________________
ઓધૌશિકકાર કથન |
(૧૬૭
હવે આધાકર્મ દ્વારને સમાપ્ત કરતાં અને ઔદેશિક દ્વારની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા આચાર્ય મહારાજ કહે છે કે : मू.०- आहाकम्मदारं, भणियमियाणि पुरा समुद्दिट्ठं ॥
उद्देसियं ति वोच्छं समासओ तं दुहा होइ ॥२१८॥ મૂલાર્થ આધાકર્મ નામનું દ્વાર કહ્યું. હવે પહેલાં જે ઔદેશિક નામના દ્વારનો સમુદેશ કર્યો છે, તે હું સંક્ષેપથી કહું છું, અને તે ઔદેશિક બે પ્રકારનો છે. ૨૧૮
ટીકાર્થ (ટીકામાં કાંઈ વિશેષ નથી) ર૧૮ તે બે પ્રકારને કહે છે : मू.०- ओहेण विभागेण य, ओहे ठप्पं तु बारस विभागे ॥
उद्दिट्ठ कडे कम्मे, एक्वेक्कि चउक्कओ भेओ ॥२१९॥ મૂલાર્થ ઓઘ અને વિભાગ એ બે પ્રકારે છે. તેમાં ઓઘને હાલમાં સ્થાપી રાખવું. (પછી. કહીશું) વિભાગ બાર પ્રકારે છે, તે આ પ્રમાણે ઉદ્દિષ્ટ, કૃત અને કર્મ : તે એક એકના ચાર ચાર ભેદ છે //ર૧૯ો
ટીકાર્થ ઔદેશિક બે પ્રકારે છે. તે આ પ્રમાણે - ઓધે કરીને અને વિભાગે કરીને ઔદેશિક કહેવાય છે. તેમાં ઓઘ એટલે સામાન્ય, અને વિભાગ એટલે જુદું કરવું તે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે- “આ જગતમાં નહિ આપેલું કાંઈ પણ પમાતું નથી. તેથી અમે કેટલીક ભિક્ષા આપીએ.” એવી બુદ્ધિથી કેટલાક અધિક તંડુલાદિક નાંખીને જ અશનાદિક બનાવ્યું હોય તે ઓઘ ઔદેશિક કહેવાય છે. કેમકે “બોધેન' પોતાનો અને પરનો વિભાગ કર્યા વિના સામાન્ય કરીને જે ઉદ્દેશ કર્યો હોય તે ઘઔદેશિક એવી તેની વ્યુત્પત્તિ (સમાસ) થાય છે. તથા વિવાહાદિક કાર્યને વિષે જે (અશનાદિક) ઉધર્યું - વધુ હોય તે જાદુ કરીને દાનને માટે કલ્પેલું હોય તે વિભાગઔદેશિક કહેવાય છે - કેમ કે ‘વિપાર' પોતાની સત્તા (માલીકી)થી ઉતારીને જૂદું-અલગ કરવા વડે જે દેશિક તે વિભાગ ઔદેશિક, એવી તેની વ્યુત્પત્તિ થાય છે. તેમાં જે ‘ગોપે' ઓઘના વિષયવાળું ઔદેશિક છે તે સ્થાપન કરવું-સમજવું બાકી રાખવું એટલે કે –તેની વ્યાખ્યા અહીં કરવાની નથી, પરંતુ આગળ ઉપર (પછી) કરશું. હવે જે વિમાનો” વિભાગના વિષયવાળું ઔદેશિક છે, તે ‘વીરસત્તિ' બાર એટલે સૂવનસ્કૂિa' સૂચન કરવાથી સૂત્ર કહેવાય છે. એવો ન્યાય હોવાથી ‘દશધા' બાર પ્રકારનું છે. તે બાર પ્રકારપણાને જ સામાન્યથી કહે છે. “દિ' ઇત્યાદિ. પ્રથમ ત્રણ પ્રકારનું વિભાગ ઔદેશિક છે. તે આ પ્રમાણે ઉદિષ્ટ, કૃત અને કર્મ, તેમાં પોતાને માટે જ તૈયાર કરેલું અશનાદિક ભિક્ષુકોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org