________________
વેષવિડંબકનું દૃષ્ટાંત
(૧૬૧
અશુભ બંધનું કારણ છે. (નહિ કે અશુદ્ધ આહાર) વળી ‘શુદ્ધ’ ઉદ્ગમાદિ દોષરહિતની ગવેષણા કરનાર સાધુ આધાકર્મને ગ્રહણ કરે અને વાપરે તો પણ શુદ્ધ જાણવો. કેમ કે તે શુદ્ધ પરિણામવાળો છે. ૨૦૭. આ જ બાબત બે કથાનક દ્વારા સિદ્ધ કરે છે : म.०- संघुद्दिढं सोउं, एइ दयं कोइ भाइए पत्तो ॥
दिन्नं ति देहि मज्झं - तिगाउ साउं तओ लग्गो ॥२०८॥ મૂલાર્થ સંઘભોજનની વાત સાંભળીને કોઈ વેષધારી સાધુ શીધ્રપણે ત્યાં આવ્યો. (શ્રેષ્ઠીએ ભાર્યાને આપવાનું કહ્યું, ત્યારે તે બોલી કે –) બધું સંઘભોજન આપી દીધું છે. (ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે - ) મારું ભોજન આપ. ત્યારે તેણીએ તે આપ્યું. તે સ્વાદિષ્ટ લઈને તેણે વાપર્યું. ત્યારપછી અશુભકર્મથી બંધાયો. ૨૦૮
ટીકાર્થ: શતમુખ નામનું નગર છે. તેમાં ગુણચંદ્ર નામનો શ્રેષ્ઠી છે, તેને ચંદ્રિકા નામની ભાર્યા છે. તે શ્રેષ્ઠિ જિનશાસનમાં અનરાગી હોવાથી તેણે હિમાલય પર્વતના શિખર જેવું જિનચૈત્ય કરાવી તેમાં યુગાદિ (ઋષભસ્વામી) જિનેશ્વરની પ્રતિમા સ્થાપન કરાવી, ત્યારપછી તેણે સંઘને ભોજન આપવાનું સાધર્મિકવાત્સલ્ય કરવાનું) પ્રારંવ્યું. તેવામાં નજીકના કોઈક ગામમાં કોઈક સાધુવેષની વિડંબના કરનાર સાધુ હતો. તેણે લોકપરંપરાથી સાંભળ્યું કે - શતમુખ નગરમાં ગુણચંદ્ર શ્રેષ્ઠી આજે સંઘભોજન આપે છે. તે સાંભળીને તે સાધુ તે ભોજન લેવા માટે તરત ત્યાં આવ્યો. તે વખતે સંઘભોજન સર્વ આપી દીધું હતું. તેવામાં તે સાધુએ શ્રેષ્ઠી પાસે યાચના કરી કે – મનો આપો. ત્યારે શ્રેષ્ઠીએ ચંદ્રિકાને કહ્યું કે - આ સાધુને ભક્ત આપ. તે બોલી કે – સર્વ આપી દીધું છે. હવે કાંઈ પણ નથી. ત્યારે શ્રેષ્ઠીએ તેણીને ફરીથી કહ્યું કે – મારી પોતાની રસોઈમાંથી આને સંપૂર્ણ આપ. ત્યારે તેણીએ શાલિના ભાત અને મોદક વગેરે પરિપૂર્ણ ભોજન આપ્યું. તે સાધુએ આ સંઘનું ભોજન છે એવી બુદ્ધિથી તે ગ્રહણ કરી પોતાના ઉપાશ્રયે જઈ તેને વાપર્યું. તે વખતે તે સાધુએ શુદ્ધ ભક્ત વાપર્યું તો પણ આધાકર્મના ગ્રહણનો પરિણામ (અધ્યવસાય) હોવાથી આધાકર્મના પરિભોગથી ઉત્પન્ન થયેલા કર્મ વડે તે બંધાયો. એ જ પ્રમાણે બીજો પણ જાણવો. આ સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે - “દિ મર્જુતિ Is ' ભાર્યાએ દીધું એમ કહ્યું, ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે “દિ મમ મધ્યાતું' મારા ભોજનમાંથી આપ. ત્યારે તેણીએ આપે સતે “વહુ' - આ સંઘભોજન મિષ્ટ અને ઇષ્ટ છે, એમ તે વાપરતો સતો વિચારતો હતો. તેથી ત:' આધાકર્મના પરિભોગથી – ભોજનથી ઉત્પન્ન થયેલા કર્મ વડે બંધાયો. ૨૦૮
એ પ્રમાણે “મહામૂળિો ' ઇત્યાદિ (૨૦૭મી ગાથામાં) કહ્યું હતું તેની કથાનકવડે ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org