________________
૧૬૮)
॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥
દેવા માટે જે જૂદું પાડ્યું હોય તે ઉદ્દિષ્ટ કહેવાય છે. વળી જે ઉધર્યું સતું શાલિ ઓદન વગેરેને ભિક્ષા આપવા માટે કરંબાધિકરૂપે કરવામાં આવે તે કૃત કહેવાય છે. વળી જે વિવાહ વગેરેનાં પ્રસંગમાં ઉધરેલું (વધેલું) મોદકનું ચૂર્ણ-ભૂકો વગેરે હોય તે ભિક્ષુકોને દેવા માટે ફરીથી ગોળનો પાક આપવા પૂર્વ મોદકાદિ (રૂપે) કર્યું હોય તે કર્મ કહેવાય છે. તે ઉદ્દિષ્ટ આદિ એક એક ભેદને વિષે ‘વતુ' આગળ કહેવાશે એવો ચારની સંખ્યાવાળો ભેદ થાય છે. અર્થાત્ કે એકેક ભેદના ચાર ચાર ભેદ થાય છે. તેથી તે (ઉદ્દિષ્ટાદિ) ત્રણ ભેદને ચારે ગુણતાં બાર થાય છે. તેથી વિભાગ ઔદ્દેશિક (અશનાદિ) બાર પ્રકારનું થાય છે. ૨૧૯ના
હવે જે (પછી સમજાવવા સારૂ) પહેલાં સ્થાપન કરીને રાખ્યો હતો તે ઓઘઔદ્દેશિકનો સંભવ પ્રથમ કહે છે :
मू. ० - जीवामु कहवि ओमे, निययं भिक्खा वि कइवई देमो ॥ हंदि हुनत्थि अदिन्नं, भुज्जइ अकयं न य फलेई ॥ २२० ॥
મૂલાર્થ : અમે દુકાળમાં મોટા કષ્ટ વડે જીવ્યા છીએ તેથી હવે હંમેશાં કેટલીક ભિક્ષા દઈએ. કેમકે હે આત્મા, એવું કાંઈ પણ નથી કે - જે ગયા ભવમાં નહિ દીધેલું આ ભવમાં ભોગવાય, અને આ ભવમાં નહિ કરેલું આવતા ભવમાં ભોગવાય ।।૨૨।
ટીકાર્થ : અહીં ( આ જગતમાં) દુકાળ ગયા પછી કેટલાક ગૃહસ્થો વિચારે છે કે - ‘જ્યાંપ’ મોટા કષ્ટ વડે ‘અવમે’ દુકાળમાં અમે જીવ્યા છીએ, તેથી ‘નિયતા' હંમેશાં કેટલીક ભિક્ષા અમે આપીએ. કેમકે ‘દુ’ નિશ્ચયે ‘öવિ' એ શબ્દ પોતાના સંબોધનને વિષે છે, તેથી હે આત્મન્ ! એવું કાંઈ પણ નથી કે જે ભવાંતરમાં એટલે પૂર્વભવમાં નહિ દીધેલું આ જન્મમાં ભોગવાય અને આ ભવમાં નહિ કરેલું આવતા ભવમાં ફલીભૂત થાય. તેથી પરલોકના સુખને માટે કેટલીક ભિક્ષા આપવા વડે શુભ કર્મને અમે ઉપાર્જન કરીએ. આ પ્રમાણે ઓઘથી ઔદ્દેશિકનો સંભવ છે ।।૨૨૦ા
હવે ઓઘ ઔદ્દેશિકનું સ્વરૂપ કહે છે :
मू.० - सा उ अविसेसियं चिय, मियम्मि भत्तम्मि तंडुले छुइ ॥ पासंडीण गिहीण व, जो एहि तस्स भिक्खट्ठा ॥२२९॥
મૂલાર્થ : તે સ્રી રંધાતા ભક્તને વિષે પાખંડી કે ગૃહસ્થ જે કોઈ આવે તેની ભિક્ષાને માટે સામાન્ય રીતે વધારે તંડુલ નાંખે છે II૨૨૧॥
ટીકાર્ય : ‘સા’ ઘરની નાયક સ્ત્રી, હંમેશાં જેટલું ભક્ત રંધાય છે, તેટલું જ ભક્ત રાંધવાને પ્રારંભ કર્યો સતે પાખંડી અથવા ગૃહસ્થમાંથી જે કોઈ આવશે તેને ‘મિક્ષાર્થ’ ભિક્ષા આપવાને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org