________________
૧૬૬)
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II
मू. ० - जह ते दंसणकंखी, अपूरिइच्छा विणासिया रण्णा ॥ दिट्ठे ऽ वियरे मुक्का, एमेव इहं समोयारो ॥ २१६ ॥
મૂલાર્થ ઃ જેમ દર્શનની ઇચ્છાવાળા તેઓ ઇચ્છા પૂર્ણ થયા વિના જ રાજાથી નાશ પામ્યા. અને બીજાઓએ રાણીઓને જોઈ છતાં પણ મૂકાયા, એ જ પ્રમાણે અહીં પણ યોજના કરવી ૨૧૬॥
ટીકાર્થ : જેમ તે દુરાચારી જનો રાણીઓને જોવાની ઇચ્છાવાળા સતા ઇચ્છા પૂર્ણ થયા વિના જ આજ્ઞાનો ભંગ કરનાર હોવાથી રાજાએ નાશ પમાડ્યા, અને ‘તરે’ તૃણ અને કાષ્ઠને લાવનાર જે ચંદ્રોદય ઉદ્યાનમાં ગયા હતા, તેમણે અંતઃપુર દેખ્યા છતાં પણ આજ્ઞાકારી હોવાથી તેઓ મુક્ત થયા. આ પ્રમાણે અહીં પણ આધાકર્મના સંબંધમાં ‘સમવતાર:' યોજના કરવી. તે આ પ્રમાણે - આધાકર્મનું ભોજન કરવાના અધ્યવસાયવાળા શુદ્ધ ભોજન કરતા સતા પણ આજ્ઞાનો ભંગ કરનાર હોવાથી સાધુવેષની વિડંબના કરનાર સાધુની જેમ કર્મ વડે બંધાય છે, તથા શુદ્ધ આહારની ગવેષણા કરનાર સાધુ આધાકર્મનું પણ ભોજન કરતા સતા ભગવાનની આજ્ઞાના આરાધક હોવાથી પ્રિયંકર નામનાં ક્ષપક સાધુની જેમ કર્મ વડે બંધાતા નથી. ।।૨૧૬॥
આધાકર્મનું ભોજન કરનારને જ ફરીથી પણ નિંદે છે :
मू.०- आहाकम्मं भुंजइ, न पडिक्कमए य तस्स ठाणस्स ॥ एमेव अडइ बोडो, लुक्कविलुक्को जह कवोडो ॥ २१७॥
મૂલાર્થ : જે સાધુ આધાકર્મનું ભોજન કરે છે અને તે સ્થાનને પ્રતિક્રમતો નથી, તે મુંડીયો લુંચિત વિલુંચિત કપોત પક્ષીની જેમ વૃથા અટન કરે છે ।।૨૧૭ના
ટીકાર્થ : જે સાધુ આધાકર્મનું ભોજન કરે છે, અને તે ‘સ્થાનાત્’ આધાકર્મના પરિભોગરૂપ સ્થાનથી ‘ન પ્રતિમાતિ' પ્રાયશ્ચિત્ત લઈને પાછો ફરતો નથી. તે સાધુ વોડ:' (માત્ર) મુંડીયો છે. જિનેશ્વરની આજ્ઞાનો ભંગ કરવાથી તેનું મસ્તકલુંચનાદિક (લોચ, ભૂમિશય, પ્રત્યુપેક્ષણ વગેરે) નિષ્ફળ છે, તેથી તે (માત્ર) બોડ-મુંડીયો છે. એમ આક્ષેપ કરાય છે. તે એમને એમ જ નિષ્ફળ ‘અતિ’ જગતમાં પરિભ્રમમ કરે છે. અધિક્ષેપને જણાવનારૂ દૃષ્ટાંત કહે છે : ‘તુવિજીલ્લો નહ જ્વોડો' લુંચિત વિલુંચિત એનો જેમ ‘પોતઃ’ કપોત જાતનો પક્ષીવિશેષ (કબૂત૨) જેમ નિષ્ફળ અટન કરે છે. એટલે કે જેમ તેનાં પીછાનું લુંચન અને અટન ધર્મને માટે નથી. તેમ આધાકર્મ વાપરનાર સાધુનું (પણ લુંચન અને) અટન ધર્મ માટે નથી. તેમાં સામાન્યથી (પીછાનું) ખેંચવું તે લંચન અને ‘વિત્યિાં” વિચ્છેદવડે એટલે કે છૂટાછવાયા ખેંચેલ (પીછાવાળું) અથવા ‘વિશવર’ મૂળમાંથી ખેંચી કાઢેલ (સમગ્ર પીછાવાળું) લુંચન તે વિલુંચન કહેવાય છે ।૨૧૭ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org