________________
| | રત્નાકર મુનિનું ચરિત્ર |
(૧૬૩ ખાઈ નહિ શકીએ. આમ તમે બોલશો ત્યારે હું તમારી નિર્ભર્લ્સના કરીશ (તર્જના કરીશ-ધિક્કારીશ) ત્યારે તમે ફરીથી કહેજો કે - “હે માતા, દરરોજ તમે ખીર કેમ કરો છો?' આ પ્રમાણે તેણીએ બાળકોને શીખવી રાખ્યા. તે જ અવસરે તે ક્ષેપકમુનિ ભિક્ષાને માટે ફરતા ફરતા કોઈ પણ પ્રકારે દિવયોગે) તેણીને જ ઘેર પ્રથમ આવ્યા. તે વખતે તે યશોમતી મનમાં પરમ ભક્તિ-ઉલ્લાસ પામતી હતી, તો પણ “સાધુને કાંઈ પણ શંકા ન થાઓ' એમ ધારીને બહારથી આદર કર્યા વિના સ્વાભાવિક રીતે ઊભી રહી. અને બાળકો શીખવ્યા પ્રમાણે બોલવા લાગ્યા. ત્યારે તેણીએ તે જ પ્રમાણે તેમની નિર્ભર્સના કરી. ત્યાર પછી જાણે ક્રોધવાળી થઈ હોય તેમ અનાદરથી લપકસાધુને પણ તેણીએ કહ્યું કે - “આ બાળકો મદોન્મત્ત છે. તેઓને ખીર પર ચતી નથી. તો જો તમને ખીર રુચતી હોય તો ગ્રહણ કરો, અને ન રુચતી હોય તો જાઓ.” આ પ્રમાણે તેણીએ કહ્યું ત્યારે તે ક્ષેપક સાધુએ શંકા રહિત થઈ તે ખીર લેવાને ઉદ્યમ કર્યો. ત્યારે મોટી ભક્તિને વહન કરતી તેણીએ પણ પરિપૂર્ણ પાત્ર ભરાય તેટલી ખીર અને ઘી-ગોળ વગેરે (સાધુને) આપ્યું - વહોરાવ્યું. ત્યારે તે સાધુ મનમાં શંકારહિત અને વિશુદ્ધ અધ્યવસાયવાળો થઈને તે ખીર લઈને ભોજનને માટે કોઈ વૃક્ષની નીચે ગયા, અને જઈને વિધિ પ્રમાણે ઇર્યાપથિયાદિક પડિક્કમીને તથા કેટલોક સ્વાધ્યાય ધ્યાન (સક્ઝાય ધ્યાન) કરીને વિચારવા લાગ્યા કે – “અહો, આ ખીર તથા ઘી ગોળ વગેરે ઉત્કૃષ્ટ વસ્તુ મને આજે મળી છે. તેથી જો કોઈ સાધુ આવીને મને સંવિભાગવાળો બનાવે – આ દ્રવ્યનો સંવિભાગ કરે, તો હું સંસારરૂપી સાગરથી ઊતરેલો થાઉં. કેમકે – જેઓ નિરંતર સ્વાધ્યાયમાં તત્પર મનવાળા રહ્યા થકા ક્ષણે ક્ષણે સમગ્ર વસ્તુના સમૂહને યથાવસ્થિતપણે ભાવે છે, વિચારે છે, અને તેથી કરીને જ આ દુઃખરૂપ સંસારથી વિમુખ બુદ્ધિવાળા અને મોક્ષ વિધિમાં એકતાનવાળા (તન્મય) થઈને શક્તિ પ્રમાણે ગુરુ વગેરેની વૈધ્યાવચ્ચ કરવામાં ઉદ્યમવાળા હોય છે, અથવા તો જેઓ પરને ઉપદેશ આપવામાં તત્પર અને પોતે સમ્યફ પ્રકારે સંયમની ક્રિયા કરનારા હોય છે, તેઓનો સંવિભાગ કરવાથી તેમનામાં રહેલા જ્ઞાનાદિકનો ઉપષ્ટભ-આધાર થાય છે, અને જ્ઞાનાદિકનો ઉપખંભ થવાથી મને મોટો લાભ છે. વળી આ શરીર તો અસાર અને પ્રાયઃ કરીને નિરુપયોગી છે. તેથી આ ક્ષીર સિવાયના) જેવા તેવા અન્ન વડે પણ ઉપષ્ટબ્ધ (ટકાવાળું થયેલું) આ શરીર સુખે વહન કરી શકાય છે.” આ પ્રમાણે ભાવના ભાવતાં (તે લીરાત્ર) જમતાં છતાં પણ શરીર પરની મૂચ્છ રહિત એવા તે સાધુ વૃદ્ધિ પામતા વિશુદ્ધ અધ્યવસાયવાળા થયા થકા ભોજન કર્યા પછી તરત જ કેવલજ્ઞાનને પામ્યા.
મૂળસૂત્રની ગાથાઓ સુગમ છે. તેમાં વિશેષ એ કે “વામાનિચ્છરિયાળ ત્તિ' મલ્લક એટલે શરાવ, તેના આકારવાળા જે ‘વાનિ' એટલે વડલા વગેરેના પાંદડાનાં કરેલાં વાસણો અર્થાત્ દૂતા (પડીયા) તે દૂતા “તેચ્છરિયાળ' બાળકોને યોગ્ય થોડી થોડી ખીર નાંખવાવડે ખરડેલાની જેમ ખરડેલા કર્યા. “ટાવા' અવજ્ઞાવડે “ટિ’ એ શબ્દ આમંત્રણને વિષે છે. એટલે કે – “હે શ્રમણ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org