________________
૧૬૦)
// શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , હવે “દિયમવોd ' ગ્રહણ કર્યું હતું અદોષ થાય એ (૧૮૯મી ગાથામાં કહેલા) અવયવને છેલ્લા પાંચમા દ્વારને વ્યાખ્યાન કરવાને ઇચ્છતા સતા બીજા પાસે પ્રશ્ન કરાવે છે : मू.०- गूढायारा न करेंति, आयरं पुच्छ्यिा वि न कहेंति ॥
थोवं ति व नो पुट्ठा, तं च असुद्धं कहं तत्थ ? ॥२०६॥ મૂલાર્થઃ ગૂઢ આચારવાળા તેઓ આદરને કરતા ન હોય અને પૂક્યા સતા પણ સત્ય ન કહેતા હોય, અથવા આ ભક્ત થોડું છે એમ ધારીને સાધુએ તેમને પૂછ્યું ન હોય, અને દેવાની વસ્તુ (વાસ્તવિક રીતે)અશુદ્ધ હોય તો ત્યાં શુદ્ધિ શી રીતે હોય? ૨૦૬ll
ટીકાર્થ અહીં જે શ્રાવકો અને શ્રાવિકાઓ અત્યંત ભક્તિને પરવશ થયેલા અને ગૂઢ આચારવાળા હોય, તેઓ આ સાધુ ગ્રહણ ન કરે એમ ન થા. એમ ધારીને અત્યંત આદર કરે નહિ, તથા પૂક્યા સતા “આ તમારા માટે કર્યું છે' એમ યથાર્થ કહે પણ નહિ, અથવા આ ભક્ત થોડું છે એમ જાણીને સાધુએ તેમને પૂછ્યું ન હોય અને દેવાની તે વસ્તુ તો ‘ગશુઈ' આધાકર્મ દોષથી દૂષિત હોય, એથી કેવી રીતે ત્યાં સાધુને શુદ્ધિ થશે ? ૨૦૬ો આ પ્રમાણે બીજાએ કહ્યું તે (પૂળે સતે) ગુરુ મહારાજ તેનો ઉત્તર આપે છે : म.०- आहाकम्मपरिणओ, फासुयभोई वि बंधओ होई ॥
सुद्धं गवसमाणो, आहाकम्मे वि सो सुद्धो ॥२०७॥ મૂલાર્થ આધાકર્મના પરિણામવાળો સાધુ (કદાચ) પ્રાસુક ભોજન કરતો હોય તો પણ અશુભ કર્મનો બંધક હોય છે, અને શુદ્ધની જ ગવેષણા કરનાર સાધુ (કદાચ) આધાકનું ભોજન કરે તો પણ તે શુદ્ધ જ છે ll૨૦૭ના
ટીકાર્થઃ અહીં પ્રાસુક શબ્દના પ્રહણ વડે સામર્થ્યથકી એષણીય કહેવાય છે. તે આ પ્રમાણે : સાધુઓનો આ કલ્પ (આચાર) છે કે ગ્લાનાદિક પ્રયોજનમાં પણ પ્રથમ તો એષણીય શોધવું. અને તે એષણીયના અભાવે શ્રાવકાદિક પાસે કરાવીને અનેષણય પણ લેવું અને શ્રાવકને અભાવે પોતે પણ કરીને ગ્લાનને) ખવડાવવું. (એષણીયની આ વ્યાખ્યા છે) નહિ કે કોઈ પણ વખતે પ્રાસુક (અચિત્ત)ને અભાવે અપ્રાસુક (સચિત્ત) લેવું, (એવી વ્યાખ્યા છે) 'તતઃ' તેવી વ્યાખ્યા કરવાથી (તો) કોઈ પણ વખત અમાસુક ભોજનનો અસંભવ હોય (એટલે કે-પ્રાસુક જ હોય) તે વખતે ‘સુયોરું fa' એ વાક્ય ઘટતું નથી. તેથી પ્રાસુક શબ્દને અર્થથી એષણીય અર્થમાં પ્રવર્તાવે છે. તેથી કરીને તેનો અર્થ આ પ્રમાણે છે –“પ્રાસુમોપ' એષણીયનું ભોજન કરનાર પણ જો આધાકર્મના પરિણામવાળો હોય તો તે અશુભ કર્મને બાંધનાર થાય છે કેમકે અશુભ પરિણામ જ વાસ્તવિક રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org