________________
તે દ્રવ્યાદિકાશ્રયી વિધિત્યાગનું પ્રતિપાદન !
(૧૫૯ મનુષ્યવાળું હોય, આ કહેવાથી કુળ કહ્યું. તથા આદર ઘણો હોય, આ કહેવાથી ભાવ કહ્યો. આ પ્રમાણે ચારેય હોય તો પૂછવાની જરૂર હોય છે કેમકે તેમાં આધાકર્મનો સંભવ છે, તથા “વહુપિ ૨ અદ્દેશદ્રવ્ય' જો તે દેશમાં સંભવતું અને ઘણું દ્રવ્ય પ્રાપ્ત થાય, જેમ-કે માલવદેશમાં માંડા-ખાજાં વગેરે પુષ્કળ હોય છે, તો તે સંબંધમાં પૂછવાની જરૂર નથી. કેમ કે જે દેશમાં જે દ્રવ્ય ઉત્પન્ન થાય છે, તે દેશમાં મનુષ્યો તે વસ્તુ પ્રાયઃ ઘણી ખાય છે, તેથી તે દ્રવ્ય પ્રાપ્ત થાય તો પણ તેમાં પૂછવાની જરૂર નથી. કેમકે – તેમાં આધાકર્મનો સંભવ નથી. પરંતુ તેમાં પણ કુળ (કુટુંબ) મોટું હોવું જોઈએ. અન્યથા થોડા મનુષ્ય હોય તો આધાકર્મની શંકા દૂર થતી નથી. તથા “સમાવેfપ' અનાદરથી પ્રાપ્ત થતું હોય તેમાં પણ પૂછવાની જરૂર નથી. કેમકે – આધાકર્મ કરીને જે આપે. તે મનુષ્ય ઘણે ભાગે આદર પણ કરે છે. તેથી આદર નહિ કરવાથી એમ જણાઈ જાય છે કે – તેમાં આધાકર્મ નથી, તેથી પૂછવાની જરૂર નથી. ૨૦૪
એ પ્રમાણે આહાર સંબંધમાં આપનારને) જ્યારે પ્રશ્ન - પૃચ્છા કરવા લાયક છે અને જયારે પ્રશ્ન-પૃચ્છા કરવા લાયક નથી, તે વાત કહી. હવે પૃચ્છા કર્યા પછી જયારે તે દ્રવ્ય ગ્રહણ કરવા લાયક હોય છે અને જ્યારે ગ્રહણ કરવા લાયક હોતું નથી, તે વાત જણાવે છે : मू.०- तुज्झट्ठाए कयमिण-मन्नोऽन्नमवेक्खए य सविलक्खं ॥
वजंति गाढरुहा, का भे तत्ति त्ति वा गिण्हे ॥२०५॥ મૂલાર્થઃ સરળ શ્રાવિકાને પૂછવાથી તે “તમારે માટે આ કર્યું છે એમ સ્પષ્ટ બોલે છે, માયાવીને પૂછવાથી તે વ્યાકુળતા સહિત પરસ્પરની સન્મુખ જૂએ છે અથવા હસે છે, ત્યારે તેને વર્જવું, અથવા હે સાધુ! તમારે તેની શી પંચાત છે? એમ ગાઢ રોષ પામીને બોલે ત્યારે તે ગ્રહણ કરવું ૨૦પા
ટીકાર્થ અહીં જે દાતા શ્રાવિકા સરળ સ્વભાવવાળી હોય, તેને પૂછવાથી તે સત્ય જ બોલે છે કે – “હે ભગવનું (પૂજ્ય) ! તમારે માટે આ અશનાદિક કર્યું છે.” તથા જે માયાવી કુટંબ હોય છે, તે પોતાના મુખે તો આ પ્રમાણે કહે છે કે - “આ અશનાદિક અમારા ઘરને માટે કર્યું છે, તમારા માટે કાંઈ કર્યું નથી.” એમ બોલે છે, પરંતુ “આ સાધુએ અમને જાણી લીધા” એમ મનમાં ધારીને વ્યાકુળતાપૂર્વક સર્વે ઘરની માનુષીણીઓ – નારીઓ પરસ્પર જુએ છે, અને ગાલ ફુલાવવા પૂરતું હસવા લાગે છે અને પછી જ્યારે આ તમારે માટે કર્યું છે એમ બોલે અથવા ‘સવિતi” લજ્જાસહિત પરસ્પર એક બીજી સામુ જૂએ છે અને ‘' શબ્દ છે, તેથી પરસ્પર હસે, ત્યારે સાધુઓ “તે દેવાનું દ્રવ્ય આધાકર્મ છે' એમ જાણીને વર્જે છે. વળી જ્યારે “આ કોને માટે કર્યું છે?” એમ પૂછવાથી તે
જિં' અત્યંત સાચી રીતે રોષવાળી થાય કે - “હે ભટ્ટારક! તમારે આ શી પંચાત?” એમ બોલે, ત્યારે “આ આધાકર્મ નથી’ એમ જાણીને (સાધુ તે આહાર) નિઃશંકપણે ગ્રહણ કરે N૨૦પી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org