________________
॥ આજ્ઞા-આરાધના-વિરાધના ઉપર કથાનક ॥
(૧૯૫
વગેરે રાણીઓ હતી. તે રાજાને બે ઉદ્યાન હતા, તે આ પ્રમાણે પૂર્વ દિશામાં સૂર્યોદય નામનું એક અને બીજું પશ્ચિમ દિશામાં ચંદ્રોદય નામનું ઉદ્યાન હતું. તેમાં એકદા વસંતઋતુ પ્રાપ્ત થયો ત્યારે કોઈક દિવસે પોતાના અંતઃપુરની સાથે ક્રીડાનું કૌતુક કરવાના અર્થી બનેલા રાજાએ લોકોને જણાવવા માટે પહડ વગડાવ્યો કે – “હે લોકો, સાંભળો, પ્રભાતે રાજા સૂર્યોદય ઉદ્યાનમાં પોતાના અંતઃપુરની સાથે સ્વેચ્છાએ વિચરવાના છે, તેથી તે ઉદ્યાનમાં કોઈપણ જશો નહિ અને ઘાસ લાકડા વગેરે લાવનારા સર્વે લોકોએ ચંદ્રોદય ઉદ્યાનમાં જવું” એ પ્રમાણે પહડ વગડાવીને તે સૂર્યોદય ઉદ્યાનનાં રક્ષણને માટે રાજાએ પત્તિઓને આજ્ઞા કરી કે - ‘તે ઉદ્યાનમાં કોઈને પ્રવેશ કરવા દેવો નહિ.’ પછી રાત્રિએ રાજાએ વિચાર કર્યો કે -- “સૂર્યોદય ઉદ્યાનમાં જનારને પ્રભાતે સૂર્ય છાતી સામે (સન્મુખ) આવે છે, અને ત્યાંથી પાછા આવનારને પણ મધ્યાહ્ન પછી સૂર્ય છાતી સામે આવે છે, અને છાતી સામે આવતો સૂર્ય દુઃખદાયી છે. તેથી હું ચંદ્રોદય ઉદ્યાનમાં જઈશ.' આ પ્રમાણે વિચારીને પ્રાતઃકાળે રાજાએ તે જ પ્રમાણે કર્યું. હવે આ તરફ પહડ સાંભળ્યા પછી કેટલાક દુર્જન લોકોએ વિચાર કર્યો કે – “આપણે કોઈપણ વખત રાજાની રાણીઓને જોઈ નથી, અને પ્રાતઃકાળે રાજા અંતઃપુર સહિત સૂર્યોદય ઉદ્યાનમાં આવવાના છે, અને તેની રાણીઓ ઇચ્છામાં આવે તે રીતિએ છૂટથી વિચરવાની છે, તેથી ઘણા પાંદડાવાળા વૃક્ષોની શાખા ઉપર ગુપ્ત રહીને કોઈ ન જાણે તેમ આપણે તે રાણીઓને જોઈશું.” એ પ્રમાણે વિચારીને તેઓએ તે પ્રમાણે કર્યું. તેવામાં ઉઘાનપાલકોએ કોઈપણ પ્રકારે શાખામાં ગુપ્ત રહેલા તેમને જોયા. ત્યારે તેમને પકડ્યા. લાકડી વગેરે વડે માર્યા અને દોરડા વડે બાંધ્યા. વળી જે બીજા તૃણ અને કાષ્ઠ વગેરે લાવનારા લોકો હતા. તે સર્વે ચંદ્રોદય ઉદ્યાનમાં ગયા. તેઓએ (તે ઉદ્યાનમાં આગળ પાછળ જોયા વિના) એકદમ પ્રવેશ કરવાથી આગળ રાજાની સાથે સ્વેચ્છાથી ક્રીડા કરતી રાણીઓને જોઈ. તેથી તેમને પણ રાજપુરુષોએ બાંધ્યા. ત્યાર પછી ઉદ્યાનમાંથી નીકળીને નગરી તરફ જતાં રાજાને તે ઉદ્યાનપાલકોએ બાંધેલા બન્ને પ્રકારના પુરુષો દેખાડ્યા, અને સર્વ સત્ય વૃત્તાંત કહ્યો. તેમાં જેઓ (સૂર્યોદય ઉદ્યાનમાં નહિ જવા રૂપ) આજ્ઞાનો ભંગ કરનારા હતા. તેઓનો વિનાશ કર્યો અને (ચંદ્રોદય ઉદ્યાનમાં રભસવૃત્તિએ પેસી ક્રીડા જોઈ જવા પામેલા) બીજાઓને છોડી મૂક્યા.
-
સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ‘તો વડો ત્તિ’ દંડ એટલે મારવું તે – આની ભાવનાને માટે ત્રણ રૂપક ‘સૂરોથં’ ઇત્યાદિ કહ્યા છે. તેમાં ‘પન્નુરમં પ્રત્યુÄ' એટલે છાતીની સન્મુખ, ‘નિંતK S ત્તિ' ઉદ્યાનમાંથી સંધ્યાકાળે-સાંજે નીકળતા રાજાને બંને લોકો દેખાડ્યા. ત્યારે અનુક્રમે વધ અને છોડી મૂકવાનું કર્યું. આ રૂપક કહેવા વડે ‘અોખ્ખું મારૂ ય'॰ ઇત્યાદિ (૧૯૦) ગાથામાં ‘વિતા તથિને તોત્રિ' એમ જે કહ્યું, તેની વ્યાખ્યા કરી. ।।૨૧૨-૨૧૫।।
હવે દૃષ્ટાન્તિકમાં તેની યોજના કરે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org