________________
(૧૭૧
| | સોપયોગિ એષણામાં ગોવત્સનું દૃષ્ટાંત છે. બનાવ્યું. તે શ્રેષ્ઠિને ગુણચંદ્ર, ગુણસેન, ગુણચૂડ અને ગુણશેખર નામે ચાર પુત્રો હતા. તે પુત્રોને અનુક્રમે પ્રિયંદુવંતિકા, પ્રિયંગુરુચિકા, પ્રિયંગુસુંદરી અને પ્રિયંગુસારિકા નામે ચાર વધુઓ હતી. કેટલોક કાળ જવા બાદ શ્રેષ્ઠિની ભાર્યા મરણ પામી. તેથી શ્રેષ્ઠિએ ઘરની સર્વ સંભાળમાં પ્રિયંગુલતિકાને જ સ્થાપના કરી. તે શ્રેષ્ઠીને ઘેર વાછરડાવાળી એક ગાય હતી. તેમાં ગાય દિવસે ગામ બહાર જઈને ચરતી અને વાછરડો તો ઘેર જ બાંધેલો રહેતો. તેને ચાર અને પાણી ચારે વહુઓ યથાયોગ્ય આપતી હતી. એકદા ગુણચંદ્ર અને પ્રિયંગુલતિકાના પુત્ર ગુણસાગરના લગ્નનો દિવસ પ્રાપ્ત થયો. તેથી તે સર્વે વહુઓ તે દિવસે વિશેષે કરીને આભરણો વડે વિભૂષિત થઈને પોતાના અને પરના મંડનાદિક કરવાના વ્યવસાયયુક્ત બની. તથા તેણીઓને તે વાછરડો વિસ્મૃત થયો. તેને કોઈ પણ વહુએ પાણી વગેરે આપ્યું નહિ ત્યાર પછી મધ્યાહ્ન સમયે જે ઠેકાણે તે વાછરડો હતો, તે ઠેકાણે શ્રેષ્ઠી સહજતયા આવી ચઢ્યો, અને વાછરડો પણ શ્રેષ્ઠીને આવતો જોઈ આરડવા લાગ્યો. ત્યારે શ્રેષ્ઠીએ જાણ્યું કે અત્યાર સુધી આ વાછરડો ભૂખ્યો-તરસ્યો રહેલો છે. તેથી કોપાયમાન થયેલા તે શ્રેષ્ઠીએ તે સર્વ પુત્રવધૂઓને તાડના તર્જના કરી. તેથી પ્રિયંગુલતિકા અને બીજી વસ્તુઓ ઉતાવળે યથાયોગ્ય ચાર અને પાણી લઈને વાછરડા તરફ ચાલી. જ્યારે વાછરડો (તો) દેવીઓની જેવી તે વહુઓ વડે ઉત્તમ પ્રકારે શોભતા ઘરને પણ જોતો નથી, તેમજ તે વહુઓને પણ સરાગદષ્ટિએ જોતો નથી. પરંતુ માત્ર સમ્યફ પ્રકારે લવાતા તે ચારા અને પાણીને જ જોતો હતો.
સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે - “પંદિ ત્યાદ્રિ' (જેમ) પાંચ પ્રકારના વિષયસુખની ખાણ જેવી – ખાણસમાન જે વહુઓ તે વડે ‘સમધિ અત્યંત રમણીયપણાએ કરીને અત્યાધિક એવા તે ઘરને “3 Tયેતિ' ગણકારતો નથી, એટલે દષ્ટિ વડે જોતો નથી તેમજ તે વહુઓની સામે પણ જોતો નથી, તેમ સાધુ પણ ભિક્ષા માટે અટન કરતો સતો સુંદર સ્ત્રીઓની સન્મુખ જુએ નહિ, અને ગીતાદિકને વિષે પણ ચિત્તને બાંધે નહિ-આસક્ત કરે નહિ, પરંતુ (સ્ત્રી વડે) માત્ર ભિક્ષા માટે લવાતા દાન વગેરેમાં ઉપયોગવાળો થાય. તે પ્રમાણે વર્તવાથી ભિક્ષાદિને શુદ્ધ અથવા અશુદ્ધ જાણી શકશે ll૨૨૫-૨૨૬ તે વિષે કહે છે કે : मू.०- गमणागमणुक्खेवे, भासिय सोयाइइंदियाउत्तो ॥
एसणमणेसणं वा, तह जाणइ तम्मणो समणो ॥२२७॥ મૂલાર્થ ? જવામાં, આવવામાં, વાસણ ઉંચું કરવામાં અને બોલવામાં શ્રોત્રાદિક ઇંદ્રિયોવડે ઉપયોગી તથા તેમાં જ મનવાળો સાધુ એષણાને કે અનેષણાને જાણી શકે છે ર૨ા
ટીકાર્થ: ‘મન’ સાધુને ભિક્ષા આપવા માટે ભિક્ષા દેનાર સ્ત્રીએ તે ભિક્ષા લાવવા માટે જવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org