________________
૧૬૨)
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ I
કરી. હવે ‘સુĖ વેસમાળો' ઇત્યાદિ જે કહ્યું હતું, તે કથાનક વડે ભાવે છે : मू.० - मासियपारणगट्ठा, गमणं आसन्नगामगे खमगे ॥
सड्ढी पायसकरणं, कयाइ अज्जेज्जिही खमओ ॥ २०९ ॥ खेलगमल्लगलेच्छा - रियाणि डिंभगनिभच्छणं च रुंटणया ॥ हंदि समणत्ति पायस, घयगुलजुय जावणट्ठाए ॥२१०॥ एगंतमवक्कमणं, जइ साहू इज्ज होज्ज तिन्नोमि ॥ तणुकोट्ठम्मि अमुच्छा, भुत्तम्मि य केवलं नाणं ॥२११॥
મૂલાર્થ : મસક્ષમણના પારણાને માટે એક સાધુ પાસેના ગામમાં ગયા. તે ગામમાં એક શ્રાવિકાએ ‘કદાચ અહીં આજે ક્ષપક મુનિ આવે તો આવે' એમ ધારીને તેણે ખીર રાંધી (૨૦૯) પછી વડલા વગેરેના પાંદડાનાં દૂતા (પડીયા) કરીને તે બાળકોને યોગ્ય થોડી થોડી ખીર નાંખીને તે પડીયા ખરડ્યા. પછી તેણીએ બાળકોની નિર્ભર્ત્યના કરી અને અવજ્ઞાએ કરીને સાધુને કહ્યું કે - “હે સાધુ, જો તમને રુચે તો ઘી ગોળ સહિત આ ખીર ગ્રહણ કરો.” ત્યારે શરીરના નિર્વાહને માટે તેણે તે ગ્રહણ કરી. (૨૧૦). પછી (તે સાધુએ) એકાંત સ્થળે જઈને “જો કોઈ સાધુ અહીં આવે તો તેને હું આપું” (અતિથિસંવિભાગ કરું) એમ વિચારી શરીરરૂપી કોઠામાં મૂર્ખારહિતપણે તે દ્રવ્ય નાખ્યું-ખાધું અને તેને કેવલજ્ઞાન થયું. (૨૧૧)
ટીકાર્થ : પોતનપુર નામનું નગર છે. તેમાં પાંચસો સાધુથી પિરવરેલા આગમમાં કહ્યા પ્રમાણે વિહાર કરતા રત્નાકર નામના આચાર્યમહારાજ પધાર્યા. તે પાંચસો સાધુઓમાં એક પ્રિયંકર નામના ક્ષપક (તપસ્વી) સાધુ હતા. અને તે માસખમણને પારણે નિરંતર માસખમણ કરતા હતા. તેથી માણક્ષણને અંતે “આજે મારું પારણું જાણીને કોઈ પણ આધાકર્માદિક ન કરે, માટે પાસેના ગામમાં પારણાને માટે અજાણ્યો જ હું જાઉં.” એમ મનમાં વિચારીને નજીકના કોઈક ગામમાં ગયા. તે ગામમાં એક યશોમતી નામની શ્રાવિકા હતી. તેણીએ તે તપસ્વીનો માસક્ષમણ અને તે પારણાનો દિવસ લોકપરંપરાએ સાંભળ્યો. તેથી તેણીએ તે પારણાને દિવસે ‘કદાચ આજે તે તપસ્વી પારણું કરવા માટે અહીં આવે તો આવે' એવી બુદ્ધિથી પરમ ભક્તિના વશથી ઉત્તમ શાલિના ચોખાની ખીર રાંધી. અને ઘી ગોળ વગેરે સ્વાદિષ્ટ પદાર્થો તેની નજીક તૈયાર રાખ્યા. ત્યારપછી ‘આ ઉત્તમ પાયસ દ્રવ્યને (ખીરને) જોઈને તે સાધુ આધાકર્મની શંકા ન કરો' એમ વિચારી (તેણીએ) ‘માતૃસ્થાનતો’ માયાવડે કરીને વડલા વગેરેના પાંદડા વડે શરાવના આકારવાળા પાત્રો કરી તેમાં બાળકોને યોગ્ય થોડી થોડી ખીર નાંખી, અને બાળકોને કહ્યું કે - ‘હે બાળકો, જ્યારે કોઈ તપસ્વી સાધુ જેવો તેવો પણ અહીં આવે, ત્યારે તમે બોલજો કે - ‘હે માતા, અમને તો આ ઘણી ખીર પીરસી છે, તેથી અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org