ? એ જ ભાવનામાં એકાગ્રચિત્ત રહ્યો સત્તો શ્રમણ-સાધુ, એષણા છે કે અનેષણા ? તેને સમ્યક્ પ્રકારે જાણી શકે છે. તેથી (પૂર્વે શિષ્ય જે દોષની શંકા કરેલ, તેમાં) કાંઈ પણ દોષ નથી. ૫૨૨૭
ઓઘ ઔદેશિક કહ્યું, હવે વિભાગ ઔદ્દેશિકને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકા૨ પ્રથમ તેના સંભવને કહે છે :
मू. ० - महईए संखडीए, उव्वरियं कूरवंजणाईयं ॥
परं दट्ठूण गिही, भणइ इमं देहि पुण्णट्ठा ॥२२८॥
મૂલાર્થ : મોટી સંખડીને વિષે વધેલું ભાત, દહીં વગેરે ઘણું જોઈને ગૃહસ્થ બોલે કે - આ વસ્તુ પુણ્યને માટે આપ ॥૨૨૮॥
ટીકાર્થ : અહીં સંખડી એટલે વિવાહ વગેરે પ્રસંગ, કેમકે જેને વિષે પ્રાણીઓ ‘સંવંત્વને’ હણાય તે સંખડી એમ તે શબ્દની વ્યુત્પત્તિ છે. તે સંખડીને વિષે જે ઉધરેલું એટલે વધેલું ‘વ્યંનનાવિ શાલિનો ઓદન (ભાત), દહીં વગેરે ઘણું હોય છે, તે જોઈને ગૃહસ્થ પોતાના કુટુંબની સંભાળ રાખનાર મનુષ્યને કહે છે કે – પુણ્યને માટે આ ભોજન-ભિક્ષા ભિક્ષાચરોને આપ. તેમાં તે ભોજન જેવું છે તેવું જ આપે તો તે ઉદ્દિષ્ટ કહેવાય છે. જો તે વસ્તુને કરંબો વગેરે રૂપે કરે તો તે કૃત કહેવાય છે, અને જો મોદક આદિના ચૂર્ણને ફરીથી ગુડપાક વગેરે આપવાવડે કરીને (તેના) મોદક વગેરે કરે તો તે કર્મ કહેવાય છે. એ પ્રમામે (ત્રણ પ્રકારે) વિભાગ ઔદ્દેશિકનો સંભવ છે. II૨૨૮॥
તે વિષે ભાષ્યકાર કહે છે :
Jain Education International
तत्थ विभागुद्देसिय-मेवं संभवइ पुव्वमुद्दिट्ठ || सीसगणहियट्ठाए, तं चेव विभागओ भाइ ॥ ३२ ॥ (भा.)
મૂલાર્થ : તેમાં આ પ્રમાણે પૂર્વે કહેલું વિભાગ ઔદેશિક પ્રથમ ઉદ્દિષ્ટ સંભવે છે. તેને જ શિષ્યગણના હિતને માટે વિભાગ થકી કહે છે ।।૩૨।। (ભાષ્ય)
ટીકાર્થ : ‘તત્ર' તેમાં એટલે ઘણા વધેલા કુરાદિકમાં ‘ä' પૂર્વે કહેલા પ્રકારે કરીને વિભાગ
For Private & Personal Use Only
www.jainelibrary.org