________________
ઓધઔદેશિકનો સંભવ અને તેનું સ્વરૂપ છે
(૧૬૯ ‘વિશેષતખેવ' આટલું પોતાને માટે અને આટલું ભિક્ષાદાનને માટે એમ વિભાગ કર્યા વિના જ અધિકતર તંડુલ (રાંધવામાં) નાખે છે. તે ઔઘઔદેશિક કહેવાય છે ૨૨૧ હવે બીજાના પૂર્વપક્ષની શંકા કરીને તેનો ઉત્તર આપે છે : मू.०- छउमत्थोधुद्देसं, कहं वियाणाइ चोइए भणइ ॥
उवउत्तो गुरु एवं, गिहत्थसद्दाइचिट्ठाए ॥२२२॥ મૂલાર્થ છદ્મસ્થ સાધુ ઓઘ શિકને શી રીતે જાણી શકે? આ પ્રમાણે પ્રેરણા કર્યો સતે ગુરુ કહે છે કે – ગૃહસ્થની શબ્દાદિક ચેષ્ટાને વિષે ઉપયોગવાળો સાધુ જાણી શકે છે ૨૨રા
ટીકાર્થઃ ‘છા: કેવલજ્ઞાન રહિત સાધુ કેવી રીતે પૂર્વે કહેલા ઓઘ ઔદેશિકને જાણી શકે ? કેમકે – “પોતાને માટે આરંભેલા આ પાકને વિષે ભિક્ષા દેવાને માટે વધારા તરીકે) કેટલાક તંડુલ નાંખ્યા હતા એમ છમસ્થ જાણી શકે નહિ.” આ પ્રમાણે ‘વોર્તિ' પ્રેરણા કર્યો સતે ગુરુમહારાજ જવાબ આપે છે કે “પર્વ' આગળ કહેવાશે તે પ્રકારે ગૃહસ્થની શબ્દાદિક ચેષ્ટાને વિષે ‘૩પયુ' ઉપયોગી એટલે કે સાવધાન રહેવાથી (સાધુ) તે જાણી શકે છે /ર૦રા આ અર્થને જ કહે છે : मू.०- दिनाउ ताउ पंच वि, रेहाउ करेइ देइ व गणंति ॥
देहि इओ मा य इओ, अवणेह य एत्तिया भिक्खा ॥२२३॥ મૂલાર્થ તે પાંચે ભિક્ષા આપી દીધી છે, અથવા રેખાને કરે છે, અથવા ગણતી ગણતી આપે છે, અથવા આમાંથી આપ, આમાંથી ન આપ, અથવા આમાંથી આટલી ભિક્ષા જુદી કર ૨૨૩ી
ટીકાર્થઃ જો ભિક્ષા દેવાના સંકલ્પથી પહેલેથી જ અધિક તંડુલ નાંખેલા હોય, તો પ્રાયઃ કરીને ગૃહસ્થોની આવી ચેષ્ટા થાય છે, કે-તે પાંચે ભિક્ષા આપી દીધી છે, આનો ભાવાર્થ આ પ્રમાણે છે : કોઈ પણ ઘરને વિષે ભિક્ષા માટે પ્રવેશ કરેલા સાધુને તે ઘરનો સ્વામી પોતાની ભાર્યા પાસે ભિક્ષા અપાવે છે, ત્યારે તે સ્ત્રી સાધુ સાંભળતા જ આ પ્રમાણે જવાબ આપે કે - હંમેશાં સંકલ્પ કરેલી (પાંચ જણને આપવાની હતી, તે પાંચે ભિક્ષા બીજા ભિક્ષાચરોને આપી દીધી છે. અથવા ભિક્ષા આપતી વખતે આપેલી ભિક્ષાની ગણતરી કરવા માટે ભીંત વગેરે ઉપર રેખા-લીંટી કરે છે, અથવા આ પહેલી ભિક્ષા, આ બીજી ભિક્ષા એમ ગણતી ગણતી આપે છે, અથવા કોઈક સ્ત્રી કોઈક સ્ત્રીની સન્મુખ આ પ્રમાણે બોલે કે - આ અન્યને આપવાને સંકલ્પિત કરેલી ભિક્ષાવાળી પેટીમાંથી આપ, પણ આમાંથી ન આપ. અથવા સાધુ પ્રથમ અમૂક ઘેર ભિક્ષાને માટે પ્રવેશ કરે ત્યારે કોઈ સ્ત્રી કોઈ સ્ત્રીની સન્મુખ આ પ્રમાણે બોલે કે – અમૂક ઠેકાણેથી આટલી ભિક્ષા ભિક્ષુકોને આપવા વાસ્તે જુદી કર તેથી કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org