________________
૧૬૪)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ જો તમને રુચે તો” “પૃહાળ' પ્રહણ કરો. એ અધ્યાહાર છે. ત્યાર પછી શરીરના નિર્વાહ માટે ઘી ગોળ સહિત ખીરને ગ્રહણ કરી (તે મુનિ તે ક્ષીર વાપરવા) એકાંતે ગયા. બાકીનું સૂત્ર સુગમ છે. એજ પ્રમાણે ભાવથી શુદ્ધ અન્નની ગવેષણા કરતા હોય તેવા બીજાઓને પણ આધાકર્મ ગ્રહણ કરવામાં કે વાપરવામાં પણ કાંઈ દોષ નથી. કેમકે ભગવાનની આજ્ઞાનું આરાધન કર્યું છે. ૨૦૯૨૧૦-૨૧૧il
તથા વળી ભગવાનની આજ્ઞાની આરાધનાથી કરેલું જ અદોષ છે અને ભગવાનની આજ્ઞાનું ખંડન કરવાથી કરેલું સદોષ છે. એ બાબત કહેવાને ઇચ્છતા છતા ચાર રૂપક ગાથા વડે કથાનકને કહે છે :
मू.०- चंदोदयं च सूरो-दयं च रन्नो उ दोन्नि उज्जाणा ॥
तेसिं विवरीयगमणे, आणा कोवो तओ दंडो ॥२१२॥ सूरोदयं गच्छमहं पभाए, चंदोदयं जंतु तणाइहारा ॥ दुहा रवी पच्चुरसं ति काउं, रायावि चंदोदयमेव गच्छे ॥२१३॥ पत्तलदुमसालगया, दच्छामु निवंगण त्ति दुच्चित्ता ॥ उज्जाणपालएहिं, गहिया य हया य बद्धा य ॥२१४॥ सहसपइट्ठा दिट्ठा इयरेहि निवंगणत्ति तो बद्धा ॥
नितस्स य अवरण्हे, दंसणमुभओ वहविसग्गा ॥२१५॥ મૂલાર્થઃ ચંદ્રોદય અને સૂર્યોદન નામના બે ઉદ્યાન રાજાના છે. તેમાં વિપરીત ગમન થયું તો આજ્ઞાના ભંગ કરનાર ઉપર (રાજાનો) કોપ અને દંડ થયો (૨૧૨). (રાજાએ પ્રજામાં જાહેરાત કરી કે -) “પ્રભાતે હું સૂર્યોદય ઉદ્યાનમાં જઈશ તેથી ઘાસ વગેરે લેનારા લોકો ચંદ્રોદય ઉદ્યાનમાં જજો.” પછી “બન્ને પ્રકારે સૂર્ય છાતી સમો આવશે એમ ધારીને રાજા ચંદ્રોદય ઉદ્યાનમાં ગયો (૨૧૩) પછી ઘણા પાંદડાવાળા વૃક્ષો ઉપર ગુપ્ત રીતે રહીને આપણે રાજાની રાણીઓને જોઈશું.” એમ વિચારીને ત્યાં ગયેલા દુર્જન લોકોને ઉદ્યાનપાલકોએ પકડ્યા, માર્યા અને બાંધ્યા (૨૧૪). બીજા (સરળ) લોકો સહસા ચંદ્રોદય ઉદ્યાનમાં પેઠા અને રાજાની રાણીઓ તેમણે દીઠી. તેમને પણ ઉદ્યાનપાલકોએ બાંધ્યા. પછી દિવસના પાછલા પહોરમાં જતા એવા રાજાને બન્ને લોકો દેખાડ્યા. તેમાં પહેલાનો વધ કર્યો અને બીજાને છોડી મૂક્યા (૨૧૫).
ટીકાર્થઃ ચંદ્રાનના નામની નગરી હતી. તેમાં ચંદ્રાવતુંસક નામે રાજા હતો. તેણે ત્રિલોકરેખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org