________________
અવિધિત્યાગમાં અકોવિધ સાધુ દષ્ટાંત છે
(૧૫૭ તેણીને પૂછ્યું કે “આ શાલિ ક્યાંથી આવ્યો છે?” તે બોલી “વણિક જાણે, તેની પાસે જઈને પૂછો (૧૯૮) ત્યારે તે સાધુએ દુકાને જઈને તે વણિકને પૂછ્યું કે “શાલિ વ્યાંથી આવ્યો છે?' તેણે કહ્યું કે “મગધદેશને સીમાડે ગોર્બર નામનું ગામ છે, ત્યાંથી આવ્યો છે.” તે સાંભળી સાધુ તે ગામ તરફ ચાલ્યો (૧૯૯). ત્યાં પણ આધાકર્મની શંકાથી માર્ગને મૂકીને ઉન્માર્ગે ચાલ્યો, ત્યાં કાંટા, સર્પ અને શિકારી પશુોથી ઉપદ્રવ પામ્યો, દિમૂઢ થયો, વૃક્ષની છાયાનો પણ ત્યાગ કરવાથી તડકાવડે દાયો અને મુછિત થયો (૨૦)).
ટીકાર્થ શાલિગ્રામ નામના ગામમાં ગ્રામણી નામે એક વણિક હતો. તેની ભાર્યા પણ ગ્રામણી નામે હતી. એકદા તે વણિક બજારમાં પોતાની દુકાને ગયો હતો તે વખતે ભિક્ષાને માટે અટન કરતા એકોવિદ (ચતુરાઈ રહિત-ભદ્રિક) એવા કોઈક સાધુએ તેના ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે તેની ભાર્યા રામણી (તેને આપવા) શાલિદન લાવી. સાધુએ આધાકર્મ દોષની શંકા દૂર કરવા માટે તેણીને પૂછ્યું કે “હે શ્રાવિકા, આ શાલિ ક્યાંનો છે?” તે બોલી, “હું જાણતી નથી, વણિક જાણે છે, તેથી દુકાને જઈને વણિકને પૂછો.” આ પ્રમાણે કહેવાથી તે સાધુએ તે શાલિ ઓદનનો ત્યાગ કરી બજારમાં જઈ તે વણિકને પૂછ્યું ત્યારે તે વણિકે પણ કહ્યું કે - “મગધદેશની સીમાએ રહેલા ગોર્બર નામના ગામથી આ શાલિ આવ્યો છે.” તે સાંભળીને તે સાધુ તે ગામ તરફ ચાલ્યો ત્યાં માર્ગમાં) પણ “કોઈ શ્રાવકે આ માર્ગ સાધુઓ માટે કર્યો હશે' એમ આધાકર્મની શંકાએ કરીને તે માર્ગને છોડીને ઉન્માર્ગે ચાલ્યો, અને ઉન્માર્ગે ચાલતો તે સર્પ, કાંટા અને શિકારી પશુઓ વડે ઉપદ્રવ પામ્યો. કોઈ દિશાને પણ તે જાણતો ન હોતો. તથા આધાકર્મની શંકાથી વૃક્ષની છાયાનો પણ ત્યાગ કરવાથી મસ્તક ઉપર સૂર્યના કિરણોનો સમૂહ પડવાથી તાપ પામીને મૂચ્છ પામ્યો. અને મહાનું કલેશ પામ્યો. /૧૯૮-૧૯૯-૨OOી मू.०- इय अविहीपरिहरणा, नाणाईणं न होइ आभागी ॥
दव्वकुलदेसभावे, विहिपरिहरणा इमा तत्थ ॥२०१॥ મૂલાર્થ એ પ્રમાણે (આધાકર્મનો) અવિધિએ ત્યાગ કરવાથી જ્ઞાનાદિકનો ભાગી થતો નથી. તેથી તેમાં દ્રવ્ય, કુળ, દેશ અને ભાવને આશ્રયીને વિધિએ કરીને આ પ્રમાણે ત્યાગ કરવો ૨૦૧
ટીકાર્થ : “તિ’ આ ઉપર કહેલા પ્રકારે કરીને અવિધિએ પરિહાર (ત્યાગ) કરવાથી સાધુ જ્ઞાનાદિકનો ભાગી (ભાજન) થતો નથી તેથી વિધિએ કરીને પરિહાર કરવો જોઈએ. અને તે વિધિપૂર્વકનો પરિહાર ‘' આગળ કહેવાશે તે દ્રવ્ય, કુળ, દેશ અને ભાવને આશ્રયીને ‘તત્ર' તે આધાકર્મને વિષે જાણવો. ૨૦૧ી
તેમાં પ્રથમ બે ગાથાવડે દ્રવ્યાદિકને જ કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org